અમદાવાદ/ બાપુનગરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો

બાપુનગર ખાતે આવેલ વિકાસ એસ્ટેટમાં ભીષણ આગ લગતા અફરાતફરી મચી જવા પામી છે. જણાવીએ દઈએ કે, આગ લગતા ફાયરબ્રિગેડની 15 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Top Stories Ahmedabad Gujarat
ભીષણ આગ
  • અમદાવાદ:બાપુનગરમાં ભીષણ આગ
  • 1 કિમી સુધી આગના ગોટેગોટા દેખાયા
  • વિકાસ એસ્ટેટમાં લાગી ભીષણ આગ
  • ફટાકડાની દુકાનોમાં લાગી ભીષણ આગ

અમદાવાદના બાપુનગરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. બાપુનગર ખાતે આવેલ વિકાસ એસ્ટેટમાં ભીષણ આગ લગતા અફરાતફરી મચી જવા પામી છે. જણાવીએ દઈએ કે, આગ લગતા ફાયરબ્રિગેડની 23 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.આગ લગતા ભારે નુકસાન થયું હોવાનું કહેવાય રહ્યું છે. આગ લગતા આસપાસની સોસાયટીમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક સોસાયટીઓ ખાલી કરાવી દીધી છે. અંદર લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 8 લોકો ઇજાગ્રસ્ત જેમાંથી 2 લોકો ગંભીર  તમામ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આગ લાગતાની સાથે જ આસપાસના રહીશોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આગ લાગવાના ધુમાડાના ગોટેગોટા એક કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા હાલ ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવામાં આવી રહી છે.

સૌ પ્રથમવાર ફાયર રોબોરનો ઉપયોગ

જાણવા મળી રહ્યું છે કે આગ ઓલવવામાં જતા ફાયરબ્રિગેડના બે જવાન ઘાયલ થયા છે જેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં સૌ પ્રથમવાર ફાયર રોબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આગ એટલી ભીષણ છે કે આજુબાજુના કારખાનામાં પ્રસરી રહી છે. હાલમાં ધાણીની જેમ ફટાકડા ફૂટી રહ્યા છે. 4 વાગ્યે લાગેલી આગ હજુ પણ કાબુમાં આવી નથી. આગને પગલે નજીકમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે મનપાની બેદરકારીના કારણે આ આગ લાગી છે. આગને કાબુમાં લેવા રોબોટની મદદ લેવાઈ છે.

વિકાસ એસ્ટેટમાં મોટા ભાગની ફટાકડાની દુકાનો અને ફટાકડાના ગોડાઉન આવેલા છે. જેના કારણે આ આગ હજી પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે તેવો અંદાજ ફાયર વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયરની ગજરાજ સહિતની કુલ 23 ગાડીઓ ઘટના સ્થળે છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે આગ ફટાકડામાં લાગી હોવાના કારણે સતત વધતી જઇ રહી છે. તેના પર કાબુ મેળવવો ખુબ જ મુશ્કેલ છે.

વિકાસ એસ્ટેટમાં લાગેલી આગ કાબુમાં આવી ગઈ છે. ફાયરબ્રિગેડે જહેમત બાદ આગને કાબુમાં કરી છે. હાલ કુંલિગની પ્રકિયા ચાલૂ છે.

આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….

આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

આ પણ વાંચો:જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર