Not Set/ ‘પતિ પત્ની ઓર વો’નું ચક્કર, મોડેલે અઢી લાખ આપી બોયફ્રેન્ડની પત્નીનું કરાવ્યું મર્ડર

દિલ્લીની એક મોડેલે પોતાનાં બોયફ્રેન્ડ સાથે મળીને એની પત્નીની હત્યા કરાવી દીધી. પોલીસે એમની ધરપકડ કરી લીધી છે. આ મોડેલ 26 વર્ષની છે અને એનું નામ એન્જલ ગુપ્તા છે. આખી ઘટના એમ છે કે એન્જલ ગુપ્તા અને મનજીત શેરાવત બંને એકબીજાનાં પ્રેમમાં હતા પરંતુ મનજીત મેરીડ હતો એની પત્ની સુનીતા સરકારી સ્કુલમાં ટીચર હતી. આ […]

Top Stories India
angle ‘પતિ પત્ની ઓર વો’નું ચક્કર, મોડેલે અઢી લાખ આપી બોયફ્રેન્ડની પત્નીનું કરાવ્યું મર્ડર

દિલ્લીની એક મોડેલે પોતાનાં બોયફ્રેન્ડ સાથે મળીને એની પત્નીની હત્યા કરાવી દીધી. પોલીસે એમની ધરપકડ કરી લીધી છે. આ મોડેલ 26 વર્ષની છે અને એનું નામ એન્જલ ગુપ્તા છે.

આખી ઘટના એમ છે કે એન્જલ ગુપ્તા અને મનજીત શેરાવત બંને એકબીજાનાં પ્રેમમાં હતા પરંતુ મનજીત મેરીડ હતો એની પત્ની સુનીતા સરકારી સ્કુલમાં ટીચર હતી. આ બંને સુનીતાને પોતાનાં રસ્તામાંથી હટાવા માંગતા હતા. એન્જલ ગુપ્તાનો આ પ્રેમી 38 વર્ષનો છે.

quint hindi2F2018 112Ffa0fca8b b656 4814 963a 09c25fe95ae12FDelhi Bawana Murder Case Angel Gupta ‘પતિ પત્ની ઓર વો’નું ચક્કર, મોડેલે અઢી લાખ આપી બોયફ્રેન્ડની પત્નીનું કરાવ્યું મર્ડર
Extra-marital Affair : Model paid ₹2.5 lakh to murder boyfriend’s wife in Delhi

એન્જલ અને મનજીતે સુનીતાનું મર્ડર કરવા માટે બે લોકોને પૈસા આપીને ડીલ કરી હતી. 10 લાખ રૂપિયા આપીને આ ડીલ થઇ હતી જેમાં એમણે 2.5 લાખ રૂપિયાનાં બે ઇન્સ્ટોલમેન્ટ ચૂકવી દીધા હતા. સુનીતાને પોતાનાં પતિ અને અને એન્જલ વિશેના આ અફેરની જાણ હતી. સુનીતા પોતાની લાગણીઓને એક બુકમાં લખતી હતી અને એને ઘણીવાર પોતાનાં પતિના આ અફેર વિષે લખ્યું હતું.

પતિ પત્ની ઓર વો નાં ચક્કરમાં સુનીતાનું મર્ડર કરાવવામાં આવ્યું. સુનીતાના પરિવારના સભ્યોને પણ મનજીતનાં આ અફેરની વાત ખબર હતી. સુનીતા અને મનજીતનાં સંતાનો પણ છે તેમ છતાં મનજીતનું અફેર એન્જલ નામની મોડેલ સાથે હતું.

મનજીત સુનીતાને મારી નાખવાની ધમકી પણ આપતો હતો કે જો એ એને ડિવોર્સ આપવાની વાત કરશે તો એ એને મારી નાખશે.