wire fencing scheme/ રાજ્ય સરકારના નિર્ણયથી ખેડૂતો થયા ખુશ, ઉભા પાકને જાનવરોથી બચાવવા તાર ફેન્સીંગ યોજનાને આપી મંજૂરી

રાજ્ય સરકારની તાર ફેન્સીંગ યોજના (wire fencing scheme)નો લાભ હાલમાં સુરત અને દક્ષિણ ગુજરાતના જ ખેડૂતો લઈ શકશે.

Gujarat

ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યના ખેડૂતો વધુ સારી રીતે અને સુરક્ષિત રીતે ખેતી કરી શકે માટે તાર ફેન્સીંગ યોજના (wire fencing scheme)ને મંજૂરી આપી. જે મુજબ સરકાર ખેડૂતોને તેમના ખેતર જાનવરોથી સુરક્ષિત રહે માટે કાંટાવાળી વાડ કરવા તાર ફેન્સીંગ કરવા મદદ કરશે.  સરકારે તાર ફેન્સીંગ યોજના માટે 350 કરોડ રૂપિયાની રકમને મંજૂરી આપી છે.

ખેડૂતોને જગતના તાત કહેવાય છે. તાતની મુશ્કેલીઓ સમજી તેનું નિવારણ કરવાનો રાજ્ય સરકારનો હરહંમેશ પ્રયાસ રહે છે. ખાતર, બિયારણ અને કુદરતી આફતમાં મદદ કર્યા બાદ હવે સરકાર ખેડૂતોના ખેતરોની સુરક્ષાને લઈને સહાયરૂપ બનશે. પ્રાપ્ત સમાચાર મુજબ રાજ્ય સરકારે તાર ફેન્સીંગ યોજના (wire fencing scheme)હેઠળ ખેડૂતોને તેમના પાક સુરક્ષિત રાખવા વધુ એક પ્રયાસ હાથ ધર્યો છે. ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે. આ યોજના માટે સરકારે 350 કરોડ ફંડની ફાળવણી કરવા મંજૂરી આપી છે.

1 4 રાજ્ય સરકારના નિર્ણયથી ખેડૂતો થયા ખુશ, ઉભા પાકને જાનવરોથી બચાવવા તાર ફેન્સીંગ યોજનાને આપી મંજૂરી

તાર ફેન્સીંગ  સેવાનો લાભ ખેડૂતો ઇ-પોર્ટલની મુલાકાત લઈ શકશે. તેઓ આગામી 12 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકશે. ખેડૂતો બહુ મહેનત કરી ખેતરોમાં મોટાપાયે અનાજ અથવા અન્ય પાકોની ખેતી કરતા હોય છે. પરંતુ કયારેક કુદરતી આફત અથવા તો જમીન પરના ભૂંડ અને નીલગાય જેવા જાનવરો તેમના પાકને નુકસાન પંહોચાડે છે. ખેતરોની ફરતે કાંટાવાળી તાર ફેન્સીંગ કરી પાકને જાનવરોના થતા નુકસાનથી બચાવી શકાય છે. આથી ખેડૂતોને સહાય મળી રહે માટે વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો.

રાજ્ય સરકારની તાર ફેન્સીંગ યોજના (wire fencing scheme)નો લાભ હાલમાં સુરત અને દક્ષિણ ગુજરાતના જ ખેડૂતો લઈ શકશે. આ યોજના મુજબ ખેડૂતોને 2 હેક્ટર માટે નવી તારનું ફેન્સીંગ બનાવવા મીટર દીઠ 200 રૂપિયા અથવા વાસ્તવિક રીતે થતા ખર્ચના 50 ટકા પૈકી જે ઓછું હોય તે મુજબ સહાય અપાશે. અગાઉ સરકારે આ યોજના હેઠળ 5 હેક્ટર જમીન પર લાભ આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હાલમાં 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થતા નાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. ખેડૂતો ઓનલાઈન અરજી કર્યા બાદ સંબંધિત પુરાવાઓ જેવા કે ખાતેદારનાં બાંહેધરી પત્રક, 7-12, અને 8-અની નકલ તથા વન અધિકારી પત્ર, બેંક પાસબુક, આધારકાર્ડ, સોંગદનામુ અને ડીમાર્કશન વાળો નકશો સાથેની અરજી ખેતીવાડી અધિકારીને સોંપવાની રહેશે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :