ગુજરાત/ કોવિડ પોઝિટિવ થયેલા પાટડીનાં શિક્ષક નિવૃત્તિ બાદ પણ શાળામાં વૃક્ષો ઉછેરવા નિયમીત આવે છે

કોરોનાનાં કારણે તમામ શાળાઓ બંધ હાલતમાં છે અને કોવિડ પોઝિટિવ થયા બાદ સ્વસ્થ બનેલા પાટડીનાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત શિક્ષક શાળામાં વૃક્ષો ઉછેરવામાં સમય ગાળે છે.

Gujarat Others
1 18 કોવિડ પોઝિટિવ થયેલા પાટડીનાં શિક્ષક નિવૃત્તિ બાદ પણ શાળામાં વૃક્ષો ઉછેરવા નિયમીત આવે છે

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

કોરોનાનાં કારણે તમામ શાળાઓ બંધ હાલતમાં છે અને કોવિડ પોઝિટિવ થયા બાદ સ્વસ્થ બનેલા પાટડીનાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત શિક્ષક શાળામાં વૃક્ષો ઉછેરવામાં સમય ગાળે છે. આ નિવૃત્ત શિક્ષકની અથાગ મહેનતનાં કારણે સ્કૂલનાં ફરતે હવા સાથે વાતો કરતા 150 થી વધુ વૃક્ષો લહેરાઇ રહ્યાં છે.

1 20 કોવિડ પોઝિટિવ થયેલા પાટડીનાં શિક્ષક નિવૃત્તિ બાદ પણ શાળામાં વૃક્ષો ઉછેરવા નિયમીત આવે છે

હત્યા: દ્વારકામાં પિતા પુત્ર સહિત ચાર ઈસમોએ મળીને યુવાનની કરી હત્યા, પોલીસે તમામની કરી ધરપકડ

કોરોનાની વૈશ્વીક મહામારીનાં કારણે દેશની તમામ શાળા કોલેજો બંધ છે, ત્યારે આ વાત પાટડીનાં ‘નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિ’નું જીવન ગાળતા એક રાષ્ટ્રપતિએવોર્ડ વિજેતા શિક્ષકની છે. પાટડી રઘુવિરસિંહજી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષદભાઇ જોશી બે વર્ષ અગાઉ વયમર્યાદાનાં કારણે નિવૃત થયા હતા. શાળામાં જ વિવિધ દુર્લભ વનસ્પતિ અને જડીબુટ્ટીઓનો ઓષધીય બગીચો બનાવનારા શિક્ષક હર્ષદભાઇ જોશીને અત્યાર સુધીમાં આઇઆઇએમ સહિત ઢગલાબંધ એવોર્ડની હારમાળા સાથે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો અેવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. થોડા દિવસ અગાઉ પાટડીનાં નિવૃત શિક્ષક હર્ષદભાઇ જોશીને કોવિડ પોઝીટીવ આવ્યો હતો. થોડા દિવસ બાદ કોરોનાને હરાવીને સ્વસ્થ બનેલા આ શિક્ષક હર્ષદભાઇ જોશી નિવૃત થયા બાદ પણ વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠીને સ્કુલે પહોંચી જાય છે. અને એમનો નિવૃતિનો સમય “છોડમાં રણછોડ” સૂત્રને સાર્થક કરી વૃક્ષો ઉછેરવામાં જ ગાળે છે. એમણે અત્યાર સુધીમાં શાળાનાં પ્રાંગણમાં અને શાળાનાં ફરતે 150થી વધુ વૃક્ષો વાવીને એમનું જીવની જેમ જતન કરીને ઉછેર કર્યો છે. આજે પાટડી ખારાઘોડા રોડ પર આવેલી આ શાળાના ફરતે ચારેય બાજુ વૃક્ષોની હારમાળાની શાળાના રૂમમાં બહાર કરતા તાપમાન 2 ડીગ્રી જેટલું ઓછું નોંધાયેલું છે.

1 19 કોવિડ પોઝિટિવ થયેલા પાટડીનાં શિક્ષક નિવૃત્તિ બાદ પણ શાળામાં વૃક્ષો ઉછેરવા નિયમીત આવે છે

અક્સ્માત: કારને ટ્રક ચાલક ટક્કર મારી ફરાર થઈ જતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું

આ શાળાની યાદો નિવૃતિ બાદ પણ મારા જીવનમાં વણાયેલી હોવાથી આજેય શાળા પરિવાર મારા જીવનનો અભિન્ન અંગ બની ગઇ છે. આજેય હું વહેલી સવારે ઉઠીને શાળાએ પહોંચી જઇ વૃક્ષોનું જતન કરી આખો દિવસ શાળામાં સેવાકીય કાર્યોમાં જ વિતાવું છુ. થોડા સમય અગાઉ કોવિડ પોઝીટીવ આવ્યા બાદ સારવારના અંતે રજા મળ્યાં બાદ કોવિડની ઘાતક લહેરમાં ઓક્સિજનની મહત્તા લોકોને સમજાવવાની સાથે હું ફરી વૃક્ષો ઉછેરવામાં જોતરાઇ ગયો છુ.

kalmukho str 28 કોવિડ પોઝિટિવ થયેલા પાટડીનાં શિક્ષક નિવૃત્તિ બાદ પણ શાળામાં વૃક્ષો ઉછેરવા નિયમીત આવે છે