Not Set/ આ 14 જિલ્લાઓમાં નહીં થાય આતિશબાજી

હરિયાણા સરકારે દિવાળી, છઠ પર ફટાકડાના વેચાણ અને ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે

India
Untitled 585 આ 14 જિલ્લાઓમાં નહીં થાય આતિશબાજી

વિશ્વમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં  લાખો કોરોના સંક્મિત થતા મૃત્યુ  પામ્યા  હતા . ત્યારે હવે અમુક  વિશ્વના દેશોમાં  કોરોનાની ત્રીજી લહેરની પણ દસ્તક  જોવા મળી હતી . જેમના પગલે  ભારતમાં અમુક રાજ્યોમાં ફટાકડા  ફોડવા  પર  પ્રતિબંધ લગાવી  દેવામાં  આવ્યો છે. ત્યારે દિલ્હી બાદ હરિયાણાના 14 જિલ્લામાં પણ ફટાકડા પર પ્રતિબંધ  લગાવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં NCRની સાથે 14 જિલ્લાઓમાં ફટાકડાના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રદૂષિત  વિસ્તારોમાં પણ લોકો ફટાકડાનો ઉપયોગ કરી શકશે નહીં. લોકો માત્ર ગ્રીન ફટાકડાનો  ઉપયોગ કરી શકશે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ  પણ સમય નક્કી કર્યો છે. દિવાળી પર માત્ર બે કલાક ફટાકડા ફોડવાની છૂટ રહેશે. આ દરમિયાન પોલીસની ટીમો પણ તપાસ કરશે. આ સૂચનાઓ નબળી હવાની ગુણવત્તાવાળા શહેરો અને નગરોને પણ લાગુ પડશે.

હરિયાણા સરકારે દિવાળી, ગુરપુરબ અને છઠ પર ફટાકડાના વેચાણ અને ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. એનસીઆરમાં આવતા તમામ 14 જિલ્લાઓમાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે શહેરો અને નગરોમાં વાયુ પ્રદૂષણનું સ્તર ગરીબ અને સરેરાશ કેટેગરીમાં છે.પણ ફટાકડા પર પ્રતિબંધ રહેશે. આ સિવાય અન્ય વિસ્તારોમાં ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી. દિવાળીના દિવસે રાત્રે 8 થી 10 વાગ્યા સુધી ગ્રીન ફટાકડા ફોડી શકાશે.