Not Set/ સની લિયોની બાયોપિક ‘Karenjit Kaur 2’ નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડીયો..

મુંબઈ સની લિયોની પર બની રહેલ બાયોપિક સીરીઝ Karenjit Kaur: The Untold Story Of Sunny Leoneના બીજા સીઝનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પહેલા સીઝનમાં સની લિયોનીની શરૂઆતી લાઈફ બતાવ્યા પછી નવા સીઝનમાં સની અને તેના પરિવારના સ્ટ્રગલની સ્ટોરી બતાવવામાં આવશે. ટ્રેલર મુજબ બીજા સીઝનમાં સનીની એક સામાન્ય છોકરીથી એડલ્ટ સ્ટાર બનવાની સ્ટોરી અને આ […]

Trending Entertainment Videos
lllll સની લિયોની બાયોપિક 'Karenjit Kaur 2' નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડીયો..

મુંબઈ

સની લિયોની પર બની રહેલ બાયોપિક સીરીઝ Karenjit Kaur: The Untold Story Of Sunny Leoneના બીજા સીઝનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પહેલા સીઝનમાં સની લિયોનીની શરૂઆતી લાઈફ બતાવ્યા પછી નવા સીઝનમાં સની અને તેના પરિવારના સ્ટ્રગલની સ્ટોરી બતાવવામાં આવશે.

ટ્રેલર મુજબ બીજા સીઝનમાં સનીની એક સામાન્ય છોકરીથી એડલ્ટ સ્ટાર બનવાની સ્ટોરી અને આ નિર્ણય તેના પરિવાર પર આવી મુશીબતોને બતાવવામાં આવ્યું છે અને એ તમમાં વાક્યો જણાવ્યા છે જયારે સની અને તેનો પરિવાર પોતાની ખરાબ આર્થિક સ્થિતિથી પસાર થઇ રહ્યા હતા. આ સીઝનમાં સની અને તેના પરિવારની ઈમોશનલ જર્નીની વાર્તા બતાવવામાં આવી છે. કઈ રીતે પરિવારમાં ચાલતી મુશીબતોના કારણે સનીની માતા દારૂની સહારો લે છે અને પછી સની કઈ રીતે તેના આ વેરવિખેર પરિવારને જોડે છે. તે તમામ ઝલક આ ટ્રેલરમાં જોવા મળે છે.

જુઓ ટ્રેલર વીડીયો..

એક્ટિંગ વિશે વાત કરીએ તો, આ સીઝનમાં બધા જ કિરદારો અસરદાર જોવા મળી રહ્યા છે. પહેલીવાર સનીનો ઈમોશનલ અંદાજ તેની એડલ્ટ સ્ટાર ઈમેઝને દિમાગથી ઝાંખુ કરે છે. આ સીઝનમાં સની ના સ્ટ્રગલના સિવાય તેના લાઈફ પાર્ટનર ડેનિયલ વેબરના રોલને પણ મહત્વનો બતાવવામાં આવ્યો છે.

ટ્રેલરમાં કલાકરોની એક્ટિંગ જ નહીં પરંતુ તેના ડાયલોગ પણ ઈમોશનલ કરી દે તેવા છે. જેમાં કે એક ડાયલોગમાં જયારે સની તેના પિતાને કહે છે કે, તેને આ લોકો સની બોલાવે છે. ત્યારે સનીના પિતા કહે છે કે, તને દુનિયા કયા નામથી બોલાવે છે તેનાથી મને કોઇ જ ફર્ક નથી પડતો. મારા માટે તો તુ મારી ગોગો જ રહી છે.

સની લિયોની પર બની રહેલ આ વેબ સીરીઝના બીજા સીઝનને 18 સપ્ટેમ્બરના રોજ ZEE 5 એપ પર શરુ કરવામાં આવશે. આ સીરીઝનું નિર્દેશન આદિત્ય દત્ત કરી રહ્યા છે. આવું પહેલીવાર થઇ રહ્યું છે કે કોઈ એક્ટ્રેસ પોતાના જીવન પર બની રહેલ બયોપીકમાં પોતાની ભૂમિકા પોતે જ કરી રહી છે.