Across gujarat/ રાજ્યમાં 2.38 કરોડનું નકલી દૂધ પકડાયું

34 ટન નકલી ઘી ઝડપી લેવામાં આવ્યું

Top Stories Gujarat
White Minimalist And Natural Travel YouTube Thumbnail 3 રાજ્યમાં 2.38 કરોડનું નકલી દૂધ પકડાયું

Gujarat News : દૂધ વિક્રેતાઓ હવે દઊધનો પુરવઠો વધારવા માટે માલ્ટોડેકિસ્ટ્રન પાવડર, ગ્લુકોઝ અને મિલ્ક પાવડર ભેળવીને લોકોના આરોગ્ય સાથે રમત રમી રહ્યા છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા એકઠા કરાયેલા મનૂનાઓમાં છેલ્લા 10 મહિનામાં 34,498 કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી તથા 1,07,122 ક્લોગ્રામ ભેળસેળયુક્ત દૂધ અને તેની બનાવટો જપ્ત કરવામાં આવી હતી.

તપાસમાં દૂધનો પુરવઠો ગુજરાતના વિવિધ સ્થળોએથી દૂધ વિક્રેતાઓ દ્વારા એકઠો કરાતો પુરવઢો દૂધની બનાવટો અને મિઠાઈઓ બનાવવા માટે તેનો સપ્લાય અને ઉપયોગ કરતા હતા. આ વેપારીઓ માલ્ટોડેકિસ્ટ્રન પાવડર, મિલ્ક પાવડર અને ગ્લુકોઝ ભેળવીને લોકોને દૂધ વેચતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

એફડસીએના કમિશનર ડો.એચજી કોશિયાનું કહેવું છે કે તેમની ટીમો ભેળસેળયુક્ત દૂધ અને તેની બનાવટોમાંથી ગેરકાયદે પ્રવૃતિ કરતા ચોરોને પકડવા સક્રિય છે. જેમાં 2.38 કરોડનું દૂધ અને દૂધની બનાવટો કબજે કરવામાં આવી છે.તે સિવાય 1.68 કરોડનું ઘી પણ જપ્ત કરાયું છે.

તે સિવાય 3.41 કરોડના મસાલા, 9.64 લાખની કિંમતનું ભારતીય ભોજન, 43 લાખનું રસોઈ તેલ પણ વિભાગે જપ્ત કર્યું છે. તેમની ટીમો નિયમિત અને સરપ્રાઈઝ ચેકિંગ કરતી હતી ત્યારે આ ગોરખધંધો ઝડપાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારે જનઆક્રોશ પછી DGVCLનો નિર્ણયઃ પહેલા સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લાગશે

આ પણ વાંચો:‘બે મહિનાનું 2,500 રૂપિયાનું બિલ, સ્માર્ટ મીટર પછી દસ જ દિવસનું 3 હજાર રૂપિયા બિલ’

આ પણ વાંચો:સ્માર્ટ મીટર, પ્રજા ‘સ્માર્ટ’ નીકળી, તંત્ર સામે જનઆક્રોશ ’45 ડિગ્રી કરતાં પણ ઊંચા તાપમાને’

આ પણ વાંચો:લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી હતા, વરરાજાના પિતા દુલ્હનની માતા સાથે….