ગુજરાત/ સુરતમાં નકલી પોલીસ બનીને 1700 રૂપિયા પડાવનાર ઝડપાયો, 50 CCTV ફૂટેજ ચેટ કરી પોલીસે આરોપીને પકડ્યો

સુરતની રાંદેર પોલીસને નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવનારા ઇસમને પકડવામાં મોટી સફળતા મળી છે. રાંદેર પોલીસે આ ઈસમને પકડવા માટે રાંદેર વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર લાગેલા 50 કરતાં વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસીયા હતા અને ત્યારબાદ ફરજ ઉર્ફે સલમાન શેખ નામનો ઈસમ પોલીસના હાથે ઝડપાયો.

Gujarat Surat
નકલી પોલીસ

@અમિત રૂપાપરા 

કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાનું કામ પોલીસનું હોય છે અને પોલીસનું નામ પડતાં જ ગુનેગારો ફફડી ઉઠતા હોય છે. ત્યારે કેટલાક લોકોને પોલીસ બની લોકો પર રોફ જમાવવાનો શોખ હોય છે અને અવારનવાર આવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. કોઈ વ્યક્તિએ નકલી પોલીસ બનીને લોકોને ડરાવી તેમની પાસેથી પૈસા ઉઘરાવ્યા હોય અથવા તો મફતમાં કોઈ હોટલમાં કે લારી પર નાસ્તો કર્યો હોય. ત્યારે સુરત પોલીસને એક નકલી પોલીસ બનીને રોફ જમાવતા ઈસમને પકડવામાં મોટી સફળતા મળી છે. આ ઈસમને પકડવા માટે પોલીસ દ્વારા 50 કરતાં વધારે સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા અને ત્યારબાદ આઈસમ પોલીસના હાથે લાગ્યો.

પોલીસના હાથે પકડાયેલા નકલી પોલીસનું નામ ફરજ ઉર્ફે સલમાન શેખ હોવાનું સામે આવ્યું છે. આરોપીને પકડવા માટે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ રસ્તા ઉપર લાગેલા 50 કરતા પણ વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી અને ત્યારબાદ બાતમીના આધારે રાંદેર પોલીસ દ્વારા નકલી પોલીસ બની લોકો પાસેથી પૈસા પડાવતા ઇસમને પકડવામાં આવ્યો છે.

આરોપી રાંદેરમાં આવેલા મીમ એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો અને આ બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો હતો. પોલીસ દ્વારા ફરજ ઉર્ફે સલમાન શેખ સામે આઇપીસી ની કલમ 170, 384, 506 (2) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી આરોપીની પૂછપરછ શરૂ કરી છે કે આરોપી કેટલા સમયથી નકલી પોલીસ બની લોકો પર રોફ જમાવી પૈસા પડાવતો હતો.

આ પણ વાંચો:સુરતમાં તૈયાર થઈ રહ્યા છે સોના ચાંદી અને ડાયમંડમાંથી બનાવવામાં આવેલા ચોખઠા, જેની ડિમાન્ડ વિદેશમાં પણ

આ પણ વાંચો:પોલીસદળમાં મોટાપાયા પર ફેરફારના સંકેતો, સીએમની સિક્યોરિટી બદલાઈ

આ પણ વાંચો:બોગસ કાગળોથી વિઝા કૌભાંડ આચરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો, 2020માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યો હતો ચીટીંગનો ગુનો

આ પણ વાંચો:હિન્દુ યુવકે મુસ્લિમ યુવતી સાથે કર્યો પ્રેમ, મુસ્લિમ પરિવાર પર યુવતીની હત્યાનો આરોપ, યુવક માગી રહ્યો છે ન્યાય

આ પણ વાંચો:સુરતઃ દુષ્કર્મ કરી યુવતી પાસેથી પૈસા પડાવનાર બેની ધરપકડ