અંકલેશ્વર/ ફાર્મા કંપનીમાં ભીષણ આગ, કેટલાય કિલોમીટર દુર દેખાયા ધુમાડાના ગોટેગોટા

મહાકાલી ફાર્મા કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા કેટલા કિલોમીટર દૂર દેખાઈ આવતા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ઘટનાસ્થળે નજીક ઉભેલી ટ્રક બળીને ખાખ થઇ ગઇ છે.

Top Stories Gujarat
મહાકાલી ફાર્મા મહાકાલી ફાર્મા કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા કેટલા કિલોમીટર દૂર દેખાઈ આવતા હતા. મળતી

ગુજરાતના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી શ્રી મહાકાલી ફાર્મા કંપનીમાં આજે ભીષણ આગ લાગી હતી. ફાયર ટેન્ડર સ્થળ પર હાજર છે. કેમિકલ ફેકટરીમાં  લાગેલી ભીષણ આગને કારણે  કેટલાય કિલોમીટર દુર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગના સમાચાર મળતા જ એક સાથે કેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખ્વાજા ચોકડી નજીક આવેલી મહાકાલી ફાર્મા કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી.

 

અંકલેશ્વરમાં આવેલી, મહાકાલી ફાર્મા કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા કેટલા કિલોમીટર દૂર દેખાઈ આવતા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ઘટનાસ્થળે નજીક ઉભેલી ટ્રક બળીને ખાખ થઇ ગઇ છે. તમને જણાવી દઈએ કે આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ એરીયા છે, ભીષણ આગ લાગતાં જ દરેક કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. 7 ફાયર ટેન્કર ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. જો કે 3 કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણ કાબુમાં આવી હતી. આ દુર્ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી.

મળતી માહિતી અનુસાર, હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. હાલ ફાયર વિભાગને ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, અને આગને કાબૂમાં લેવાની તાજવીજ હાથ ધરી છે. અંકલેશ્વરની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગના ધુમાડાના ગોટેગોટા કેટલા કિલોમીટર દૂર સુધી દેખાઈ આવ્યા હતા.

આસ્થા / ભગવાન આદિનાથની આ વિશાળ પ્રતિમા 1500 વર્ષ જૂની છે, જેના કારણે ઔરંગઝેબ પણ ડરીને ભાગી ગયો હતો.

જયા એકાદશી / 12 ફેબ્રુઆરીએ ભગવાન વિષ્ણુની સાથે શનિદેવની કરો પૂજા, આ બાબતોનું પણ ધ્યાન રાખો