બનાસકાંઠા/ બિન અધિકૃત નદીની રેતી ભરેલ ડમ્પર અને હીટાચી સહિત રૂ 80 લાખ નો મુદ્દામાલ કબ્જે કરાયો

બનાસકાંઠા ના કાંકરેજ પાસે ખનીજ ચોરી કરતા હિટાચી મશીન અને રેતી ભરેલ ડમ્પર ભૂસ્તર વિભાગ એ ઝડપી પાડી રૂપિયા ૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરેલ.

Gujarat
Untitled 300 9 બિન અધિકૃત નદીની રેતી ભરેલ ડમ્પર અને હીટાચી સહિત રૂ 80 લાખ નો મુદ્દામાલ કબ્જે કરાયો

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અવનવા તરીકાથી ખનિજચોરી ઝડપવામાં સતત સફળ રહ્યા છે જોકે ખાનગી વાહનોમાં ચેકિંગ હાથ ધરી રેકોર્ડ બ્રેક આવક પણ ખનીજ વિભાગ મેળવી છે ત્યારે ગતરોજ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણા પાસે બનાસ નદીમાં તે હીટાચી મશીન દ્વારા ખનીજ ચોરી થઈ રહી હોવાની બાતમી ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીને મળતા તેમની ટીમને ખાનગી વાહનમાં રવાના કરાઇ હતી જોકે આ ટીમ બાવળા ની જાડીઓ અને ખેતરોમાં થઈ અને ખનીજ ચોરી કરતા હિટાચી મશીન સુધી પહોંચ્યા અને રેતી ભરેલું એક ડમ્પર અને હીટાચી મશીન ઝડપી પાડેલ જોકે બાદમાં હીટાચી ચાલકની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે ચરણ સિંહ મનુભા વાઘેલા રહે ઓગણવાડા અને બબાભાઈ વડુભાઈ ભરવાડ રહે સુદ્રોસણ વાળા દ્વારા મશીન મૂકી ખનીજચોરી કરતા હોવાનું જણાવેલ જેથી ભૂસ્તર વિભાગે રૂપિયા ૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરી થરા પોલીસ મથકે લાવેલ અને દંડની કાર્યવાહી હાથ ધરેલ.

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ એ ખાનગી રાહે પણ ચેકિંગ હાથ ધરી ખનીજચોરી કરતા વાહનોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે જોકે અગાઉ પણ અનેક વખત ખાનગી રાહે ચેકીંગ કરી ખનીજ ચોરી ઝડપી પાડેલ હતી.ત્યારે ફરી એકવખત ખનીજ ચોરી જડપવામાં સફળતા મેળવી છે.

બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષી એ જણાવ્યું હતું કે બાતમી ના આધારે અને ઓચિંતી ચેકીંગ અમારી ટિમ દ્વારા હાથ ધરવામાં આવે છે.જેમાં આજે કાંકરેજ ના ટોટાણા પાસે બનાસનદીમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા મશીન અને રેતી ભરેલા ડમ્પર ને ઝડપી પાડેલ છે. અને મુદ્દામાલ ને થરા પોલીસ મથકે મુકવામાં આવેલ છે અને દંડની કાર્યવાહી હાથ ધરી છે.