કચ્છ/ કોટડા ચકારના ચકોર ખેડૂતો, જામફળની ખેતી કરી વિદેશમાં કરે છે કમાણી

ભુજ તાલુકાના કોટડા ચકારની આસપાસના ખેડૂતો તાઈવાની જામફળનો પાક લઈને હજારો ટન જામફળ દિલ્હી, મુંબઇ તેમજ વિદેશમાં એક્સપોર્ટ કરે છે. એટલું જ નહિ ભારતથી બે ગણા ભાવ મેળવીને દેશને હૂંડિયામણ પણ રળી આપે છે.

Top Stories Gujarat Others
ramnani 15 કોટડા ચકારના ચકોર ખેડૂતો, જામફળની ખેતી કરી વિદેશમાં કરે છે કમાણી

@કૌશિક છાયા મંતવ્ય ન્યૂઝ ભુજ 

ભુજ તાલુકાના કોટડા ચકારની આસપાસના ખેડૂતો તાઈવાની જામફળનો પાક લઈને હજારો ટન જામફળ દિલ્હી, મુંબઇ તેમજ વિદેશમાં એક્સપોર્ટ કરે છે. એટલું જ નહિ ભારતથી બે ગણા ભાવ મેળવીને દેશને હૂંડિયામણ પણ રળી આપે છે. 1500 ટીડીએસ ક્ષાર વાળા પાણીમાં પણ સારો પાક ઉતારીને ખેડૂતો બાગાયતી પાકો મેળવી રહ્યા છે.

  • રાજ્ય બહાર પણ કરી રહ્યા છે ધીકતો ધંધો
  • સ્થાનિક કરતા બહારના બજારોમાં કમાઇ રહ્યા છે ડબલ ભાવ

કચ્છના ખેડૂતો ઓછા સમયમાં ઓછી મહેનતે વધુ સારા પાક મેળવી રહ્યા છે. ફક્ત એક જ વર્ષમાં આ તાઈવાની જામફળના રોપા ઉછેરીને ખેડૂતો મબલખ પાક ઉતારી રહ્યા છે.  કોટડા ચકારના ખેડૂતો ન માત્ર મબલખ પાક ઉતારી રહ્યા છે પરંતુ સાથે સાથે વિદેશોમાં પોતાનું ફળ પણ એક્સપોર્ટ કરી રહ્યા છે. અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપવાની સાથે 50 ખેડૂતોનું જુથ તૈયાર કરીને દરરોજ 1 ટન માલ એક્સપોર્ટ કરવાની તૈયારી કરે છે.

ખેડૂતોને સૌપ્રથમ તો રોપા ઓનલાઇન મંગાવ્યા હતા. જોકે તેમાં છેતરાયા બાદ જાતે જ રોપા શોધવાનો કાર્ય હાથ ધર્યું હતું.  આ તરફ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની આબોહવા કચ્છ જેવી જ હોવાથી ત્યાં ખેડૂતો સાથે સલાહ સૂચનો મેળવ્યા બાદ જાતે જઇને જ રોપાઓ ખરીદી કરી અને હવે બારે માસ તાઇવાની બ્રીડના જામફળ લઇ રહ્યા છે.

કચ્છને આબોહવા તથા દરિયાઇ બંદર હોવાનો લાભ પહેલા ઉદ્યોગપતિઓ જ મેળવી રહ્યા હતા.  જોકે હવે ખેડૂતો પણ એટલા હોંશિયાર થઇ મુન્દ્રા પોર્ટથી સીધો જ માલ યુરોપિયન દેશોમાં પહોંચાડી રહ્યા છે. ત્યાંના વેપારીઓ પાસેથી ખેડૂતોને લગભગ ડબલ ભાવ મળે છે. બે ટન માલ યુરોપ મોકલ્યો છે. પેસ્ટિસાઇડ વિનાના પાકની યુરોપિયન દેશમાં માંગ વધુ રહે છે. જર્મની બાદ હવે ગલ્ફ દેશોમાં એક્સપોર્ટ કરવાનું લક્ષ્ય સેવી રહ્યા છે.

Gujarat / પુન:શિખાઉ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ફેસલેશ કરાઈ…

અસરકારક આયુર્વેદ / કોરોના સામેની લડાઇમાં આયુર્વેદની પણ પરીક્ષા…

daru / ગાંધીનગરમાં જ દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, સરકારી ગાડીમાંથી વિ…

haunted / ભારતના આ 10 રાજમાર્ગો  છે મોસ્ટ હોન્ટેડ એટલે કે ભૂતિયા માર્ગ…

launch / હોન્ડા લઈને આવી રહ્યું છે વિઝન 110 સ્કૂટર, આવા હશે ફિચર્સ…

કબ્રસ્તાન / રેઈન્બો વેલી – માઉન્ટ એવરેસ્ટ,  એક ખુલ્લું કબ્રસ્તાન…

#Ajab_Gajab / આ ભારતના મુખ્ય 5 ‘ચોર બજાર’, જ્યાં મોબાઇલથી લઈને…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…