સુરેન્દ્રનગર/ ધાંગધ્રા તાલુકામાં નીર કેનાલમાં છોડવામાં નહીં આવતાં ખેડૂતોએ કર્યો એવો વિરોધ કે….

ખેડૂત આગેવાન જે.કે.પટેલની હાકલ પડતાં ગામોમાં પ્રવેશ બંધનાં બોર્ડ લાગી ગયા છે અને તેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

Gujarat Others
પાણી

ધાંગધ્રા તાલુકાનાં ગામોમાં હાલ નર્મદાનાં નીર માટેની કેનાલો બંધ છે. ત્યારે ખેડૂતોએ અનેક રજૂઆતો કરવાં છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 7 જૂનનાં રોજ ખેડૂત આગેવાન જે.કે.પટેલ અને મહેશ પટેલ દ્વારા જળસમાધિની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જેમાં ધાંગધ્રા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને જળ સમાધી કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ હતો ત્યારે ખાત્રી આપવામાં આવેલ તી કે કેનાલમાં પાણી છોડવામાં આવશે. પરંતુ હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હજી સુધી કોઈએ નદીનું પાણી ખેતર સુધી પહોંચાડ્યું નથી અને તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આથી ગ્રામજનોએ રાજકારણીઓને ગામોમાં પ્રવેશ બંધનાં બોર્ડ લગાવ્યા છે અને અનોખો વિરોધ શરૂ કર્યો છે.

પાણી

મળતી વિગત અનુસાર ખેડૂતોને હાલ વાવણી લાયક વરસાદ નોંધાયો નથી ત્યારે ખેડૂતોને આગોતરી વાવણીનો પાક સુકાવવાની ભિતી સેવાઇ રહી છે ત્યારે નર્મદાનાં નીર નહીં મળતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેમાં મેથાણ સમસ્ત ગામનાં ખેડૂતો દ્વારા વિવિધ જાહેર સ્થળો અને ઘરેઘરે બોર્ડ લગાવી વિરોધ નોંધાવ્યો છે. જ્યાં સુધી નર્મદા કેનાલમાં નીર નહીં ત્યાં સુધી ભાજપ નેતાઓને મેથાણમાં પ્રવેશ કરવો નહીંની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

પાણી

આ બાબતે ખેડૂત આગેવાન જે.કે.પટેલનો ટેલીફોનીક સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતુ કે, આ ગામ સમસ્તનાં ખેડૂતોનો નિર્ણય છે. અમો ખેડૂતોની તમામ લડતમાં સહભાગી હોઈએ છીએ. આ કાર્યક્રમ સ્વયંભૂ ગામલોકોનો છે અને ગામમાં ઘરેઘરે બોર્ડ લગાવી ખેડૂતો વિરોધ નોંધાવ્યો છે. તે હાલ જોવા મળે છે ખેડૂતોને હાલ પાણી નહીં મળે તો મોઘાભાવનાં બિયારણ અને ખેતીકામ ખર્ચનો બોજ ખેડૂતો ઉપર પડશે. સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લ‌ઈ તાત્કાલિક ધોરણે કેનાલ ચાલુ કરવામાં આવે તેમ પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો : NSA અજીત ડોભાલે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું- હવે તે કાશ્મીર નથી રહ્યું