Not Set/ દેશમાં કોરોનાની ગતિમાં લાગી બ્રેક, છેલ્લા 24 કલાકમાં નોંધાયા જાણો કેટલા કેસ

ભારતમાં કોરોના વાયરસ સંક્રમણનાં કેસો વધીને 94.62 લાખથી વધુ થયા છે, જેમાંથી, 88,89,585 લોકો સંક્રમણથી મુક્ત બન્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે આઠ વાગ્યે જારી કરેલા આંકડા મુજબ, એક જ દિવસમાં 31,118 નવા કેસ નોંધાયા પછી દેશમાં સંક્રમણનાં કેસ વધીને 94,62,809 થયા છે. વળી વધુ 482 લોકોનાં મૃત્યુ પછી, મૃત્યુની સંખ્યા વધીને 1,37,621 થઈ ગઈ […]

Top Stories India
sss 13 દેશમાં કોરોનાની ગતિમાં લાગી બ્રેક, છેલ્લા 24 કલાકમાં નોંધાયા જાણો કેટલા કેસ

ભારતમાં કોરોના વાયરસ સંક્રમણનાં કેસો વધીને 94.62 લાખથી વધુ થયા છે, જેમાંથી, 88,89,585 લોકો સંક્રમણથી મુક્ત બન્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે આઠ વાગ્યે જારી કરેલા આંકડા મુજબ, એક જ દિવસમાં 31,118 નવા કેસ નોંધાયા પછી દેશમાં સંક્રમણનાં કેસ વધીને 94,62,809 થયા છે. વળી વધુ 482 લોકોનાં મૃત્યુ પછી, મૃત્યુની સંખ્યા વધીને 1,37,621 થઈ ગઈ છે. દેશમાં કુલ, 88,89,585 લોકો સંક્રમણથી મુક્ત બન્યા પછી, દર્દીઓનો રિકવરી દર વધીને 93.94 ટકા થઈ ગયો છે. Covid-19 થી મૃત્યુ દર 1.45 ટકા થઇ ગયો છે.

sss 14 દેશમાં કોરોનાની ગતિમાં લાગી બ્રેક, છેલ્લા 24 કલાકમાં નોંધાયા જાણો કેટલા કેસ

હાલમાં દેશમાં Covid-19 નાં 4,35,603 કેસ એક્ટિવ તબક્કે છે, જે કુલ કેસોનાં 4.6 ટકા છે, એટલે કે તેઓની સારવાર ડોકટરોની માર્ગદર્શિકા પ્રમાણે હોસ્પિટલોમાં અથવા હોમ આઇસોલેશનમાં ચાલી રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) નાં અનુસાર, 30 નવેમ્બર સુધી, Covid-19 માટે 14,13,49,298 સેમ્પલોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી સોમવારે 9,69,322 સેમ્પલોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

દિલ્હીમાં 71 વર્ષ બાદ સૌથી ઠંડો રહ્યો નવેમ્બર, પારો 8 મી વખત 10 ડિગ્રી નીચે

હવે કોરોના વેક્સિનની વધુ રાહ જોવી નહીં પડે, કેન્દ્ર દ્વારા રાજ્યોને પત્રોમાં મળ્યા આ પ્રકારનાં સંકેત

આજે 1 ડિસેમ્બરથી બદલાઇ રહ્યા છે આ નિયમો, તમારા જીવન પર પડશે તેની સીધી અસર

sss 15 દેશમાં કોરોનાની ગતિમાં લાગી બ્રેક, છેલ્લા 24 કલાકમાં નોંધાયા જાણો કેટલા કેસ

ભારતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરનાં રોજ 40 લાખને વટાવી ગઈ હતી. વળી 16 સપ્ટેમ્બરનાં રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરનાં રોજ 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરનાં રોજ 90 લાખનાં આંકડા પાર થયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…