Not Set/ તારક મહેતા..ફેઈમ એક્ટરની બે વર્ષની પુત્રીનું રમકડું ગળી જતા નિધન

પોપ્યુલર સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં.. માં કામ કરતા ટીવી એક્ટર પ્રતીશ વોરાના પરિવાર પર દુખના વાદળ છવાયા છે. પ્રતીશ વોરાની બે વર્ષની દીકરીનું આકસ્મિક મોત થયું છે. બાળકીના મોતના કારણે તેમના સમગ્ર પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. પ્રતીશ વોરાની પુત્રી 7મી મેના રોજ રાત્રે તેના ઘરે રમકડાં સાથે રમી રહી હતી. તે […]

Top Stories Entertainment
arjuo 1 તારક મહેતા..ફેઈમ એક્ટરની બે વર્ષની પુત્રીનું રમકડું ગળી જતા નિધન

પોપ્યુલર સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં.. માં કામ કરતા ટીવી એક્ટર પ્રતીશ વોરાના પરિવાર પર દુખના વાદળ છવાયા છે. પ્રતીશ વોરાની બે વર્ષની દીકરીનું આકસ્મિક મોત થયું છે. બાળકીના મોતના કારણે તેમના સમગ્ર પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે.

પ્રતીશ વોરાની પુત્રી 7મી મેના રોજ રાત્રે તેના ઘરે રમકડાં સાથે રમી રહી હતી. તે સમયે રમતા-રમતા તે પ્લાસ્ટિકનું  રમકડું ગળી ગઈ હતી. જ્યારે પરિવારને ખબર પડી તો બાળકીના મોંમાંથી પ્લાસ્ટિકનું રમકડું કાઢવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ બાળકીને બચાવી શકાઇ નહી.

Instagram will load in the frontend.

https://www.instagram.com/p/BvjalUPHbeJ/liked_by/

પ્રતીશે પોતાની દીકરીના નિધન વિશે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુક્તા લખ્યું કે ક્યુટનેસ ઓવર લોડેડ…

મૂળ રાજકોટના પ્રતીશ તેમની પુત્રીની અંતિમ વિધિ તેમના વતનમાં કરશે.

પ્રતીશ વોરા પ્યાર કે પાપડ..તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને ક્રાઈમ પેટ્રોલમાં ભૂમિકા ભજવી ચુક્યા છે.