Not Set/ વડાલી/ ખેડૂતની આત્મહત્યા મુદ્દે ન્યાય ના મળતાં પરિવારજનોની પશુઓ સાથે પોલીસ મથકે ધરણા કરવાની ચીમકી

વડાલીના ખેડૂતે વ્યાજખોરોના ત્રાસથી ત્રણ દિવસ અગાઉ આત્મહત્યા કરી લીધી હતી.  ત્યાર પછી પરિવારજનોએ આરોપીઓને પકડવાની માંગ સાથે આજે રેલી યોજી હતી. પોલીસે સાત આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. ત્રણ દિવસ વીતવા છતાં પરીવારજનોનો લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. સાબરકાંઠા જીલ્લાના વડાલીના યુવાન ખેડુતે વ્યાજના ત્રાસથી ત્રણ દિવસ અગાઉ […]

Gujarat Others
bsk 2 વડાલી/ ખેડૂતની આત્મહત્યા મુદ્દે ન્યાય ના મળતાં પરિવારજનોની પશુઓ સાથે પોલીસ મથકે ધરણા કરવાની ચીમકી

વડાલીના ખેડૂતે વ્યાજખોરોના ત્રાસથી ત્રણ દિવસ અગાઉ આત્મહત્યા કરી લીધી હતી.  ત્યાર પછી પરિવારજનોએ આરોપીઓને પકડવાની માંગ સાથે આજે રેલી યોજી હતી. પોલીસે સાત આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. ત્રણ દિવસ વીતવા છતાં પરીવારજનોનો લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

સાબરકાંઠા જીલ્લાના વડાલીના યુવાન ખેડુતે વ્યાજના ત્રાસથી ત્રણ દિવસ અગાઉ આત્મહત્યા કરી લેવાનો કિસ્સો સામે આવ્યો હતો. વડાલીમાં રહેતા નરેશ પટેલે વડાલીમાં જ રહેતા શખ્શો પાસેથી વ્યાજે રુપીયા લીધા હતા. ખેતી માટે ખર્ચને પહોંચી વળવામાં જરુરી પૈસાની ખેંચમતાણને પહોંચી વળવા માટે થઇને વડાલીના જ શખ્શો પાસે થી વ્યાજે પૈસા લીધા હતા.

ત્યાર પછી પૈસા આપનાર અને તેના સાગરીતોએ થઇને ખેડુત નરેશ પટેલને ધાક ધમકી આપવી શરુ કરી હતી. નરેશ પટેલ અવાર નવારની ધાક ધમકી ને લઇને ને છેલ્લા કેટલાંક દીવસ થી ચિંતામાં હતા. અને  આખરે ધમકીઓ વધતી જવાને લઇને અને પોલીસ કોન્સ્ટેબલ પણ તેના પરીવાર જન ફાયનાન્સર હોવાને લઇને તે પણ ધાકધમકીઓ આપવા લાગ્યો હતો. આ દરમ્યાન આખરે નરેશ પટેલે પોતાના ખેતરમાં જ ત્રણ દિવસ અગાઉ ઝેરી દવા ખાઇ જઇને મોતને વ્હાલુ કરી લીધુ હતુ.

મોત બાદ હવે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે માંગ કરીને આરોપી ઝડપવામાં ના આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વિકાર નહી કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.  ત્યારે  આજે ત્રણ દિવસ વીતવા છતાં હજુ લાશ નો સ્વીકાર કરાયો નથી.  બાદમાં આજે જીલ્લામાં વસતા મૃતકના સમાજના લોકો એ મૃતકના ઘરેથી રેલી સ્વરૂપે નીકળી મામલતદાર અને જીલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

અને રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીને સત્વરે ઝડપી માં ઝડપી જેલ હવાલે કરી કડક સજા થાય એવી રજૂઆત પણ કરી હતી.  સાથે જ સમાજના આગેવાનો એ આગામી સમયમાં આરોપીઓને ઝડપવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે સાથેજ તબેલાના પશુઓ ને લઇ પોલીસ સ્ટેશન ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે

ઉલ્લેખનિય છે કે, ખેડુત યુવકે ત્રણ દિવસ અગાઉ કરેલ આત્મહત્યાને લઇને વડાલીમાં માહોલ ભારે બની ગયો હતો. મૃતક ના પરિવાર જનો ને સાથ સહકાર આપવા માટે યુવકનો સમાજ તેના સમર્થનમાં આવ્યો હતો. પોલીસે આ અંગે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે જોકે પોલીસે હવે લાશનો અસ્વિકાર કરવાના નિર્ણયને લઇને હરકતમાં આવી છે. પોલીસ કર્મી સહીત સાત વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓને ઝડપી લેવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસ કાર્યવાહી ને હાથ ધરી છે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.