Not Set/ અંકલેશ્વર અને અમદાવાદમાં આગની ઘટના, ત્રણ લોકો દાઝ્યા

અંકલેશ્વર GIDC અને અમદાવાદ સીજી રોડ પર આવે હોટલમાં આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી છે. અંકલેશ્વર GIDCમાં આગ લગતા 3 લોકો દાઝ્યા હોવાનું…

Ahmedabad Gujarat
અંકલેશ્વર

રાજ્યમાં એક પછી એક આગની ઘટના સામે આવી રહી છે. આજે વિજયાદશમી પર બે અલગ અલગ જગ્યાએ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક છે અંકલેશ્વર GIDC અને અમદાવાદ સીજી રોડ પર આવે હોટલમાં આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી છે. અંકલેશ્વર GIDCમાં આગ લગતા 3 લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અમદાવાદમાં આગ લગતા ફાટર ફાઇટરની 9 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ પણ વાંચો :ભૂમિપૂજન / દશેરાના દિવસે PM મોદીના હસ્તે સુરતમાં પાટીદાર યૂથ હોસ્ટેલનું ખાતમુહૂર્ત

અંકલેશ્વર

અંકલેશ્વર GIDCની શ્યામ એન્ટર પ્રાઈઝ કંપનીમાં ભીષણ આગ લાગતા ત્રણ કામદારો દાઝ્યાં છે. જેથી ત્રણેય કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જો કે, કંપનીમાં આગ કેવી રીતે લાગી તે અંગેની માહિતી હજુ સુધી સામે નથી આવી. પરંતુ સ્થાનિક ફાયર ફાઇટર દ્વારા આગને ઓલવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

અમદાવાદ

અમદાવાદના સીજી રોડ પાસેની આવેલી હોટલમાં આગ લાગી હતી જે બાદ ફાટર ફાઇટરની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનિથઈ નથી.

આ પણ વાંચો :કચ્છની ધરતી પર રચાયો ઇતિહાસ /  89 વર્ષ જૂની ઘટનાનું થયું પુનરાવર્તન, જનક JRD ટાટાને અપાઇ અનોખી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો :અમદાવાદ /  શિવરંજની રોડ પર ફરી સર્જાયો અકસ્માત, કારનો નીકળી ગયો કચ્ચરધાણ

આ પણ વાંચો :રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર /  દિવાળી ભેટ સ્વરૂપે આ વખતે પગાર વહેલો આપવામાં આવશે