Not Set/ GTUદ્વારા વર્તમાન પરિસ્થિતિમાં પરીક્ષા નહીં યોજાય, હાલત સુધારા બાદ તારીખો થશે જાહેર

કોરોનાના કપરા કાળમાં સૌથી વધારે મુશ્કેલી શિક્ષણ જગતને થઈ રહી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ થી લઇ અને કોલેજો તથા યુનિવર્સિટીઓનાની પરીક્ષા લેવી કે નહીં તે મુદ્દે સરકાર સહિત શિક્ષણવિદો પણ ચિંતામાં મુકાયા છે.

Top Stories Gujarat Others
abhay bhardvaj 13 GTUદ્વારા વર્તમાન પરિસ્થિતિમાં પરીક્ષા નહીં યોજાય, હાલત સુધારા બાદ તારીખો થશે જાહેર

કોરોનાના કપરા કાળમાં સૌથી વધારે મુશ્કેલી શિક્ષણ જગતને થઈ રહી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ થી લઇ અને કોલેજો તથા યુનિવર્સિટીઓનાની પરીક્ષા લેવી કે નહીં તે મુદ્દે સરકાર સહિત શિક્ષણવિદો પણ ચિંતામાં મુકાયા છે. હવે યુનિવર્સિટીની શિયાળુ સત્રની પરીક્ષા ઓનલાઈન કે ઓફલાઈન તે મુદ્દા પર પણ મૂંઝવણ જોવામાં આવી રહી હતી. જેની વચ્ચે ટેકનિકલ કોલેજોના એસોસિયેશન દ્વારા વાઇસ ચાન્સલરને પત્ર લખીને જીટીયુની પરીક્ષા ઓફલાઈનના બદલે ઓનલાઇન લેવા માટેની માંગ કરવામાં આવી હતી. જેથી 10 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી જીટીયુની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

કોરોનાના કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વર્તમાન પરિસ્થિતિની વચ્ચે પરીક્ષા લેવી એ જોખમ ભરેલું હોવાના કારણે બેઠકમાં ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.એક વખત પરિસ્થિતિ યથાવત થાય ત્યારબાદ નવી તારીખ જાહેર કરવાની બાંહેધરી જીટીયુ દ્વારા આપવામાં આવી છે.આગામી ૩ ડિસેમ્બર થી નવા સત્રનો અભ્યાસક્રમ શરૂ કરી દેવામાં આવશે તેવું પણ જીટીયુ દ્વારા તંત્રને જણાવવામાં આવ્યું છે જોકે હાલના તબક્કે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

જુટીયુની અને અનુસ્નાતક કક્ષાની તમામ પરીક્ષાઓ 10 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી હતી જીટીયુમાં અનેક વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવા અથવા ઓનલાઈન યોજવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જેથી યુનિવર્સિટીઓ પરીક્ષા પાછી ઠેલવા માટે તૈયાર થઈ છે.

હવે ઓનલાઇન લેવામાં આવી શકે છે. હાલ પરીક્ષાનું આયોજન કોઈપણ રીતે શક્ય નથી, આ માટે ટેકનિકલ કોલેજ એસોસિએશનના વાઇસ ચાન્સલરને પત્ર લખીને જીટીયુની પરીક્ષા ઓનલાઈન યોજના માટે અગાઉ અપીલ કરી હતી જેના કારણે આ નિર્ણય લેવાયો છે.