Iskon Bridge Accident/ પિતા ગેંગરેપનો આરોપી અને પુત્ર તથ્ય પટેલ નવનો જીવ લેનારો ખૂની

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બેફામ ગાડી ચલાવી નવ-નવ લોકોના જીવ લેનારો તથ્ય પટેલના કુટુંબની કુંડળી જ ખરાબ છે. નવ-નવ લોકોના જીવ લેનારા ખૂની તથ્ય પટેલના પિતા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

Top Stories Gujarat
Iskon Bridge accident પિતા ગેંગરેપનો આરોપી અને પુત્ર તથ્ય પટેલ નવનો જીવ લેનારો ખૂની

અમદાવાદ: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે Iskon Bridge Accident સર્જાયેલા અકસ્માતમાં બેફામ ગાડી ચલાવી નવ-નવ લોકોના જીવ લેનારો તથ્ય પટેલના કુટુંબની કુંડળી જ ખરાબ છે. નવ-નવ લોકોના જીવ લેનારા ખૂની તથ્ય પટેલના પિતા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના પિતા પ્રજ્ઞેશ પટેલ ગેંગરેપના કેસના આરોપી હોય. બાપ કરતાં બેટા સવાયા તે કહેવતને સાર્થક કરતા પુત્ર પિતાથી પણ આગળ વધીને ખૂની નીકળ્યો. તેણે નવ-નવ લોકોના જીવન છીનવી લીધા.

શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં Iskon Bridge Accident નવ લોકોના જીવ લેનાર નબીરાની ઓળખ તથ્ય પટેલ તરીકે થઈ છે, જે એસ.જી હાઈવે પર મોડી રાત્રે પુરપાટ ઝડપે કાર હંકારી રહ્યો હતો. 9 લોકોના મોતનું કારણ બનેલા નબીરા તથ્ય પટેલના પિતા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેઓ ગેંગરેપના કેસમાં આરોપી છે.
તથ્ય પટેલના પિતા ગેંગરેપ કેસના આરોપી
ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર ચલાવીને જીવલેણ અકસ્માત Iskon Bridge Accident સર્જનારા તથ્ય પટેલની સાથે કારમાં યુવતી હોવાનું પણ સામે આવી રહ્યું છે. સાથે જ ગાડીમાંથી પર્સ મળી આવ્યું છે. વિગતો મુજબ તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલ બિલ્ડર છે અને ગોતાના રહેવાસી છે. તેમની સામે 2020માં રાજકોટની યુવતી પર ગેંગરેપનો કેસ નોંધાયો હતો અને આ કેસમાં તે આરોપી છે.

અકસ્માત બાદ ટ્રાફિક DCP નીતા દેસાઈએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઘટના ડ્રિંક એન્ડ ડ્રાઈવની નથી પરંતુ ઓવરસ્પીડના કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટનામાં કોઈને છોડવામાં આવશે Iskon Bridge Accident નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તથ્ય પટેલ સિમ્સ હોસ્પિટલમાં ICU હેઠળ સારવારમાં છે, ડોક્ટરના કહેવા મુજબ તેને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. આથી તેની ધરપકડ કરવામાં આવી નથી.

ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે એક વાગ્યા આસપાસ થાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના મળતા પોલીસ ત્યાં પહોંચી હતી, તથા કેટલાક યુવાનો પણ ઊભા હતા. આ દરમિયાન ઓવરસ્પીડમાં આવતી Iskon Bridge Accident જગુઆર કારે 15થી 20 લોકોને ટક્કર મારીને અડફેટે લીધા હતા. જેના કારણે સ્થળ પર જ 6 લોકોના મોત નિપજ્યા જ્યારે બાદમાં વધુ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. હાલમાં 8-10 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 3 જેટલા લોકો ગંભીર હાલતમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

 

આ પણ વાંચોઃ North Gujarat-Rain/ મેઘરાજા સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ ઉત્તર ગુજરાતને ધમરોળશે

આ પણ વાંચોઃ Landslide/ મહારાષ્ટ્રમાં રાયગઢમાં ભૂસ્ખલનમાં ચારના મોતઃ આંકડો વધી શકે

આ પણ વાંચોઃ નબીરાઓ બેફામ/ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત: 160ની સ્પીડે આવી રહેલી કારે એકસાથે 9 લોકોને કચડી નાખ્યાં

આ પણ વાંચોઃ Indian Railway/ હવે જનરલ ડબ્બામાં મળશે માત્ર 20 રૂપિયામાં ભોજન,શું હશે મેનુ જાણો

આ પણ વાંચોઃ New HC Chief Justices/ ચાર રાજ્યોને મળ્યા નવા મુખ્ય ન્યાયાધીશો ,ગુજરાત,કેરળ, તેલંગાણા અને ઓડિશા હાઈકોર્ટમાં કરાયા નિયુક્ત