Not Set/ કૂવામાં પડેલા લોકોને બચાવવાની કામગીરી યથાવત, 4 લોકોનાં મોત

મધ્યપ્રદેશનાં વિદિશામાં ગુરુવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. અહીંનાં લાલ પઠાર ગામમાં બાળકને બચાવવા ગયેલા 30 થી વધુ લોકો પણ કૂવામાં પડી ગયા હતા.

Top Stories India
11 332 કૂવામાં પડેલા લોકોને બચાવવાની કામગીરી યથાવત, 4 લોકોનાં મોત

મધ્યપ્રદેશનાં વિદિશામાં ગુરુવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. અહીંનાં લાલ પઠાર ગામમાં બાળકને બચાવવા ગયેલા 30 થી વધુ લોકો પણ કૂવામાં પડી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે મોટી સંખ્યામાં લોકો બાળકને કૂવામાંથી બહાર કાઢવા પહોંચ્યા ત્યારે વજન વધવાના કારણે કૂવો તૂટી ગયો હતો અને ત્યાં હાજર 30 થી વધુ લોકો અંદર પડી ગયા હતા. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, કૂવામાં પડી ગયેલા 4 લોકોનાં મોત થયા છે, જ્યારે રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યુ છે.

નવી આફત / કિમ જોંગ ઉનનાં રાજમાં North Korea માં જનતા ભૂખમરીથી પીડિત, UN પાસે માંગી મદદ

વળી, આ ઘટનાની માહિતી મળ્યા પછી, એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક વહીવટની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. હજી સુધીમાં લગભગ 16 લોકોને કૂવામાંથી બહાર નિકાળવામાં આવ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમના મૃતદેહો બહાર કાઠવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, આ કૂવામાં કેટલાક બાળકો પણ હોવાનુ સામે આવી રહ્યુ છે. બચાવ કામગીરી હજી ચાલુ છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજધાની ભોપાલથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બોલાવવામાં આવી છે.

ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે! / ભાગેડું મેહુલ ચોક્સીએ ભારતીય એજન્સીઓ પર અપહરણનો લગાવ્યો આરોપ

આ ઘટના અંગે મધ્યપ્રદેશનાં મંજ્ઞી વિશ્વાસ સારંગે શુક્રવારે (16 જુલાઈ) સવારે કહ્યું હતું કે, વિદિશાનાં ગંજબાસૌદામાં બચાવની કામગીરી ચાલી રહી છે. 19 લોકોને બચાવવામાં આવ્યા છે. 3 મૃતદેહો બહાર કાઠવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો પણ અહીં બચાવ કામગીરીમાં છે. અહીં જમીન ધસી હોવાની પૂરી સંભાવના છે, તે વારંવાર થઈ રહ્યું છે. કામગીરી પુરી થયા બાદ જ અહી કેટલુ નુકસાન થયુ તેના વિશે સચોટ કહી શકાય. મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે, દરેક મૃતકનાં સગાને 5-5 લાખ રૂપિયાનું વળતર મળશે. વળી, પ્રત્યેક ઇજાગ્રસ્તો માટે  50,000 રૂપિયા વળતરની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઈજાગ્રસ્તોની મફત સારવારની પણ જાહેરાત કરી છે. ગુરુવારે સાંજે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ભોપાલથી રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપીને પણ સ્થળ પર રહેવા સુચના આપવામાં આવી છે.