રાજકોટ/ પોલીસ ઉપર હુમલના કેસમાં આરોપી કુકી ભરવાડ સહીત 5 ઝડપાયા : હજુ 13 આરોપીઓ ફરાર 

રાજકોટમાં માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ અને પોલીસ પાર્ટી ઉપર હુમલો કરવાના આરોપસર કુકી ભરવાડ અને તેના 5 સાગરીતો ની ધરપકડ કરી છે.

Rajkot Gujarat
વ૨ 35 પોલીસ ઉપર હુમલના કેસમાં આરોપી કુકી ભરવાડ સહીત 5 ઝડપાયા : હજુ 13 આરોપીઓ ફરાર 

રાજકોટમાં માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ અને પોલીસ પાર્ટી ઉપર હુમલો કરવાના આરોપસર કુકી ભરવાડ અને તેના 5 સાગરીતો ની ધરપકડ કરી છે. હજુ 13 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. ગત સપ્તાહે લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદમાં કાર્યવાહી કરવા ગયેલી માલવીયાનગર પોલીસ મથકની ટીમના પીએસઆઇ ઝાલા, મશરીભાઇ સહિતના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે પોલીસે આરોપીઓને પકડવા માટે ટિમો બનાવીને કાર્યવાહી કરી હતી. જેને પગલે આજે કુકી ભરવાડ અને તેના 5 સાગરીતોને પકડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ભુમાફિયાઓએ બેફામ બનીને હવે આમ જનતા જ નહિ પોલીસને પણ નિશાન બનવવાનું શરૂ કર્યું છે.  ભુમાફિયાઓએ શહેરના માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ વીકે ઝાલા ઉપર હુમલો કર્યો હતો.  મુંજાં જમીન કૌભાંડ મામલે કાર્યવાહી કરવા ગયેલી માલવીયાનગર પોલીસના ડીસ્ટાફ અને પીએસઆઇ વીકે ઝાલા ઉપર કેટલાક શખસોએ હુમલો કર્યો હતો.

ગાંધીનગર / સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો, સીએસ અનિલ મુકીમની કલેક્ટરો સાથે બેઠક

આંદોલનની હાકલ / ગાંધીનગરને પણ ખેડૂતો ઘેરાવ કરશે: ટિકૈત

આ હુમલામાં PSI ઝાલાને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી. મારામારીની ઘટના સંદર્ભે આરોપી કુકી ભરવાડને અને તેના સાગરીતોને પકડવા જતા પોલીસ સ્ટાફ ઉપર હુમલાની ઘટના થઇ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે ડીસીપી ઝૉન  મનહરસિંહ જાડેજા માલવીયાનગર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે વિગતો મેળવી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.