ચૂંટણી આવી રહી છે/ દિયોદરમાં ખેડૂતોની જીત : સરકારે સ્વીકારી પાણી આપવાની માગ

દિયોદર મામલતદારે મોડી રાત્રે ખેડૂતો સાથે બેઠક કરી હતી અને તે બેઠકમાં કેનાલમાં પાણી છોડવાની માંગ સ્વીકારાતા મામલતદાર સાથે બેઠક બાદ ખેડૂતોને રાહત થતાં આંદોલનને રાત્રે સમેટીલેવામાં આવ્યું હતું.

Top Stories Gujarat Others
દિયોદર

બનાસકાંઠાના દિયોદર માં આંદોલન કરી રહેલા ખેડૂતોના આંદોલનનું  સુખદ પરિણામ આવ્યું છે. સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપવાની માગને  સ્વીકારી લેવામાં આવી  છે. દિયોદર મામલતદારે મોડી રાત્રે ખેડૂતો સાથે બેઠક કરી હતી અને તે બેઠકમાં કેનાલમાં પાણી છોડવાની માંગ સ્વીકારાતા મામલતદાર સાથે બેઠક બાદ ખેડૂતોને રાહત થતાં આંદોલનને રાત્રે સમેટીલેવામાં આવ્યું હતું.

છેલ્લા ઘણા દિવસથી દિયોદરણા ખેડૂતો વિવિધ રીતે આંદોલન કરી રહ્યાં હતા. આવેદનથી લઈને આંદોલન સુધીના પ્રયત્નો બાદ ખેડૂતોએ પાણી નહી તો વોટ નહી એવું પોસ્ટર યુધ્ધ પણ કર્યું હતું અને મામલો વધુ બગાડતાં જણાતા સરકારે પગલાં ભરીને ખેડૂતોને પાણી આપવાની સહમતી દાખવી છે.

દિયોદર

જો છેલ્લા કેટલાક દિવસમાં ખેડૂતો સાથે થયેલ વર્તન જોઈએ તો..

દિયોદરમાં ખેડૂતોનાં જળ આંદોલનનો મામલો : દિયોદર પ્રાંત કચેરીએ ખેડૂતો બેસવાના હતા ધારણા પર, મંડપનો સામાન રીક્ષામાથી ઉતારતા પોલીસે રોક્યા, સામાન ન ઉતારવા ડેટા ખેડૂતોએ કર્યું સુત્રાચાર, પોલીસની હાજરીમાં ઢોલ વગડાવી નોંધાવ્યો વિરોધ, પ્રાંત કચેરીએ ઢોલ વગાડ્યો….

દિયોદરમાં ખેડૂતોનાં જળ આંદોલનનો મામલો : ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલી, ઢોલ વગાડાયા, સુત્રોચાર કરાયા, આવેદન આપવામાં આવ્યું અને ખેડૂતોએ મત નહિ આપવાની ચીમકી પણ ઉચ્ચારી…

દિયોદરમાં ખેડૂતોનું જળ આંદોલનનો મામલો : ખેડૂતો દ્વારા આવેદન આપવાની અને ધારણાની તૈયારીઓ, નાયબ કલેકટર કચેરીએ મોતી સંખ્યામાં ખેડૂતો ઉગ્ર દેખાવો કરશે. પાણી આપવાની માગ મુદ્દે રેલી કરશે ખેડૂતો, પાણી નહિ તો વોટ પણ નહિ ખેડૂતોની સરકારને ચીમકી, ખેડૂતો નાં ઉગ્ર દેખાવોથી સરકારની ઝૂકવાની તૈયારી…

દિયોદરમાં ખેડૂતોનું જળ આંદોલનનો મામલો : દિયોદરમાં ખેડૂતોનું જળ આંદોલન પાણીની માગ સાથે ખેડૂતો દ્વારા વિરોધ હજારો ખેડૂતો પહોચ્યા નાયબ કલેકટર કચેરીએ અને પાણી નહિ તો વોટ નહિનું કર્યું સુત્રોચાર. મોડી સાત સુધી ખેડૂતો દ્વારા ઉગ્ર દેખાવો કર્યા અને અંતે ખેડૂતોની માગ સ્વીકારવામાં આવી.

આવી અનેક ખબરો અખબારોની હેડલાઇન બની હતી. બનાસકાંઠાણા દિયોદરના ખેડૂતોની મહેનત રંગ લાવી છે ત્યારે હવે ખેડૂતોમાં પણ થોડી રાહત સાથે ખુશી જોવા મળે છે. ખેડૂતોએ તેની માગ સ્વીકારાઈ છે તે બાબત લેખીતમા લઈને મોડી રાત્રે તેના દેખાવો અને આંદોલન આટોપી લીધા હતા.

આ પણ વાંચો : ઝાંઝરી ધરામાં અમદાવાદ 3 યુવાનો ડૂબ્યા, એકનો મળ્યો મૃતદેહ