Not Set/ ગુજરાતનાં અલગ-અલગ વિસ્તારોમાં કેટલો પડ્યો વરસાદ, જાણો

રાજ્યમાં વરસાદનાં પ્રવેશની સાથે લોકોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે. ભારે ઉકળાટથી લોકોને ઘણી રાહત મળી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ વડોદરામાં જોવા મળ્યો હતો, જ્યા 20 ઇંચ વરસાદે લોકોની મુસિબતોમાં વધારો કર્યો હતો. તેટલુ જ નહી ભારે વરસાદનાં કારણે અહી વિશ્વામિત્રી નદીમાં રહેતા મંગરો શહેરમાં આવતા ભયનો માહોલ સર્જાયો હતો. જો કે હાલમાં સ્થિતિ […]

Gujarat
ecramgayxz 1530000798 ગુજરાતનાં અલગ-અલગ વિસ્તારોમાં કેટલો પડ્યો વરસાદ, જાણો

રાજ્યમાં વરસાદનાં પ્રવેશની સાથે લોકોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે. ભારે ઉકળાટથી લોકોને ઘણી રાહત મળી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ વડોદરામાં જોવા મળ્યો હતો, જ્યા 20 ઇંચ વરસાદે લોકોની મુસિબતોમાં વધારો કર્યો હતો. તેટલુ જ નહી ભારે વરસાદનાં કારણે અહી વિશ્વામિત્રી નદીમાં રહેતા મંગરો શહેરમાં આવતા ભયનો માહોલ સર્જાયો હતો. જો કે હાલમાં સ્થિતિ કાબુમાં હોવાની માહિતી મળી રહી છે. વડોદરા બાદ ગઇકાલે ખંભાતમાં પણ આભ ફાટતા 10 કલાકમાં જ 15 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરતનાં ઓલપાડમાં 12 ઇંચ વરસાદ નોંધાયો હતો.

file 20170831 2020 18yt8kd ગુજરાતનાં અલગ-અલગ વિસ્તારોમાં કેટલો પડ્યો વરસાદ, જાણો

રાજ્યમાં ક્યા અને કેટલો નોંધાયો વરસાદ

ઉમરગામમાં 4.72 ઇંચ

કપરાડામાં 10.27 ઇંચ

ધરમપુરમાં 10.15 ઇંચ

પારડીમાં 9 ઇંચ

વલસાડમાં 6.57 ઇંચ

નડીયાદ 12 ઇંચ

કાલોલમાં 1.24 ઇંચ

ગોધરામાં 1.04 ઇંચ

ઘોઘંબામાં 1.50 ઇંચ

જાંબુઘોડામાં 3.28 ઇંચ

હાલોલમાં 1.9 ઇંચ

ઉમરપાડા તાલુકામાં 16.64 ઇંચ

ડાંગના વધઈમાં 12.16 ઇંચ

ડાંગના વાંસદામાં 10.76 ઇંચ

આહવામાં 8.70 ઇંચ

ઢોલવણમાં 8.53 ઇંચ

697086 rains ahmedabad 062518 ગુજરાતનાં અલગ-અલગ વિસ્તારોમાં કેટલો પડ્યો વરસાદ, જાણો

તદઉપરાંત વાપીમાં 10.27 ઇંચ વરસાદ નોંધાયો જેના કારણે મધુબન ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો. જ્યારે ડેમની સપાટી 72.80 મીટરે પહોંચી. જણાવી દઇએ કે, મધુબન ડેમનાં 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ચેતવણી આપતા સાવચેત કરાયા છે. સાથે લોકોને નદી કિનારે નહીં જવા પણ આદેશ કરાયા છે. શહેરનાં 70 ટકા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. નડીયાદ શહેરમાં હાલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, 7 કલાકમાં અહી 12 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડનાં ઔરંગા નદી હજી ભયજનક સપાટી પર છે, બંદર રોડ અને કૈલાસ રોડ નો બ્રિજ હજી બંધ છે. વહીવટી તંત્રની ડેમ પરિસ્થિતિ પર સતત નજર રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.