Not Set/ તાઉ તે વાવાઝોડાથી ગુજરાતમાં થયું વ્યાપક નુકશાન, સર્વેમાં સામે આવ્યું 11, 346 કરોડનું નુકશાન

ગુજરાતમાં તાઉતે વાવાઝોડાના કારણે વ્યાપક નુક્સાન થયું છે. રાજ્યસરકાર દ્વારા હાથ ધરાયેલાં સર્વેમાં રૂ. 11 હજાર 346 કરોડનું નુક્સાન થયું હોવાનું તારણ બહાર આવ્યું છે.

Gujarat Others
A 142 તાઉ તે વાવાઝોડાથી ગુજરાતમાં થયું વ્યાપક નુકશાન, સર્વેમાં સામે આવ્યું 11, 346 કરોડનું નુકશાન

ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાના કારણે વ્યાપક નુક્સાન થયું છે. રાજ્યસરકાર દ્વારા હાથ ધરાયેલાં સર્વેમાં રૂ. 11 હજાર 346 કરોડનું નુક્સાન થયું હોવાનું તારણ બહાર આવ્યું છે. જેની સામે કેન્દ્રસરકાર સમક્ષ 10 હજાર 336 કરોડની સહાય આપવા ગુજરાત સરકારે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે.

તાઉ તે વાવાઝોડાએ ગુજરાતમાં વ્યાપક વિનાશ વેર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે વાવાઝોડાની વિદાય બાદ વહીવટીતંત્ર પાસે કરાવેલાં સર્વેના અહેવાલમાં 11 હજાર 346 કરોડનું નુક્સાન થયું છે. આ અંગે રાજ્યસરકારે કેન્દ્રસરકારને આવેદનપત્ર પાઠવી રૂ.10 હજાર  336 કરોડની સહાય આપવા રજૂઆત કરી છે. ગુજરાતસરકારે કેન્દ્રને આપેલાં આવેદનપત્રમાં વિવિધ સેક્ટરોમાં થયેલાં નુક્સાનની આંકડાકીય માહિતી પણ આપવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધુ નુક્સાન કૃષિ સેક્ટરને અંદાજે 4 હજાર કરોડ થયું છે.

કયા સેક્ટરને કેટલુ નુક્સાન

સેક્ટર                              –   નુક્સાનનો અંદાજ (રૂ. કરોડમાં )

-કૃષિ                                  –            4,000

-ઉર્જા-પેટ્રોલિયમ               –            2,490

-ઉદ્યોગ-ખાણ                    –             2,178

-પંચાયત-ગૃહનિર્માણ         –             422

-પાણી-પુરવઠો                   –              301

-માર્ગ-મકાન                       –               236

-ગુજરાત મેરીટાઇમ બોર્ડ   –         1,243

–   વન                                –           155

–  શહેરીવિકાસ                  –            69

–   શિક્ષણ                          –             47

આ ઉપરાંત સિંચાઇ, આરોગ્ય, પશુપાલન, મહિલા અને બાળિકાસ, અન્ન-નાગરિક પુરવઠો, નાગરિક ઉડ્ડયન,એસટી નિગમ, સામાજિકન્યાય અને અધિકારીતા, પ્રવાસન અને કુટિર અને ગ્રામીણ વિભાગને પણ કુલ અંદાજે 41 કરોડનું નુક્સાન થયું હોવાનું દર્શાવાયું છે.  રાજ્યમાં 33 જિલ્લા પૈકી 11 જિલ્લા વધુ પ્રભાવિત થયા હતા. જેમાં અમરેલી-ગીર-સોમનાથ અને ભાવનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાની વિદાય બાદ તુરત જ પ્રભાવિત જિલ્લાના હવાઇ નિરીક્ષણ કરીને રૂ.1 હજાર કરોડની સહાય જાહેર કરી છે. હવે નુક્સાન અંગે રાજ્યસરકારે પાઠવેલાં આવેદનપત્રમાં દર્શાવેલાં વિસ્તૃત નુક્સાનના અહેવાલ બાદ કેન્દ્ર ગુજરાતને કેટલી સહાય આપશે? જોવાનુ રહેશે.