Election/ અમદાવાદનાં વસ્ત્રાલ અને ચાંદખેડામાં ભારે હોબાળો, ક્યાંક નામ ગાયબ તો ક્યાંક EVM માં ગડબડી

મનપાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે અમદાવાદનાં ચાંદખેડા અને વસ્ત્રાલમાં ભારે હોબાળો થયો હોવાનું સામે આવી રહ્યુ છે.

Ahmedabad Gujarat
અલ્પેશ 1 અમદાવાદનાં વસ્ત્રાલ અને ચાંદખેડામાં ભારે હોબાળો, ક્યાંક નામ ગાયબ તો ક્યાંક EVM માં ગડબડી

મનપાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે અમદાવાદનાં ચાંદખેડા અને વસ્ત્રાલમાં ભારે હોબાળો થયો હોવાનું સામે આવી રહ્યુ છે. ચાંદખેડા વોર્ડની વાત કરીએ તો અહી મતદાતાઓ દ્વારા ભારે હોબાળો કરવામાં આવી રહ્યો છેે. જણાવી દઇએ કે, પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે બૂથમાં હોબાળો થયો છે. વળી વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી યુનાઇટેડ સ્કૂલમાં EVM માં ગડબડી હોવાનો આક્ષેપ થયો છે. કોંગ્રેસનાં વસ્ત્રાલ વોર્ડનાં ઉમેદવારે આ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે 2 નંબરનું બટન ન દબાતું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

Election / અલ્પેશ ઠાકોરે કર્યો મતાધિકારનો ઉપયોગ, કહ્યુ-તમામ મનપામાં થશે ભાજપનો કબ્જો

ચાંદખેડા વોર્ડમાં મતદારનું નામ ગાયબ થવાથી આ હોબાળો મચ્યો છે. જણાવી દઇએ કે, સંજયભાઈ નામનાં શખ્શનું નામ મતતદાન યાદીમાંથી જ ગાયબ થઇ ગયુ હોવાનુ સામે આવ્યુ છે. જ્યારે બીજી તરફ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી યુનાઇટેડ સ્કૂલમાં EVM માં ગડબડી થઇ હોવાનો આક્ષેપ થયો છે. અહી બટન ન દબાતું હોવાની પ્રીસાઈડિંગ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે પ્રીસાઈડિંગ ઓફિસર દ્વારા મતદારની હાજરીમાં EVM મશીન ચેક કરતા બટન ન દબાતું હોવાનું સામે આવ્યું છે. જોકે, ફરિયાદ લીધા બાદ ટેક્નિકલ ખામીના કારણે EVM મશીન બદલવામાં આવ્યું હતું.

Gujarat / મહામૂલા મતદારો જેમણે મતદાન કરી ખરા અર્થમાં જાગૃત નાગરિકની ફરજ બજાવી

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ