crime news/ બેંગ્લોરમાં મહિલા જીયોલોજીસ્ટની ડ્રાઈવરે કરી હત્યા

બેંગ્લોરમાં કે એસ પ્રતિભા (43)ની 4 નવેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી. 5 નવેમ્બરના રોજ પોલીસને તેના ઘરમાંથી પ્રતિભાનો મૃતદેહ મળ્યો હતો.

India
મહિલા

@નિકુંજ પટેલ

બેંગ્લોર પોલીસે બેગ્લોરમાં સાયન્સ એન્ડ જીયોલોજી વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર કે એસ પ્રતિભાની હત્યા સંદર્ભે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ કમિશનર દયાનંદના જણાવ્યા મુજબ આ શખ્સ પ્રતિભાનો ડ્રાઈવર હતો. જેને 8 થી 10 દિવસ પહેલા જ ક્મ પરથી હાંકી કઢાયો હતો.

ડ્રાઈવર કિરણે કબૂલ કર્યું છે કે તેણે જ પ્રતિભાની હત્યા કરી હતી કારણકે તેને પ્રતિભાએ નોકરીમાંથી કાઢી મુક્યો હતો. હત્યા બાદ તે કામરાજનગર ભાગી ગયો હતો. જે બેંગ્લોરથી અંદાજે 200 કિલોમીટર દૂર છે.

બેંગ્લોરમાં કે એસ પ્રતિભા (43)ની 4 નવેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી. 5 નવેમ્બરના રોજ પોલીસને તેના ઘરમાંથી પ્રતિભાનો મૃતદેહ મળ્યો હતો.

પ્રતિભાની હત્યાને પગલે તેમના સાથી અધિકારીઓ ચોંકી ગયા હતા. પ્રતિભાના સિનીયર અધિકારી દિનેશનું કહેવું છે કે પ્રતિભાએ તાજેતરમાં જ કેટલાક ઢેકાણે દરોડા પાડ્યા હતા. તે ખૂબ એક્ટીવ અને પ્રતિભાશાળી મહિલા હતી. જેને કારણે તેમનું નામ ગર્વથી લેવાતુ હતું. તેમનું કોઈ દુશ્મન ન હતું. તે પોતાનું કામ નિયમોને ધ્યાનમાં રાખીને કરતા હતા. આથી વિભાગના તમામ લોકો તેમના વખાણ કરતા હતા. રોજ રાત્રે પ્રતિભા રાત્રે 8 વાગ્યે તેમના ઘરે જતા હતા. 4 નવેમ્બરના રોજ ઓફિસથી ઘરે પહોંચ્યા બાદ રાત્રે 8.30 વાગ્યે તેમની હત્યા કરવામાં આવી હતી. તેમનું મોત ગળુ કાપવાથી અને દબાવવાથી થયું હતું.

આ ઘટનાને પગલે કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયાએ રવિવારે 5 નવેમ્બરના રોજ તપાસનો આદેશ આપી દીધો હતો. મુખ્યમંત્રીના નિવેદનના 24 કલાકની અંદર પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

પોલીસે લૂંટને ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની શંકાને રદીયો આપ્યો હતો. ડીસીપીએ કહ્યું હતું કે ઘરમાંથી કોઈ દાગીના કે કિંમતી સામાનની ચોરી થઈ નથી. પોલીસે તપાસ માટે ત્રણ ટીમ બનાવી હતી. ફોરેન્સીક અને ટેક્નિકલ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસનું કહેવું છે કે પ્રતિભા એકલાજ ચાર વર્ષથી બેંગ્લોરમાં રહેતા હતા. તેમના પતિ અને દિકરો શિવમોગા જીલ્લાના તીર્થ હલ્લી ગામમાં રહેતા હતા. 4 નવેમ્બર રાતથી પ્રતિભા કોઈના ફોન ઉઠાવતા ન હતા. આથી તેમના ભાઈ ઘરે પહોચ્યા ત્યારે તેમણે જોયું તો બહેન પર્તિભાનો મૃતદેહ પડેલો હતો.

બેંગ્લોર શહેરના સાઉથ ડિવીઝનના ડીસીપી રાહુલ કુમારે જણાવ્યું હતું કે પ્રતિભા છેલ્લા ચાર વર્ષથી બેંગ્લોરમાં કામ કરતા હતા,. તેઓ દરરોજ રાત્રે 8 વાગ્યે ઓફિસથી ઘરે જતા હતા. શનિવારે 4 નવેમ્બરે રાત્રે ડ્રાઈવરે પ્રતિભાને તેમના ઘરે છોડ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બિલ્કીસ બાનો કેસ/બિલ્કીસ બાનો કેસના ભાગેડુ દોષિતો પાસે સજામાંથી બચવા છે કોઈ વિકલ્પ

આ પણ વાંચો:Jharkhand/30 વર્ષ પછી સરસ્વતી દેવી તોડશે મૌન વ્રત,અયોધ્યા જવા રવાના,રામને સમર્પિત કર્યું પોતાનું જીવન

આ પણ વાંચો:murderous mother/માં બની હેવાન પોતાના ચાર વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ મૃતદેહને બેગમાં લઈ જઈ રહી હતી, કરાઈ ધરપકડ