Surat Epidemics-death/ સુરતમાં રોગચાળાનો હાહાકાર, કુલ 30ના મોત

સુરતમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. રોગચાળાના લીધે 17 બાળકો સહિત 30ના મોત થયા છે. આમ ચાલુ સીઝનમાં રોગચાળાના લીધે 30ના મોતથી હાહાકાર મચી ગયો છે. રોગચાળાના લીધે છેલ્લા બે દિવસમાં જ ત્રણના મોત થયા છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 11 3 સુરતમાં રોગચાળાનો હાહાકાર, કુલ 30ના મોત

@દિવ્યેશ પરમાર

સુરતઃ સુરતમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. રોગચાળાના લીધે 17 બાળકો સહિત 30ના મોત થયા છે. આમ ચાલુ સીઝનમાં રોગચાળાના લીધે 30ના મોતથી હાહાકાર મચી ગયો છે. રોગચાળાના લીધે છેલ્લા બે દિવસમાં જ ત્રણના મોત થયા છે.

છેલ્લા બે દિવસમાં એક બાળક સહિત બે વ્યક્તિના ડેન્ગ્યુથી મોત થયા છે. પાંડેસરામાં આધેડ વ્યક્તિનું ઝાડા ઉલ્ટીના લીધે મોત થયું છે. ઇચ્છાપોરના યુવકનું ડેન્ગ્યુની અસર બાદ મોત થયું છે. ભરથામા ગામમાં હળપતિવાસમાં બાળકનું ડેન્ગ્યુથી મોત થયું છે. બાળકને તાવ આવ્યા બાદ નવી સિવિલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેનું મોત થયું હતું.

આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વેની કામગીરી દરમિયાન તાવ, શરદી, ખાંસી અને ઝાડા-ઉલટીના દર્દીઓને શોધવામાં આવી રહ્યા છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે. વાહકજન્ય રોગની વાત કરવામાં આવે તો શહેરમાં હેલ્થ વર્કરો દ્વારા લોકોના ઘરે-ઘરે સર્વે કરાઈ રહ્યો છે. 26થી 30 તારીખ સુધીના સર્વેમાં 3.38 લાખ જેટલા ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો અને 6 લાખ જેટલા મચ્છરના બ્રિડિંગ પ્લેસની તપાસ કરવામાં આવી હતી.

રોગચાળાના મૃત્યુ આંક બાબતે વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ઉધના વિસ્તારના અગાઉ જે કેસ નોંધાયા હતા તેમાંથી બે બાળકોનું ઝાડા-ઉલટીથી મોત થયું હતું અને અન્ય બીજા 8 દર્દીનું અન્ય બીમારીથી મોત થયું છે. જેમાં ત્રણ બાળકોને જન્મજાત ખામી હતી અને અન્ય એક વડીલનું મોત કેન્સરના કારણથી થયું છે.

 

આ પણ વાંચોઃ Assembly Election 2023/ 5 રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ, EC આજે મતદાનની તારીખો જાહેર કરશે

આ પણ વાંચોઃ Israel Hamas War Update/ હમાસની કેદમાંથી બંધકોને છોડાવવા માટે ઈન્ટેલિજન્સ પ્લાન તૈયાર, ઈઝરાયેલની રણનીતિ પડશે આતંકવાદીઓને મોંઘી

આ પણ વાંચોઃ Israel-Palestine Conflict/ અત્યાર સુધીમાં 700 ઈઝરાઈલી, 450 પેલેસ્ટાઈન માર્યા ગયા… છેલ્લા 48 કલાકમાં ગાઝાના યુદ્ધની તસવીરો ખૂબ જ ભયજનક