FIFA WORLD CUP/ ફિફા વર્લ્ડકપઃ મહિલા પ્રશંસકોએ જો આ ધ્યાન ન રાખ્યું તો જેલના સળિયા ગણવા પડશે

ફૂટબોલની રમત વિશ્વભરમાં લોકપ્રિય છે. ફૂટબોલરોની સાથે તેના ફેન્સ પણ એકદમ બિન્દાસ્ત હોય છે. તેમા પણ મહિલા ફૂટબોલ ફેન્સ હાથમાં બીયરના ગ્લાસ અને ગ્લેમરસ કપડા સાથે વર્લ્ડકપનું વાતાવરણ બનાવે છે. પણ આ વખતે સ્થિતિ જુદી છે, ફૂટબોલ વર્લ્ડ કપ 2022 કતારમાં રમાઈ રહ્યો છે. કતાર રુઢિચુસ્ત મુસ્લિમ દેશ છે.

Top Stories India
Fifa ફિફા વર્લ્ડકપઃ મહિલા પ્રશંસકોએ જો આ ધ્યાન ન રાખ્યું તો જેલના સળિયા ગણવા પડશે

ફૂટબોલની(Football) રમત વિશ્વભરમાં લોકપ્રિય છે. ફૂટબોલરોની (Footballer) સાથે તેના ફેન્સ (Fans) પણ એકદમ બિન્દાસ્ત હોય છે. તેમા પણ મહિલા ફૂટબોલ ફેન્સ હાથમાં બીયરના ગ્લાસ અને ગ્લેમરસ કપડા સાથે વર્લ્ડકપનું વાતાવરણ બનાવે છે. પણ આ વખતે સ્થિતિ જુદી છે, ફૂટબોલ વર્લ્ડ કપ 2022 કતારમાં રમાઈ રહ્યો છે. કતાર (Qatar)  રુઢિચુસ્ત મુસ્લિમ દેશ (Conservative islamic country) છે.

તેથી મહિલા ફેન્સ બીજા યુરોપીયન દેશોમાં વર્લ્ડ કપ રમાય છે ત્યારે ઓછામાં ઓછા વસ્ત્રો સાથે જે રીતે બિન્દાસ્ત મસ્તી કરી શકે છે તે રીતે કતારમાં નહી કરી શકે. જો તેઓ તેમ કરવા જશે તો તેમણે જેલના સળિયા ગણવાના આવી શકે છે. બીજા શબ્દોમાં કહીએ મહિલાઓ અધખુલ્લા કે શરીર જરા પણ દેખાય તેવા ખુલ્લા કપડા પહેરીને વર્લ્ડ કપ માણી નહી શકે.

કતારની મહિલાઓ સામાન્ય રીતે ‘અબાયા’ પહેરીને જ બહાર જાય છે. જો કે વિદેશની મહિલા ચાહકોએ આ પહેરવું જરૂરી નથી, પરંતુ તેમણે ખભાથી ઘૂંટણ સુધી શરીરને સંપૂર્ણપણે ઢાંકીને રાખવું પડશે. કતારમાં આવનારી મહિલાઓએ એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તેમણે કોઈપણ પ્રકારના ચુસ્ત કપડા ન પહેરવા જોઈએ. બાય ધ વે, માત્ર મહિલાઓ જ નહીં, પુરૂષોએ પણ જાહેર સ્થળોએ ખભાથી ઘૂંટણ સુધી પોતાનું શરીર ઢાંકવું પડે છે.

એવી આશા હતી કે ફિફા વર્લ્ડ કપ દરમિયાન કતારના નિયમોમાં થોડી નરમાઈ આવશે, પરંતુ એવું થયું નથી. કતારમાં જો મુલાકાતીઓ પહેરવેશ અંગેના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે તો તેમને જેલ મોકલી શકાય છે. કતાર ફિફા વર્લ્ડ કપના ચીફ ટેક્નોલોજી ઓફિસર નિયાઝ અબ્દુલરહીમાનની એક ટિપ્પણીએ આ ડરને વધુ વધાર્યો છે.

નિયાઝે કહ્યું, ‘સ્ટેડિયમની દરેક સીટનો સ્પષ્ટ દૃશ્ય જોવા માટે અમારી પાસે હાઈ રિઝોલ્યુશન કેમેરા છે. પ્રેક્ષકોની પ્રવૃત્તિઓ રેકોર્ડ કરવામાં આવશે. જો કંઈ થશે તો મેચ પછીના આ રેકોર્ડિંગનો તપાસ દરમિયાન ઉપયોગ કરવામાં આવશે.

ફિફા વર્લ્ડ કપની વેબસાઈટ પર વિદેશી ચાહકોને કતારના ડ્રેસ વિશે સલાહ આપવામાં આવી છે, ‘મુલાકાતી કોઈપણ રીતે તેમની પસંદગીના કપડાં પહેરી શકે છે. પરંતુ મ્યુઝિયમ, સરકારી ઈમારતો જેવા સાર્વજનિક સ્થળોએ જતી વખતે તેઓએ પોતાના ખભા અને ઘૂંટણને સંપૂર્ણપણે ઢાંકીને રાખવા પડશે. સ્ટેડિયમમાં શર્ટ ઉતારવાની પણ મનાઈ છે.

આ પણ વાંચોઃ

LPG Cylinders/ હવે LPG સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરનારાઓની ખૈર નથી, સરકારે લીધો આ

Hinduja Brothers/ બ્રિટનના 108 વર્ષ જૂના હિંદુજા જૂથમાં વિભાજન નિશ્ચિત