Rajkot/ કોરોના રસીના પરીક્ષણ માટે રાજકોટ તંત્ર સજ્જ,અલયાદી યાદી બાદ ટાસ્કફોર્સ કરશે વિતરણ

કોરોનાની મહામારી સામે આખુ વિશ્વ લડાઈ કરી રહ્યું છે ત્યારે લોકો પ્રારંભથી જ કોરોના ની રસી ની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા.હવે આ અગેની કોરોનાની રસી અને તેનું પરીક્ષણ કરવા મામલે પ

Gujarat Rajkot
db 4 કોરોના રસીના પરીક્ષણ માટે રાજકોટ તંત્ર સજ્જ,અલયાદી યાદી બાદ ટાસ્કફોર્સ કરશે વિતરણ

કોરોનાની મહામારી સામે આખુ વિશ્વ લડાઈ કરી રહ્યું છે ત્યારે લોકો પ્રારંભથી જ કોરોના ની રસી ની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા.હવે આ અગેની કોરોનાની રસી અને તેનું પરીક્ષણ કરવા મામલે પણ જાણે ગુજરાતમાં દરેક જિલ્લા તંત્ર કામે લાગી ગયા છે. આ અંગે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે સૌરાષ્ટ્રના રાજકોટમાં રસીનું પરીક્ષણ કરવાનો નક્કી કરવામાં આવ્યું છે કે રસી પ્રથમ આંગણવાડી મહિલાઓને આપવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીન કોરોના વાઇરસની રસીની તૈયારી નિહાળવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્યારે કોરોના વાઇરસના રસીની આગમનની તૈયારીઓ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ જિલ્લા કલેકટર આદેશ બાદ રસીકરણ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટ તંત્રના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પ્રારંભિક તબક્કે રસીકરણ માટે એક 8500 લોકોની યાદી તૈયાર કરવામાં આવશે કોરોનાની રસી આવ્યા બાદ સૌપ્રથમ તે રસી તબીબો હેલ્થ વર્કર તેમજ આંગણવાડી સાથે સંકળાયેલ બહેનોને આપવામાં આવશે. આ મામલે તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના પણ કરી દેવામાં આવી છે. વહેલી તકે રસીકરણ અને તેને સંલગ્ન કામગીરી માટે વધુમાં વધુ લોકોને જોડીને ટીમ બનાવવા સૂચના આપવામાં આવી છે.

આ ફોર્સની કામગીરી વેક્સિનેશન કરી શકે તેવી અલાયદી સિસ્ટમ ઉભી કરવાની છે. જેથી સામાન્ય દિવસોમાં જે રસીકરણ થાય છે. તેમાં કોઇ દખલ ન થાય આ માટે ખાસ પ્રકારની કો-વિન એપ્લીકેશન બનાવાઈ છે. જેમાં રસીના લાભાર્થીઓની ડેટાએન્ટ્રી કરાશે તેમજ રીયલ ટાઈમ મોનીટરીંગ કરાશે. ઉપરાંત વેક્સિન લોજિસ્ટિક્સ તેમજ કોલ્ડ ચેઈન નક્કી કરવી જેવી અનેક કામગીરી કરવાની રહેશે.
આ ફોર્સની કામગીરી વેક્સિનેશન કરી શકે તેવી અલાયદી સિસ્ટમ ઉભી કરવાની છે. જેથી સામાન્ય દિવસોમાં જે રસીકરણ થાય છે. તેમાં કોઇ દખલ ન થાય આ માટે ખાસ પ્રકારની કો-વિન એપ્લીકેશન બનાવાઈ છે. જેમાં રસીના લાભાર્થીઓની ડેટાએન્ટ્રી કરાશે તેમજ રીયલ ટાઈમ મોનીટરીંગ કરાશે. ઉપરાંત વેક્સિન લોજિસ્ટિક્સ તેમજ કોલ્ડ ચેઈન નક્કી કરવી જેવી અનેક કામગીરી કરવાની રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…