Not Set/ જાઓ પહેલા વ્યવસ્થિત કપડાં પહેરો અને પછી સંસદમાં આવો, ‘ટાઇટ પેન્ટ’ પહેરવું મહિલા સાંસદને પડ્યું ભારે

 તાંઝાનિયામાં ‘ટાઇટ પેન્ટ’ પહેરવું મહિલા સાંસદ ને ભારે પડ્યું છે. સ્પીકરે ભરી સંસદમાંથી તેમને બહાર હાંકી કાઢ્યા હતા.

World Trending
solar 5 જાઓ પહેલા વ્યવસ્થિત કપડાં પહેરો અને પછી સંસદમાં આવો, 'ટાઇટ પેન્ટ' પહેરવું મહિલા સાંસદને પડ્યું ભારે

 તાંઝાનિયામાં ‘ટાઇટ પેન્ટ’ પહેરવું મહિલા સાંસદ ને ભારે પડ્યું છે. સ્પીકરે ભરી સંસદમાંથી તેમને બહાર હાંકી કાઢ્યા હતા.

કોઈ એ કેવા કપડા પહેરવા જોઈએ તે તેનો પોતીકો નિર્ણય હોવો જોઈએ. જો કે આજે પણ ૨૧મિ સદીમાં પણ  મહિલાઓએ કેવા વસ્ત્રો પરિધાન કરવા જોઈએ તેનો નિર્ણય તે સ્વયમ નથી લઇ શકતી .  આજે પણ મહિલાઓને પોતાના વસ્ત્રો ની પસંદગી કરવાનો અધિકાર નથી. પછી ભલે તે ગમે તેટલા ઊંચા હોદ્દા પર બિરાજમાન કેમ નાં હોય, તેણીએ પોતાના કપડા બીજાની પસંદ અનુસાર જ  પહેરવા પડે છે. તેનીએ તેમના કપડાં વિશે નિર્ણય કરવો એટલું સરળ નથી. આ વાત તાંઝાનિયામાં પણ જોવા મળી છે, જ્યાં એક મહિલા સાંસદને ફક્ત તેના પેન્ટ ‘ટાઇટ ફીટિંગ’ હોવાના કારણે સંસદમાંથી બહાર કાઢી મુકવામાં આવી છે.

તાંઝાનિયાની આ મહિલા સાંસદ, કન્ડેસ્ટર સિચવાલેને સંસદના સ્પીકરે માત્ર તેના ટાઈટ પેન્ટના કારને બહાર કાઢી મૂકી હતી. સ્પીકર જોબ દુગાઈએ મહિલા સાંસદને કહ્યું,  ‘જાઓ પહેલા વ્યવસ્થિત કપડાં પહેરો અને પછી સંસદમાં આવો.’

ધર્મ વિશેષ / જાણો સૂર્યગ્રહણથી કઈ વસ્તુઓ અને શરીરના ભાગોને અસર થાય છે

સેવા પરમો ધર્મ / ભક્તો માટે મંદિર બંધ છે, પરંતુ કોરોના દર્દીઓ માટે બાબાના દરવાજા ખુલ્લા, દાનમાં ઘટાડો પણ સેવામાં વધારો 

આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે એક પુરુષ સાંસદ, હુસેન અમરે, કન્ડેસ્ટરનાં કપડાં જોતાં કહ્યું, ‘આપણી કેટલીક બહેનો વિચિત્ર વસ્ત્રો પહેરે છે. તેઓ સમાજમાં શું સાબિત કરવા માંગે છે. ? ‘

હુસેન અમરે દલીલ કરી હતી કે સંસદમાં સમાજની વિચારધારા પ્રતિબિંબત થાય છે.  સંસદના નિયમોનો ઉલ્લેખ કરતા તેમણે મહિલાઓને ચુસ્ત જિન્સ પહેરીને સંસદમાં  ન આવવું જોઈએ.

અન્ય મહિલા ધારાસભ્યોએ કન્ડેસ્ટરને માત્ર તેણીના કપડા ને લઇ સંસદમાંથી બહાર કાઢી મુકવા મામલે રોષ વ્યક્ત કર્યો છે. મહિલા સાંસદોએ કન્ડેસ્ટરને આ રીતે સંસદમાંથી હાંકી  કાઢવા બદલ અન્ય સાંસદને તેની માફી માગવા કહ્યું હતું,

તે જ સમયે, મહિલા સાંસદને હાંકી કાઢ્યા પછી  વક્તાએ કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે મહિલા સભ્યોના કપડા અંગે ફરિયાદ મળી હોય. તેમણે સંસદના સુરક્ષા જવાનોને નિર્દેશ પણ આપ્યા હતા કે જો કોઇ ‘અસભ્ય ‘ કપડાંમાં જોવા મળે છે, તો તેને ગૃહમાં પ્રવેશવા દેવો જોઈએ નહીં.