મેક ઇન ઇન્ડિયા/ ટેકનોલોજીથી સજ્જ ગ્રીન શેડ નેટ મશીન, હવે વિદેશમાં પણ કરાય છે એક્સપોર્ટ

ભારતમાં ગ્રીન શેડ નેટ બનાવવાના મશીનો વિદેશમાંથી આયાત કરવામાં આવતા હતા.ત્યારે હવે વલસાડના  એક નાનકડા ગામમાં બે સરદારજી બંધુઓની કંપનીએ વિદેશની ટેકનોલોજીને પણ ટક્કર આપે તેવી ટેકનોલોજી થી સજ્જ  ગ્રીન શેડ નેટ  મશીન બનાવ્યું  છે.

Gujarat Others
ગ્રીન શેડ નેટ

વલસાડના ધમડાચી માં આવેલી એક નાની કંપની દ્વારા વિદેશી કંપનીઓને પણ ટક્કર આપે તેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ ગ્રીન શેડ  નેટ બનાવવાનું મશીન બનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમા. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલું મશીન અત્યાર સુધી દેશભરમાં સપ્લાય થતું હતું.પરંતુ  ડિમાન્ડ વધતાં હવે કંપની દ્વારા આ મશીનને વિદેશમાં પણ એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે.અત્યાર સુધી ભારતમાં ગ્રીન શેડ નેટ બનાવવાના મશીનો વિદેશમાંથી આયાત કરવામાં આવતા હતા.ત્યારે હવે વલસાડના  એક નાનકડા ગામમાં બે સરદારજી બંધુઓની કંપનીએ વિદેશની ટેકનોલોજીને પણ ટક્કર આપે તેવી ટેકનોલોજી થી સજ્જ  ગ્રીન શેડ નેટ  મશીન બનાવ્યું  છે. જેનો હવે દેશ સહિત વિશ્વમાં પણ ડંકો વાગી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશ ને  તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા ના આશય સાથે આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે..આ. અભિયાનથી પ્રેરિત થઈ અને દેશ ની અનેક નાની મોટી કંપનીઓ હવે વિદેશ ની ટેકનોલોજી ને પણ ટક્કર આપે તેવી શોધ કરી અને દેશને આત્મનિર્ભર બનાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ અભિયાન અંતર્ગત વલસાડના એક નાનકડા ગામમાં ચાલતી એક નાની કંપની દ્વારા વિદેશી ટેકનોલોજી ને ટક્કર આપે તેવું ગ્રીન શેડ નેટ મશીન બનાવવામાં આવ્યું છે.. જેની અત્યાર સુધી દેશમાં માંગ હતી.પરંતુ હવે વિદેશી કંપનીઓ દ્વારા બનાવવામાં આવતા આવા મશીનો ની સરખામણી માં અનેક રીતે આધુનિક અને મજબૂત   હોવાથી વિદેશમાં પણ તેની માંગ વધી રહી છે.

આથી  હવે આ કંપની દ્વારા વિદેશમાં પણ આ મશીનનો સપ્લાય કરવામાં આવી રહ્યા છે.વલસાડ ના   ધમડાયી ગામમાં આવેલું સત્યા ગ્રૂપ જે ગ્રીન શેડ મશીનનું નિર્માણ કરે છે, સત્યાગ્રૂપના માલિક સરદાર બંધુઓ સરદાર રણજીત સિંગ અને દિલબાગ સિંગ જેમણે વર્ષોની મહેનત બાદ આવા જ મશીનો પર કામ કરીને પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી, તેમના વર્ષો ના  અનુભવ પછી વર્ષ 2012 માં, સત્યા ગ્રૂપ દ્વારા આ  મશીનો જાતે બનાવવાનું વિચાર્યું અને મશીનો બનાવવા નું  શરૂ કર્યું, તેમનું પહેલું મશીન આઠ મહિના પછી તૈયાર થયું તે પછી ધીમે – ધીમે તેની પ્રોડક્ટમાં સુધારો કરતા હવે સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી થી સજ્જ  એક મહિના માં એક મશીન તૈયાર કરે છે. અને દેશના વિવિધ રાજ્યોમાં તેનો સપ્લાય કરે છે.જોકે હવે વિદેશમાં પણ આ મશીનની માંગ વધી છે. અત્યાર સુધી તેઓએ સૌપ્રથમ પોલેન્ડમાં મશીન એક્સપોર્ટ કર્યું હતું. અને હવે કુવેત માં એક સાથે બે મશીનને એક્સપોર્ટ કરી રહ્યા છે.આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમા  મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અંતર્ગત બનાવવામાં આવેલા આ મશીન સફળ થતા  સરદાર બંધુઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે હવે દેશમાં ગ્રીન શેડ નેટ ની ડિમાન્ડ વધી રહી છે..આ ગ્રીન નેટનો હવે ખેતીવાડી સાથે અન્ય ઘરેલું કામ માં પણ ઉપયોગ વધી રહ્યો છે.આથી આ ગ્રીન નેટ બનાવવા ના મશીનો ની માંગ વધી રહી છે..આ મશીન બનાવનાર સરદાર બંધુઓ ના જણાવ્યા મુજબ અત્યારે દેશભરમાં આવા 500 થી વધુ મશીનો ચાલી રહ્યા છે.. જોકે અત્યાર સુધી આવા મશીનનો … તાઈવાન અને જર્મનીમાંથી  ઓઇલ કેમ ટેક્નોલોજીવાળા  દેશમાં  આયાત કરવામાં આવતા હતા.પરંતુ તેની  કિંમત રૂપિયા  2.5 કરોડ થી 3 કરોડ રૂપિયા સુધી ની હતી.જોકે હવે આ સત્યા ગ્રુપ દ્વારા બનાવવા માં આવેલ આ મશીન ની  કિંમત જર્મનીના મશીનની કિંમતના માત્ર 15 % જેટલી જ છે.આથી આ મશીન અનેક રીતે વિદેશી મશીનો ની સરખામણીમાં આધુનિક અને ફાયદાકારક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી વિદેશી ટેકનોલોજીનો મોહ હતો.આથી નવા આધુનિક ટેકનોલોજીથી સજ્જ મશીનો ઊંચી કિંમતે  વિદેશોથી જ આયાત કરવામાં આવી રહ્યા હતા..અને વિદેશી ટેકનોલોજી ની દેશમાં મોનોપોલી હતી. જોકે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમા.મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશની સ્વદેશી ટેકનોલોજી  પણ વિદેશી ટેકનોલોજી ને ટક્કર આપી રહી છે. એવા સમયે વિદેશી ટેકનોલોજીનો મોહ છોડી અને ભારત સ્વદેશી ટેકનોલોજી થકી આત્મનિર્ભર બની રહ્યું છે.આથી સ્વદેશી કંપનીઓ નો દબદબો વધી રહ્યો છે.

આ પણ વાંચો: શું પેટ્રોલ-ડીઝલ થશે સસ્તાં?, PM મોદીએ આપ્યો આવો આદેશ