પાણીજન્ય રોગચાળો/ સુરતમાં રોગચાળો વકર્યો, SMCએ મૃત્યુઆંકને લઈ કરી સ્પષ્ટતા

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે શહેરમાં વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા રોગચાળામાં ઘટાડો થાય તેવા પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે.

Gujarat Surat
Untitled 4 1 સુરતમાં રોગચાળો વકર્યો, SMCએ મૃત્યુઆંકને લઈ કરી સ્પષ્ટતા

@અમિત રૂપાપરા 

ચોમાસાની સિઝનમાં સુરત શહેરમાં પાણીજન્યોને વાહકજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના લિંબાયત અને ઉધના વિસ્તારમાં ઝાડા-ઉલટીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો રોગચાળાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 દિવસમાં 3 લાખ 38000 ઘરોનો સર્વે કરી 6,500 જેટલા ઘરો તેમજ કોમર્શિયલ પ્લેસમાંથી મચ્છરના બ્રિડિંગનો નાશ કરવામાં આવ્યો છે અને 4.50 લાખના દંડની વસુલાત કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાએ રોગચાળાને લઈને મૃત્યુ આંક બાબતે પણ સ્પષ્ટતા કરી હતી.

Untitled 4 સુરતમાં રોગચાળો વકર્યો, SMCએ મૃત્યુઆંકને લઈ કરી સ્પષ્ટતા

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે શહેરમાં વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા રોગચાળામાં ઘટાડો થાય તેવા પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. તો છેલ્લા એક મહિનાથી લીંબાયત તેમજ ઉધના વિસ્તારમાં પાણીજન્ય રોગ જેવા કે ઝાડા-ઉલટીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઝાડા-ઉલટીના કેસો પૈકી ઉધના ઝોનના ગણેશ ગણેશ નગર વિસ્તાર એટલે કે બાપુનગર, શાસ્ત્રીનગર, આશીર્વાદ નગર અને સૂર્યપ્રકાશનગર શહેરના વિસ્તારમાં આ કેસ જોવા મળી રહ્યા છે. જેથી આ વિસ્તારની મુલાકાત આરોગ્ય કમિશનર, ડેપ્યુટી કમિશનર અને ઝોનના આરોગ્ય અધિકારી દ્વારા લેવામાં આવી છે.

Untitled 5 સુરતમાં રોગચાળો વકર્યો, SMCએ મૃત્યુઆંકને લઈ કરી સ્પષ્ટતા

આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વેની કામગીરી દરમિયાન તાવ, શરદી, ખાંસી અને ઝાડા-ઉલટીના દર્દીઓને શોધવામાં આવી રહ્યા છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે. વાહકજન્ય રોગની વાત કરવામાં આવે તો શહેરમાં હેલ્થ વર્કરો દ્વારા લોકોના ઘરે-ઘરે સર્વે કરાઈ રહ્યો છે. 26થી 30 તારીખ સુધીના સર્વેમાં 3.38 લાખ જેટલા ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો અને 6 લાખ જેટલા મચ્છરના બ્રિડિંગ પ્લેસની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 6,500 જેટલા ઘરો તેમજ કોમર્સિયલ પ્લેસમાંથી મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા કે જેથી આ તમામ મચ્છરના બ્રિડીંગનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે જે જગ્યા પરથી મચ્છરના બ્રિડિંગ મળ્યા છે તે કોમર્શિયલ તે રહેણાંક વિસ્તારમાં જવાબદારોને નોટિસ આપવામાં આવી છે અને 4.50 લાખ જેટલા દંડની પણ વસૂલાત કરવામાં આવી રહી છે.

Untitled 6 સુરતમાં રોગચાળો વકર્યો, SMCએ મૃત્યુઆંકને લઈ કરી સ્પષ્ટતા

રોગચાળાના મૃત્યુ આંક બાબતે વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ઉધના વિસ્તારના પહેલા જે કેશ નોંધાયા હતા તેમાંથી બે બાળકોનું ઝાડા-ઉલટીથી મોત થયું હતું અને અન્ય બીજા 8 દર્દીનું અન્ય બીમારીથી મોત થયું છે. જેમાં ત્રણ બાળકોને જન્મજાત ખામી હતી અને અન્ય એક વડીલનું મોત કેન્સરના કારણથી થયું છે.

આ પણ વાંચો:રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:ગાંધીનગરમાં બે RTO અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ લાઇસન્સ કઢાવી આપતા!