સુરત/ બુલેટ ટ્રેન સ્ટેશનની પહેલી ઝલક આવી સામે, અદભૂત નજારો જોવા મળ્યો

સુરતનું આ સ્ટેશન ભારતનું પહેલું સ્ટેશન હશે જે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન રૂટ (MAHSR) વચ્ચે બાંધવામાં આવશે. MAHSR કોરિડોરમાં સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી, બીલીમોરા, ભરૂચ, મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી સ્ટેશનના 12 સ્ટેશનનો સમાવેશ થશે.

Gujarat Surat
બુલેટ ટ્રેનની બુલેટ ટ્રેન સ્ટેશનની પહેલી ઝલક આવી સામે, અદભૂત નજારો જોવા મળ્યો

સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની પ્રથમ ઝલક સામે આવી છે. સ્ટેશનનો નજારો કેટલો અદભૂત હશે તે તસવીરો પરથી દેખાઈ આવ્યું હતું. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની મહત્તમ સ્પીડ 350 kmph હશે અને મહત્તમ ઓપરેટિંગ સ્પીડ 320 kmph હશે. રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષ એ  સ્ટેશનની તસવીરો ટ્વીટ કરીને જણાવ્યું કે તેનું આંતરિક ભાગ ચમકતા હીરા જેવું હશે. ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનું પ્રથમ સ્ટેશન સુરત, ગુજરાતમાં બનાવવામાં આવ્યું છે. તેમણે લખ્યું કે હું તમારી સાથે સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનની પહેલી ઝલક શેર કરું છું. આ અત્યાધુનિક મલ્ટી લેવલ સ્ટેશનનો બહારનો ભાગ હશે અને સ્ટેશનનો અંદરનો ભાગ ચમકતા હીરા જેવો હશે. તમારા બધા માટે સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનની આ પ્રથમ ઝલક છે.

 

સુરતનું આ સ્ટેશન ભારતનું પહેલું સ્ટેશન હશે જે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન રૂટ (MAHSR) વચ્ચે બાંધવામાં આવશે. MAHSR કોરિડોરમાં સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી, બીલીમોરા, ભરૂચ, મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી સ્ટેશનના 12 સ્ટેશનનો સમાવેશ થશે. અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં મુંબઈ અને ગુજરાતના અમદાવાદ વચ્ચેનો પ્રવાસ સમય મર્યાદિત સ્ટોપ સાથે 2.07 કલાક અને દરેક સ્ટેશન પર રોકાયા વિના 2.58 કલાક સુધી ઘટાડશે. બુલેટ ટ્રેન જાપાની શિંકનસેન ટેક્નોલોજી પર ચલાવવામાં આવશે. જે તેની વિશ્વસનીયતા અને સુરક્ષા વિશેષતાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની મહત્તમ સ્પીડ 350 kmph હશે અને મહત્તમ ઓપરેટિંગ સ્પીડ 320 kmph હશે. લગભગ 5 વર્ષ પહેલા સપ્ટેમ્બર 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના પીએમ શિન્ઝો આબે સાથે અમદાવાદના સાબરમતીમાં રૂ. 1.1 લાખ કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2026 સુધીમાં સુરત અને બીલીમોરા વચ્ચે શરૂ થશે. ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા ચલાવવામાં આવશે. જેણે તાજેતરમાં લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ (L&T) સાથે ડિઝાઇન તેમજ લગભગ 8 કિલોમીટર લાંબા વાયડક્ટના બાંધકામ માટે કરાર કર્યો છે.

આસ્થા / ભગવાન આદિનાથની આ વિશાળ પ્રતિમા 1500 વર્ષ જૂની છે, જેના કારણે ઔરંગઝેબ પણ ડરીને ભાગી ગયો હતો.

જયા એકાદશી / 12 ફેબ્રુઆરીએ ભગવાન વિષ્ણુની સાથે શનિદેવની કરો પૂજા, આ બાબતોનું પણ ધ્યાન રાખો

અંકલેશ્વર / ફાર્મા કંપનીમાં ભીષણ આગ, કેટલાય કિલોમીટર દુર દેખાયા ધુમાડાના ગોટેગોટા