Not Set/ ‘વિંક ગર્લ’ પ્રિયા પ્રકાશ વારિયર છે ઈનોસેન્ટ, સુપ્રીમ કોર્ટે ખારીજ કરી પ્રિયા વિરુદ્ધની FIR 

સુપ્રીમ કોર્ટે આ શુક્રવારે કહ્યું કે, ૧૮ વર્ષીય પ્રિયા પ્રકાશનું વિંક જે એમણે મલયાલમ મૂવી સોંગમાં કર્યું છે તે તેમના એક્સેપ્રેશનનો હક છે ક્રિએટીવ ફ્રીડમ માટેનો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે પ્રિયા વિરુદ્ધની FIR નકારી દીધી હતી. જેમાં પ્રિયા પર ‘નીંદાત્મક કાર્ય’નો આરોપ લગાવામાં આવ્યો હતો. મલયાલમ સોંગમાં આંખ મારતી ૧૮ વર્ષની છોકરી પ્રિયા પ્રકાશ […]

Top Stories Entertainment
Wink Girl, priya prakash varrier is Innocent, Supreme Court dismisses FIR against Priya

સુપ્રીમ કોર્ટે આ શુક્રવારે કહ્યું કે, ૧૮ વર્ષીય પ્રિયા પ્રકાશનું વિંક જે એમણે મલયાલમ મૂવી સોંગમાં કર્યું છે તે તેમના એક્સેપ્રેશનનો હક છે ક્રિએટીવ ફ્રીડમ માટેનો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે પ્રિયા વિરુદ્ધની FIR નકારી દીધી હતી. જેમાં પ્રિયા પર ‘નીંદાત્મક કાર્ય’નો આરોપ લગાવામાં આવ્યો હતો.

મલયાલમ સોંગમાં આંખ મારતી ૧૮ વર્ષની છોકરી પ્રિયા પ્રકાશ વારિયર તો તમને યાદ જ હશે ને… ઇન્ટરનેટ સેન્સેશન બનેલી પ્રિયા પોતાના એક્સપ્રેશનને કારણે રાતોરાત ફેમસ થઇ ગઈ હતી. પરંતુ આ પબ્લિસિટી સાથે જ પ્રિયા પ્રકાશ પર તેનાં એક્સપ્રેશનને લઈને FIR (એફઆઈઆર) ફાઈલ થઇ હતી અને પ્રિયાને ધમકીઓ પણ મળી હતી.

સુપ્રીમ કોર્ટે આ શુક્રવારે કહ્યું કે, ૧૮ વર્ષીય પ્રિયા પ્રકાશનું વિંક જે એમણે મલયાલમ મૂવી સોંગમાં કર્યું છે તે તેમના એક્સેપ્રેશનનો હક છે ક્રિએટીવ ફ્રીડમ માટેનો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે પ્રિયા વિરુદ્ધની FIR નકારી દીધી હતી. જેમાં પ્રિયા પર ‘નીંદાત્મક કાર્ય’નો આરોપ લગાવામાં આવ્યો હતો.

ત્રણ જજની પીઠનાં વડા અને ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રાએ કહ્યું કે, આંખ મારવી નૈતિકતા અથવા જાહેર હુકમના અપમાન અથવા અસ્વસ્થતા માટે કોઈ પણ પ્રકારનું વલણ વ્યક્ત કરતું નથી. કોર્ટ આખા દેશના પોલીસને આવી આંખ મારવાની ફરિયાદને લઈને FIR રજિસ્ટર કરવા માટે બાધિત કરે છે.

કોર્ટમાં પ્રિયા પ્રકાશનો કેસ એડવોકેટ હરીશ બિરાન લડી રહ્યા હતા. જયારે પ્રિયાને ધમકીઓ મળવા લાગી એક ગ્રૂપ દ્વારા જેઓ માનતા હતા કે પ્રિયાએ ઇસ્લામની ઈન્સલ્ટ કરી છે અને આ ધમકીઓ પ્રિયા માટે અને એનાં પરિવાર માટે જોખમકારક નીવડી રહી હતી આથી તેઓ કોર્ટમાં ગયા હતા.

ફિલ્મ ઓરુ ઓદાર લવનાં ડાયરેક્ટર અને હીરોઈન પ્રિયા પ્રકાશ માટે આ નામના ભારે પડી જયારે તેલંગણા અને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા અમુક ગ્રુપના દબાણ દેવા પર FIR સેક્શન 295A અંતર્ગત રજિસ્ટર કરવામાં આવી હતી.

આ બાબતે પ્રિયા પ્રકાશે કહ્યું હતું કે, એની વિરુદ્ધ ફતવા જાહેર કરાયા હતા. ઉપરાંત પ્રિયા પ્રકાશે કોર્ટનું ધ્યાન આ પ્રકારનાં જુના કેસના ઓર્ડર પર પણ ખેચ્યું હતું.જેમાં પદ્માવત મૂવી પર આપેલા ઓર્ડર પર પ્રિયાએ ધ્યાન ખેચીને ‘ક્રિએટીવ ફ્રીડમ’ની વાત કરી હતી.

પ્રિયા પ્રકાશે વધુમાં ક્લેરીફાય કરતાં જણાવ્યું કે આ બધું ગેરસમજણના કારણે થયું છે. જે મલયાલમ સોન્ગનું ભાષાંતર વાયરલ થયું હતું નેટ પર, એ ગીતનાં લિરિક્સનું અર્થઘટન ખોટી રીતે કરવામાં આવ્યું છે.

આ ગીતનાં શબ્દો સૌપ્રથમ વાર ૧૯૭૮માં લખવામાં આવ્યા હતા જેને કેરળમાં મુસ્લિમ સમાજ દ્વારા પ્રેમપૂર્વક આવકારવામાં આવ્યુ હતું. આ ફિલ્મમાં એ જ સેમ લિરિક્સ વાપરવામાં આવ્યા છે.

ગીત વિષે વધુ માહિતી આપતાં એકટ્રેસે પોતાનાં પિટીશનમાં જણાવ્યું હતું કે, ‘ ફિલ્મનું ‘મનીક્યા માલારયા પૂર્વી’ ગીત એ કેરળનાં મલબાર વિસ્તારનાં મુસ્લિમોનું ટ્રેડીશનલ સોંગ છે. જે પયગંબર મોહમદ અને એમની પત્ની ખાદિજા વચ્ચેનાં પ્રેમની પ્રશંશા કરે છે. આ કેરળના મુસ્લિમ ટ્રેડીશનનો એક ભાગ છે અને આ કોઈ સમાજની કે કોઈ વ્યક્તિની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડતુ નથી.’