Not Set/ નકલી નોટ/ રાજસ્થાનમાંથી સુરત લાવ્યા અને પોલીસે ઝડપી લીધા, પડોશી દેશની સંડોવણી?

સુરત ડુપ્લીકેટ નોટોનો કારોબાર હજુ પણ યથાવત જોવામાં આવી રહ્યો છે. સરકાર ભલે ગમે તેટલી મહેનત કરે અને પ્રજા ગમે તેટલી પીસાય પણ જ્યા સુધી આવા અસામાજીક તત્વોનો ખાતમો કરવામાં નહી આવે ત્યાં સુધી ગમે તેવી નોટબંધી પણ દેશમાં આર્થિક માપદંડ સુધારી શકશે નહિં. જી હા સુરતનાં પુણા પોલીસ દ્વારા ડુપ્લીકેટ નોટો ઝડપી પાડવામાં આવી […]

Top Stories Gujarat Surat
fake notes 759 નકલી નોટ/ રાજસ્થાનમાંથી સુરત લાવ્યા અને પોલીસે ઝડપી લીધા, પડોશી દેશની સંડોવણી?

સુરત ડુપ્લીકેટ નોટોનો કારોબાર હજુ પણ યથાવત જોવામાં આવી રહ્યો છે. સરકાર ભલે ગમે તેટલી મહેનત કરે અને પ્રજા ગમે તેટલી પીસાય પણ જ્યા સુધી આવા અસામાજીક તત્વોનો ખાતમો કરવામાં નહી આવે ત્યાં સુધી ગમે તેવી નોટબંધી પણ દેશમાં આર્થિક માપદંડ સુધારી શકશે નહિં. જી હા સુરતનાં પુણા પોલીસ દ્વારા ડુપ્લીકેટ નોટો ઝડપી પાડવામાં આવી છે. પોલીસ દ્વારા રૂ.3.38 લાખની ડુપ્લીકેટ નોટો ઝડપી પાડવામાં આવી છે. પુણા પોલીસ દ્વારા આ ડુપ્લીકેટ નોટો સાથે બે ઇસમોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે પકડવામાં આવેલી ડુપ્લીકેટ નોટો રાજસ્થાનથી લાવ્યા હોવાનો ખુલાસો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, થોડા દિવસ પૂર્વે જ દક્ષિણ ગુજરાતમાં એક સ્વામી પાસેથી ડુપ્લીકેટ નોટો છાપવાની સામગ્રી સહિત નોટનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્વામી ધર્મની ઓથ નીચે આ ગોરખધંધો કરતો હોવાનું સામે આવ્યું હતું ત્યાર ફરી રાજસ્થાનમાંથી લાવવામાં આવેલી ડુપ્લીકેટ ચલણી નોટ અનેક ષડયંત્ર પર આંગળી ચિંધી રહ્યું છે. કારણ કે, નોટો રાજસ્થાનથી ગુજરાત લાવવામાં આવી હોવાથી ષડયંત્રની શંકા વધારે પ્રબળ બને છે.

પૂર્વે પણ રાજસ્થાન કે વાયા રાજસ્થાન અનેક વાર ડુપ્લીકેટ નોટો, હથિયાર, માદક દ્વવ્યોની હેરાફેરી તેમજ આતંકીઓ ઘુસાડવાની અને ઘુસાડવાની કોશિશની ઘટનાઓ સામે આવી છે. રાજસ્થાનમાં બનતા કે ઝડપાતા આવા મહદ્દ કિસ્સામાં પડોશી દુશ્મન દેશનો હોથ હોવાનું પણ હંમેશા સામે આવતું રહે છે. ત્યારે પોલીસ પકડાયેલી નોટો અને રાજસ્થાન કનેક્શનને તપાસી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.