ગાંધીનગર/ ઈન્ડિયન સેનિટેશન લીગના 70 ટોચના શહેરોને સન્માનિત કરાયા

ટેક એક્ઝિબિશનમાં લગભગ 35 ટેક્નોલોજી પ્રદાતાઓએ રિસાયક્લિંગ, તમામ પ્રકારના સૂકા કચરાનું અપસાયક્લિંગ, રિમેડિયેશન ટેક્નોલોજી, IT એનેબલ એપ્લિકેશન્સ, વપરાયેલા પાણીના વ્યવસ્થાપનની તકનીકો, વેસ્ટ પ્રોસેસ કરવા માટે પોર્ટેબલ એકમો વગેરેના વિવિધ ઉત્પાદનો અને ઉકેલોનું નિદર્શન કર્યું. 

Ahmedabad Gujarat
Untitled 3 2 ઈન્ડિયન સેનિટેશન લીગના 70 ટોચના શહેરોને સન્માનિત કરાયા

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા 15 દિવસ ચાલનારા સ્વચ્છ અમૃત મહોત્સવના ભાગરૂપે 29મી અને 30મી સપ્ટેમ્બર 2022ના રોજ 2-દિવસીય સ્વચ્છ શહેર સંવાદ અને ટેક એક્ઝિબિશનનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કચરા મુક્ત સ્થિતિને વેગ આપવા માટે પ્રેક્ટિસ અને વ્યૂહરચના તેમજ કાર્ય યોજનાઓ પર વિચારણા કરવામાં આવી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન 29મી સપ્ટેમ્બર 2022ના રોજ કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ કર્યું હતું.

ટેક એક્ઝિબિશનમાં લગભગ 35 ટેક્નોલોજી પ્રદાતાઓએ રિસાયક્લિંગ, તમામ પ્રકારના સૂકા કચરાનું અપસાયક્લિંગ, રિમેડિયેશન ટેક્નોલોજી, IT એનેબલ એપ્લિકેશન્સ, વપરાયેલા પાણીના વ્યવસ્થાપનની તકનીકો, વેસ્ટ પ્રોસેસ કરવા માટે પોર્ટેબલ એકમો વગેરેના વિવિધ ઉત્પાદનો અને ઉકેલોનું નિદર્શન કર્યું.  પ્રતિનિધિઓએ મિશન પર થીમ આધારિત પ્રાયોગિક પ્રદર્શનોની પણ મુલાકાત લીધી જેમાં કચરા મુક્ત શહેરો, શૌચાલય, વપરાયેલ પાણી વ્યવસ્થાપન અંગેની તકનીકો રજૂ કરવામાં આવી હતી. પ્રદર્શનમાં કચરાના વ્યવસ્થાપનના તમામ પાસાઓ પર પ્રાયોગિક સંસાધન માર્ગદર્શિકાઓની વર્ચ્યુઅલ લાઇબ્રેરી પણ દર્શાવવામાં આવી હતી.

Untitled 3 ઈન્ડિયન સેનિટેશન લીગના 70 ટોચના શહેરોને સન્માનિત કરાયા

સંવાદ દરમિયાન MoHUA દ્વારા હોમ કમ્પોસ્ટિંગ, ઓર્ગેનિક વેસ્ટ મેનેજમેન્ટ, લેગસી ડમ્પસાઈટ રિમેડિયેશન અને નાના અને મધ્યમ શહેરોમાં વપરાયેલ પાણી વ્યવસ્થાપન અંગે વિવિધ ઉત્પાદનો અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. વર્કશોપ અને પ્રદર્શનોએ સ્થાનિક શહેરી સંસ્થાઓને અને ખાસ કરીને નાના અને મધ્યમ નગરોના લોકોને, સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપન માટે ઉપલબ્ધ વિવિધ તકનીકી વિકલ્પો તેમજ અન્ય શહેરોમાં તેમના સમકક્ષો તેમજ વ્યવસાય અને ખાનગી ક્ષેત્ર સાથે જોડાવવનાની તકો પૂરી પાડી હતી.

Untitled 4 1 ઈન્ડિયન સેનિટેશન લીગના 70 ટોચના શહેરોને સન્માનિત કરાયા

માનનીય રાજ્ય મંત્રી,  કૌશલ કિશોરે, 30મી સપ્ટેમ્બર 2022 ના રોજ સમાપન સત્રની અધ્યક્ષતા કરી હતી અને ઈન્ડિયન સ્વચ્છતા લીગ (ISL) ની 8 વિવિધ વસ્તી શ્રેણીઓમાંથી પસંદ કરાયેલા ટોચના 70 શહેરોને સન્માનિત કર્યા હતા. ISLએ સ્વચ્છ અમૃત મહોત્સવના ભાગ રૂપે 17મી સપ્ટેમ્બરના રોજ આયોજિત તેના પ્રકારની પ્રથમ પહેલ છે જેમાં 1850+ શહેરો અને 5 લાખથી વધુ યુવા સ્વયંસેવકો સાથે અભૂતપૂર્વ સહભાગિતા જોવા મળી. દરેક શહેર દ્વારા સર્જનાત્મક અને આકર્ષક અભિયાનો દર્શાવવામાં આવ્યા. એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કૉલેજ ઑફ ઇન્ડિયાના સમર્થન સાથે સખત અને પડકારજનક સ્ક્રિનિંગ અને મૂલ્યાંકન પ્રક્રિયા બાદ  ટોચના 70 શહેરો (‘દસ લાખથી નીચે’ વસ્તીની શ્રેણીમાં 31 શહેરો, મિલિયન પ્લસ કેટેગરીમાં A8 અને બાકીના 31 શહેરો ખાસ ઉલ્લેખ તરીકે ‘) શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.

તેમના સંબોધન દરમિયાન કૌશલ કિશોરે જણાવ્યું કે સ્વચ્છ ભારત માટેનું આકર્ષણ વધી રહ્યું છે તે આનંદની વાત છે, નાગરિકો સ્વયં સ્વચ્છ ભારત બનાવવાની જવાબદારી સંભાળી રહ્યા છે. ISL અને અન્ય પ્રયાસોએ શહેરી સ્થાનિક સંસ્થાઓ અને રાજ્યો વચ્ચે વ્યવસ્થિત રીતે કચરાના વ્યવસ્થાપનમાં સુધારો કરવા માટે એક ગતિ ઊભી કરી છે. તેમણે પુરસ્કાર મેળવનારા શહેરોને તેમના પ્રયાસોનો વ્યાપકપણે પ્રચાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચો:કોંગ્રેસમાં બે જગ્યાએ ભડકો, ગુજરાત કોંગ્રેસના નેતા ચેતન રાવલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

આ પણ વાંચો:નરોડામાં રખડતાં પશુએ યુવકને ગંભીર રીતે કર્યો ઘાયલ, મગજમાં થયું હેમરેજ

આ પણ વાંચો:વલસાડમાં શેમ્પુ અને પરફ્યુમ ભરેલા કન્ટેનરમાં લાગી ભીષણ આગ, લોકોએ પરફ્યુમની બોટલો લૂંટી