Not Set/ જાણો, કેમ રાજકોટથી મુંબઈ જતી ફ્લાઇટ કરવી પડી કેન્સલ, મુસાફરોને પડી હાલાકી

રાજકોટ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના બની હતી. જોકે પાયલોટની સમયસૂચકતાથી દૂર્ઘટના ટળી હતી. રાજકોટથી મુંબઈ જવા એર ઈન્ડિયાની ફ્લાઈટ રન-વે પર દોડી હતી.

Rajkot Gujarat
રાજકોટ એરપોર્ટ
  • રાજકોટ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના
  • રાજકોટથી મુંબઈ જતી ફ્લાઇટ કરવી પડી કેન્સલ
  • એર ઇન્ડિયાની ફ્લાઇટના એન્જિનમાં ઘૂસ્યું પક્ષી
  • પક્ષી ઘૂસી જતા ફલાઇટ કરાઈ કેન્સલ
  • મુસાફરોને પડી હાલાકી

રાજકોટ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના બની હતી. જેમાં રાજકોટથી મુંબઇ જઇ રહેલી ફલાઇટના એન્જિનમાં પક્ષી ફસાયું હતું. તેમજ પક્ષી ફસાઇ જતા ફલાઇટ કેન્સલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :જૂનાગઢની લેબોરેટરીમાં લાગી ભીષણ આગ,10 દર્દીઓને બચાવવામાં આવ્યા

મળતી માહિતી અનુસાર, રાજકોટ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના બની હતી. જોકે પાયલોટની સમયસૂચકતાથી દૂર્ઘટના ટળી હતી. રાજકોટથી મુંબઈ જવા એર ઈન્ડિયાની ફ્લાઈટ રન-વે પર દોડી હતી. પરંતુ, તે ટેકઓફ કરે તે પહેલા ફ્લાઈટના એન્જિન સાથે પક્ષી ટકરાયું હતું. આ મામલે પાયલોટે ત્વરિત નિર્ણય લઈ ફ્લાઈટને તરત ટેકઓફ થતી રોકીને ફ્લાઈટની ઉડાન રોકી હતી અને મુસાફરોને સહી સલામત ફ્લાઈટમાંથી ઉતારાયા હતા.

રાજકોટ એરપોર્ટમાં ગઈ ઈન્ડિગોની ફ્લાઈટ રાજકોટથી મુંબઈ જવા રવાના થઈ હતી. ત્યારે જ ફ્લાઈટ સાથે પક્ષી ધડાકાભેર અથડાયું હતું. બર્ડહિટ થતા પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બીજી બાજુ બર્ડહિટ થતા થયેલા જોરદાર ધડાકાને પગલે ફાયર ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. હાલ અચાનક ફલાઇટ કેન્સલ થતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : વલસાડમાં ગમખ્વાર અકસ્માત કાર ટેમ્પો સાથે અથડાતાં બે લોકોના ઘટનાસ્થળે મોત એકની હાલત ગંભીર

આ પણ વાંચો :ઐતિહાસિક ગાંધીબાગમાં થઇ આ કિંમતી વસ્તુની ચોરી..જાણો

આ પણ વાંચો :  આ વૃદ્ધ મહિલાની આંખમાંથી નીકળી 40 ઈયળો, ડોક્ટર પણ થઈ ગયા આશ્ચર્યચકિત

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટર સમ્પમાં ડુબી જતા સમ્પ ઓપરેટરનું મોત