ક્રાઈમ/ જામનગરમાં પિતાએ પુત્રીને બનાવી હવસનો શિકાર : પુત્રી ગર્ભવતી બનતા હાહાકાર

DYSP જયવીરસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર બાળકીના મેડિકલ પરીક્ષણ બાદ કેટલા માસનો ગર્ભ છે તે સ્પષ્ટ થશે હાલ આરોપી પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે.

Top Stories Gujarat Others
mmata 9 જામનગરમાં પિતાએ પુત્રીને બનાવી હવસનો શિકાર : પુત્રી ગર્ભવતી બનતા હાહાકાર

જામનગરમાં  પિતાએ માસુમ પુત્રીને પોતાના હવસનો શિકાર બનાવી અનેક વખત દુષ્કર્મ ગુજારી, પુત્રીને ગર્ભવતી બનાવી દેતા સનસનાટી મચી ગઇ છે. આ બનાવ સામે આવતા શહેરભરમાં  પિતા પ્રત્યે શહેરીજનોએ ફિટકારની લાગણી વરસાવી છે. તો બીજી તરફ પોલીસે પિતાની ધરપકડ કરી માસુમ બાળકીનું મેડિકલ પરીક્ષણ હાથ ધર્યું છે. દુષ્કર્મ….

સમાજમાં લોહીના સંબંધ ધરાવતી  વ્યક્તિઓએ પોતાના જ લોહીને અનેક વખત અભાડાયા હોવાના અનેક બનાવો સામે આવ્યાં છે. છોટી કાશી તરીકે ઓળખાતું જામનગર પણ ભૂતકાળમાં આવા જ અસામાજિક કિસ્સાઓની ગવાહી પૂરી રહ્યું છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે.શહેરના સીટી બી ડિવિઝન વિસ્તારમાં આવતા બેડેશ્વર વિસ્તારમાંથી આ બનાવ સામે આવ્યો છે. જેમાં  પિતાએ પોતાની વાસના સંતોષવા માટે પોતાની જ માસુમ પુત્રીને શિકાર બનાવી છે. અનેક વખત પાપાચાર આચરીને પિતાએ માસુમ પુત્રીને ગર્ભવતી બનાવી દીધી હતી. પરિવારમાંથી આ બનાવ સમાજમાં આવ્યો હતો અને સમાજમાંથી આ બનાવ પોલીસ દફતર સુધી પહોંચ્યો છે. જેને લઈને સીટી બી ડિવિઝન પોલીસ દફતરનો સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને માસુમ બાળકીનો કબજો સંભાળ્યો હતો. તો  પિતાની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે  પિતા સામે બળાત્કાર તેમજ પોકસો એક્ટ મુજબ ફરિયાદ નોંઘી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. બીજી તરફ માસુમ બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવવા તજવીજ હાથ ધરી છે. શહેર DYSP જયવીરસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર બાળકીના મેડિકલ પરીક્ષણ બાદ કેટલા માસનો ગર્ભ છે તે સ્પષ્ટ થશે હાલ આરોપી પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો : કલમ 370 હટાવ્યા બાદ અત્યાર સુધીમાં 118 નાગરિકોના મોત, જાણો કેટલા હિંદુઓ