GCA Decision/ રાજ્યની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરોને મળશે પેન્શન, GCAએ મંજૂર કરી પેન્શન યોજના

ગુજરાત ક્રિકેટ એસોસિએશને (GCA)દરેક ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરોને પેન્શનની દરખાસ્ત સ્વીકારતા મોટી ભેટ આપી છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 25T163435.259 રાજ્યની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરોને મળશે પેન્શન, GCAએ મંજૂર કરી પેન્શન યોજના

ગુજરાત ક્રિકેટ એસોસિએશને (GCA)દરેક ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરોની મોટી ભેટ આપી છે. GCA એ રાજ્યની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરો માટે ફ્રી સ્કીમ શરૂ કરી છે. GCAના સંચાલકો અને સમિતિના સભ્યો દ્વારા આ અંગેની દરખાસ્ત એજીએમમાં ​​સ્વીકારવામાં આવી હતી. તેના અનુસંધાને, જીસીએ એપ્રિલ 2024 થી બીસીસીઆઈના માપદંડો અનુસાર ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરોને 3,500 રૂપિયાનું પેન્શન આપવાનું શરૂ કર્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન તમામ ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરોને પેન્શન યોજનાને લઈને અભિનંદન પાઠવ્યા છે.

ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની 87મા વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહ અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ ધનરાજ નથવાણીના નેતૃત્વ હેઠળ સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી અનીલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જીસીએની વાર્ષિક સાધારણ સભામાં જિલ્લા ક્રિકેટ એસોસિયેશનનો વિકાસ કરવાને લઈને પણ ચર્ચા કરાઈ હતી. તેમજ રાજ્યના ખેલાડીઓને લઈને મહત્વના નિર્ણયો લેવાયા હતા. જે અંતર્ગત ક્રિકેટ એકેડમીમાં ફરજ બજાવતા કોચના પગાર વધારવાના નિર્ણયથી લઈને ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરોને પેન્શન આપવાને લઈને ચર્ચા કરાઈ હતી. આ ચર્ચામાં ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરોને પેન્શન યોજનાની દરખાસ્ત હાલમાં સ્વીકારવામાં આવતા મહિલા ક્રિકેટરોમાં ખુશી જોવા મળી. આજે મહિલા ક્રિકેટનું મહત્વ વધ્યું છે. ત્યારે રાજ્યમાં ભૂતકાળના સમયમાં મહિલા ક્રિકેટમાં પાયો નાખનાર મહિલા ક્રિકેટરોના યોગદાનને યાદ કરી તેમને પેન્શન આપવાની દરખાસ્ત મંજૂર કરાઈ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ