નિધન/ સાઉથ ઈન્ડસ્ટ્રીનો ફેમસ મ્યુઝિક ડિરેક્ટરનું 68 વર્ષની વયે નિધન, ચિરંજીવીએ શેર કરી ઈમોશનલ નોટ

સાઉથ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટર જોડી રાજ-કોટી રાજ હવે આ દુનિયામાં નથી. રવિવારે 68 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે કમ્પોઝરનું નિધન થયું હતું. ચિરંજીવી સહિત સમગ્ર ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે.

Trending Entertainment
મ્યુઝિક ડિરેક્ટર રાજ

ટોલીવુડના મ્યુઝિક ડિરેક્ટર હવે આ દુનિયામાં નથી રહ્યા. આ સાથે જ ઇન્ડસ્ટ્રીમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે, અને સમગ્ર ઈન્ડસ્ટ્રીને ખુબ જ આઘાત લાગ્યો છે. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ગ્રેટ કમ્પોઝર જોડી રાજ-કોટીના થોટકુરા સોમરાજુ ઉર્ફે રાજ હવે આ દુનિયામાં નથી.

સંગીત નિર્દેશક રાજનું મૃત્યુ કેવી રીતે થયું?

68 વર્ષીય સંગીતકારનું રવિવારે નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઘાતના કારણે તે બાથરૂમમાં લપસી ગયો હતો અને તે બાદ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું રીપોર્ટમાં સામે આવ્યું હતું. રાજના નિધનથી તેમનો પરિવાર તૂટી ગયો છે. પોતાની પાછળ પત્ની અને ત્રણ દીકરીઓને રડતી મૂકીને તેણે આ દુનિયાને અલવિદા કહ્યું. સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રાજના મૃત્યુ પર ચિરંજીવીએ શું કહ્યું?

રાજના આકસ્મિક નિધનથી તેલુગુ ઈન્ડસ્ટ્રીને ખૂબ જ આઘાત લાગ્યો છે. સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ રાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમના નામે એક ઈમોશનલ નોટ પણ લખી છે. તેમને કહ્યું,

Chiranjeevi%20On%20Raj%20Death(1) સાઉથ ઈન્ડસ્ટ્રીનો ફેમસ મ્યુઝિક ડિરેક્ટરનું 68 વર્ષની વયે નિધન, ચિરંજીવીએ શેર કરી ઈમોશનલ નોટ

“જાણીને આઘાત લાગ્યો કે લોકપ્રિય સંગીત દિગ્દર્શક જોડી રાજ-કોટીમાં ‘રાજ’ હવે નથી. રાજ ખૂબ જ પ્રતિભાશાળી હતો, તેણે મારી કારકિર્દીના શરૂઆતના દિવસોમાં મારી ફિલ્મો માટે સુંદર ગીતો આપીને મારી ફિલ્મોની સફળતામાં મોટો ભાગ ભજવ્યો હતો. આ કારણે હું દર્શકોની નજીક આવ્યો. રાજનું અકાળે અવસાન એ સંગીત ઉદ્યોગને ન પુરી શકાય તેવી ખોટ છે. તેમના તમામ ચાહકો અને પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના.

રાજના આકસ્મિક મૃત્યુથી દિગ્દર્શકને આઘાત લાગ્યો

ચિરંજીવી ઉપરાંત ડિરેક્ટર સાઈ રાજેશે પણ રાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ડિરેક્ટરે કહ્યું,

Sai%20Rajesh%20On%20Raj%20Death(1) સાઉથ ઈન્ડસ્ટ્રીનો ફેમસ મ્યુઝિક ડિરેક્ટરનું 68 વર્ષની વયે નિધન, ચિરંજીવીએ શેર કરી ઈમોશનલ નોટ

“સંગીત નિર્દેશક રાજ સર હવે આ દુનિયામાં નથી. આ ખરેખર હૃદય તોડી નાખનારું છે. મને રાજ-કોટી કોમ્બિનેશન ગમ્યું. મેં બેબી મૂવી માટે તેમનું સંયોજન મેળવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. રાજ સર પણ એ માટે સંમત થયા હતા. છેલ્લી વખત તે બેબીના બીજા સોંગના લોન્ચ ઈવેન્ટમાં હાજર રહ્યા હતા.”

રાજ-કોટીએ 1982માં તેલુગુ ફિલ્મ પ્રલય ગર્જનામાં સાથે ડેબ્યૂ કર્યું હતું . 13 વર્ષના લાંબા ગાળામાં બંનેએ લગભગ 300 ફિલ્મોમાં સાથે કામ કર્યું. તેમની ફિલ્મોમાં યમુદીકી મોગુડુ (1988), પ્રિઝનર નંબર 786 (1988), બાવા બામરીડી (1993), મુથા મેસ્ત્રી (1993) અને હેલો બ્રધર (1994)નો સમાવેશ થાય છે. જો કે, આ જોડી 1995 માં તૂટી હતી.

આ પણ વાંચો : teaser release/રિતિક રોશને પેન ઈન્ડિયા ફિલ્મ ARMનું ટીઝર રજૂ કર્યું, મલયાલમ સિનેમાની તસ્વીર બદલાઈ શકે છે

આ પણ વાંચો : Cannes Film Festival/કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરીને લઇને શું છે ભારતનો ઈતિહાસ, જાણો કોણ હતું પ્રથમ ભારતીય જે જ્યુરીમાં હતું સામેલ 

આ પણ વાંચો : Video/પિતાના અંતિમ સંસ્કારમાં આયુષ્માન ખુરાનાથી થઇ એક ચૂક? ટ્રોલર્સે આવી કરી કોમેન્ટ્સ

આ પણ વાંચો : અવસાન/આયુષ્માન ખુરાના પર તુટ્યો દુઃખનો પહાડ, ગુમાવી પિતાની છત્રછાયા