વંદે ભારત ટ્રેન/ વંદે ભારત એક્સપ્રેસ વધુ એક વખત અટકી, ટ્રેનના પૈડા જામ થયા

છેલ્લા ત્રણ દિવસમાં ત્રીજી વાર  વંદે ભારત ટ્રેનમાં દુર્ઘટના કે ખરાબી સામે આવી છે.  જો કેએ આ વખતે ટ્રેનના કોચમાં પૈડા જામ થવાને કારણે ખામી સર્જાઇ હતી.

Top Stories India
વંદે ભારત
  • દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત રોકાઇ
  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પૈડા જામ થયા
  • છેલ્લા 6 કલાકથી બુલંદશહર જિલ્લામાં ઉભી છે
  • મુસાફરોને અન્ય ટ્રેનો દ્વારા મોકલવામાં આવ્યા

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જેટલી વખણાઈ હતી તેટલી જ ગાજી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં ત્રીજી વાર વંદે ભારત ટ્રેનમાં દુર્ઘટના કે ખરાબી સામે આવી છે.  જો કેએ આ વખતે ટ્રેનના કોચમાં પૈડા જામ થવાને કારણે ખામી સર્જાઇ હતી. અને  આગળની મુસાફરી માટે બીજી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પ્રાપ્ત વગતો અનુસાર  નવી દિલ્હીથી વારાણસી આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસના પૈડા જામ થઈ ગયા બાદ ટ્રેન લાંબા સમય સુધી બુલંદશહરમાં ઉભી રહી હતી. રેલવે અધિકારીઓએ ટ્રેનને ઠીક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ ટ્રેન તેના ગંતવ્ય સ્થાને રવાના થઈ શકી નહીં.

નવી દિલ્હીથી વારાણસી વંદે ભારત એક્સપ્રેસ સવારે 7:25 વાગ્યે અટકી પડી હતી.  આ પછી ટ્રેનને ખુર્જા રેલ્વે સ્ટેશન પર લઈ જવામાં આવી હતી અને એક હજારથી વધુ મુસાફરોને તેમના વિવિધ સ્થળોએ લઈ જવા માટે રેલ્વેએ શતાબ્દી એક્સપ્રેસને ખુર્જામાં રવાના કરી હતી.  એવું માનવામાં આવે છે કે હવે વંદે ભારત એક્સપ્રેસના મુસાફરોને બીજી ટ્રેન દ્વારા મોકલવામાં આવશે.

આ અંગે રેલવે દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર સુરક્ષાના કારણોસર ખુર્જામાં મુસાફરોની ટ્રાન્સશિપમેન્ટ અન્ય ટ્રેનમાં કરવામાં આવી રહી છે. ટ્રાન્સશિપમેન્ટમાં મદદ કરવા માટે રિપ્લેસમેન્ટ રેક પર કોમર્શિયલ ઓફિસરની પણ નિયુક્તિ કરવામાં આવી રહી છે. રેકને મેઈન્ટેનન્સ ડેપોમાં પરત લઈ જવામાં આવ્યા બાદ ટ્રેનમાં સમસ્યા અંગે પણ વિગતવાર તપાસ કરવામાં આવશે. સાથે જ વારાણસી આવતા મુસાફરોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

અત્રે નોંધનીય છે કે ગુરુવારે અમદાવાદના વાત નજીક બે ભેંસ અથડાતાં વંદે ભરત ટ્રેનના એન્જિનના ભાગને નુકશાન થયું હતું. આ ટ્રેન મુંબઈથી ગાંધીનગર જઈ રહી હતી. તો ગતરોજ શુક્રવારે પણ વંદે ભારત ટ્રેન ને આણંદ પાસે ગાય અથડાતાં અટકાવાઇ પડી હતી. અને ટ્રેનના એન્જિનના ભાગમાં સાધારણ ડેમેજ થયું હતું, જો કે ટ્રેન વિરામ બાદ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી હતી. અને કોઈ મુસાફરોને નુકસાન થયું ના હતું. આમ સતત ત્રણ દિવસથી વંદે ભરત ટ્રેન વિવિધ કારણોસર ખામી સર્જાઇ રહી છે.

Social Media War/ પાર્ટી વિરોધી કામ કરે એવા પ્રમુખની સાથે કામ નથી કરવું : નવસારી કોંગ્રેસમાં ભડકો