Not Set/ મોદી સરકારે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને કઇ નવી જવાબદારી આપી જાણો

સંરક્ષણ મંત્રાલયે NCC ની વ્યાપક સમીક્ષા માટે આ સમિતિની રચના કરી છે જેથી તેને પહેલા કરતા વધુ સુસંગત બનાવી શકાય.

Top Stories
dhoni મોદી સરકારે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને કઇ નવી જવાબદારી આપી જાણો

નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) અંગે સંરક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી 15 સભ્યોની સમિતિમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનું નામ પણ આ સમિતિમાં સામેલ છે. સંરક્ષણ મંત્રાલયે NCC ની વ્યાપક સમીક્ષા માટે આ સમિતિની રચના કરી છે જેથી તેને પહેલા કરતા વધુ સુસંગત બનાવી શકાય.

ધોની અને આનંદ મહિન્દ્રા સિવાય સંરક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિમાં કર્નલ (નિવૃત્ત) રાજ્યવર્ધન સિંહ રાઠોડ, રાજ્યસભાના સભ્ય વિનય સહસ્ત્રબુદ્ધે, નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલ અને જામિયા મિલિયા ઇસ્લામિયાના વાઇસ ચાન્સેલર નજમા અખ્તરનો સમાવેશ થાય છે. ..

અન્ય સભ્યોમાં SNDT મહિલા વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ વસુધા કામત, ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સંગઠન સચિવ મુકુલ કાનિતકર, મેજર જનરલ (નિવૃત્ત) આલોક રાજ, SIS ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ઋતુરાજ સિન્હા અને ડેટાબુકના CEO આનંદ શાહનો સમાવેશ થાય છે. આ સાથે જ પૂર્વ ધારાસભ્ય બૈજયંત પાંડાને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.