Not Set/ હેલિકોપ્ટરથી સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં જીઓલોજિકલ સર્વે કરાયો, ષ્ટકોણ આકારની વસ્તુને ઉડતી જોઇ ગ્રામજનોમાં કૂતુહલ

સુરેન્દ્રનગરના અમુક વિસ્તારમાં હેલિકોપ્ટરથી જીયોલોજીકલ સર્વે કરાયો હતો. જોકે, હેલિકોપ્ટર જોડે ષ્ટકોણ આકારની કોઈ વસ્તુ ઉડતી હોવાથી ગામલોકોમાં કૂતહલ જાગ્યું હતું

Gujarat
2 હેલિકોપ્ટરથી સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં જીઓલોજિકલ સર્વે કરાયો, ષ્ટકોણ આકારની વસ્તુને ઉડતી જોઇ ગ્રામજનોમાં કૂતુહલ

ઝાલાવાડ પંથકમાં ખનીજ ચોરી ડામવાનો તંત્રનો પ્રયોગ હોવાની લોકોમાં અટકળો

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા સમયાંતરે વિવિધ વિસ્તારોમાં ખનીજોને લઇને સર્વે કરતી હોય છે

સુરેન્દ્રનગરના અમુક વિસ્તારમાં હેલિકોપ્ટરથી જીયોલોજીકલ સર્વે કરાયો હતો. જોકે, હેલિકોપ્ટર જોડે ષ્ટકોણ આકારની કોઈ વસ્તુ ઉડતી હોવાથી ગામલોકોમાં કૂતહલ જાગ્યું હતું.

કેટલાક ગામમાંથી સ્થાનિક લોકોએ વીડિયો બનાવી સોશિયલ ગ્રૂપમાં ફરતા કર્યા હતા. બીજી તરફ ઝાલાવાડ પંથકમાં ખનીજ ચોરી ડામવાનો તંત્રનો પ્રયોગ હોવાની લોકોમાં અટકળો વહેતી થઈ હતી.

જાણકાર સૂત્રો પાસેથી જાણ્યા અનુસાર આ પ્રકારના હેલિકોપ્ટરમાં જમીનમાં ધરબાયેલા વિવિધ ખનીજોનું સર્વે કરવાનો હોય તો વિવિધ જીયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ખાસ હેલિકોપ્ટરને ભાડે રાખીને મેપિંગ કરતા હોય છે. વિવિધ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા સમયાંતરે વિવિધ વિસ્તારોમાં ખનીજોને લઇને સર્વે કરતી હોય છે. હેલિકોપ્ટર એરિયલ જીઓફિજિકલ સર્વે પણ કહેવામાં આવે છે.

આ પ્રકારના ષ્ટકોણ કે ગોળાકાર સ્ટ્રક્ચર હેલિકોપ્ટરથી ઉંચકીને લઈ જતું હોય તેવું જીઓલોજીકલ સર્વેમાં વપરાય છે. જોકે, આ સર્વે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કરી રહી છે તે અંગે હજી સુધી કોઇ સત્તાવાર વિગતો નથી.

ઝાલાવાડમાં છેલ્લા બે દિવસથી આકાશમાં ખુબ નીચે હેલિકોપ્ટર ઉડતા લોકોમાં કૌતૂક ફેલાયુ હતું. ત્યારે આ હેલિકોપ્ટર હવામાન ખાતાનું છે કે ખનીજ ચોરી ડામવાનો તંત્રનો પ્રયોગ હોવાની લોકોમાં અટકળો વહેતી થઈ હતી.

ઝાલાવાડમાં આકાશમાં ખુબ નીચે ઉડતા આ હેલિકોપ્ટરમાં નીચે ગોળ વર્તુળના દોરડામાં કેમેરા લગાવેલા હોવાનું પણ પાટડી અને અખીયાણા પથંકના લોકોએ જણાવ્યું હતું. છેલ્લા બે દિવસથી આકાશમાં ચકરાવા મારતુ આ હેલિકોપ્ટર હવામાન ખાતાનું હોવાનું લોકોનું માનવુ હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ચોટીલા, મૂળી, થાન અને વઢવાણના ભોગાવા વિસ્તારમાં મોટા પાયે ખનીજ ચોરી થઇ રહી છે. ત્યારે ઝાલાવાડ પથંકમાં ખનીજચોરી અટકાવવા આ કેમેરા સાથેનું હેલિકોપ્ટર આકાશમાં ખુબ નીચે ઉડતુ હોવાની લોકોમાં અટકળો શરૂ થઈ છે. આથી ખનીજચોરોમાં પણ ફફડાટ ફેલાયો છે.

આ દોરડામાં કેમેરા સાથે આકાશમાં ખુબ નીચે ઉડતા આ હેલિકોપ્ટર દ્વારા ખનીજચોરી અટકાવવા શૂટીંગ કરાતું હોવાની દહેશતથી બેફામ બનેલા ખનીજચોરો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યારે ગ્રામ્ય પથંકમાં આકાશમાં ચકરાવા મારતા આ હેલિકોપ્ટરને લઈ લાગતુ વળગતુ વહિવટી તંત્ર આ બાબતે ખુલાસો કરે એવી વ્યાપક માંગ ઉઠી છે.