Realty-Stamp duty/ રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં અમદાવાદ સહિત પાંચ જિલ્લાઓનો સૌથી વધુ ફાળો

કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CREDAI) દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, એપ્રિલ 2017 અને માર્ચ 2023 વચ્ચે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી રાજ્યની કુલ આવકમાં ગુજરાતના પાંચ જિલ્લાઓએ સામૂહિક રીતે 81 ટકા યોગદાન આપ્યું છે.

Gujarat
Realty Stamp duty રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં અમદાવાદ સહિત પાંચ જિલ્લાઓનો સૌથી વધુ ફાળો

અમદાવાદઃ કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CREDAI) દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, એપ્રિલ 2017 અને માર્ચ 2023 વચ્ચે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી રાજ્યની કુલ આવકમાં ગુજરાતના પાંચ જિલ્લાઓએ સામૂહિક રીતે 81 ટકા યોગદાન આપ્યું છે.

આમા પણ રાજ્યના કુલ દસ્તાવેજ મૂલ્યના 44 ટકા અને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના 38 ટકા હિસ્સો એકલા અમદાવાદનો છે. જિલ્લામાં રૂ. 5.54 લાખ કરોડના મૂલ્યના દસ્તાવેજ નોંધણીઓ જોવા મળી હતી, ત્યારબાદ રાજકોટમાં રૂ. 1.41 લાખ કરોડ અને સુરતમાં રૂ. 1.40 લાખ કરોડનું મૂલ્ય હતું.

તે સ્પષ્ટ છે કે રાજ્યના ટોચના પાંચ જિલ્લાઓ – અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, રાજકોટ અને વડોદરા – એ તમામ કેટેગરીમાં રહેણાંક, પ્લોટિંગ, કોમર્શિયલ અને રિટેલ જેવી નવી અને પુનર્વેચાણની મિલકતના વ્યવહારોની સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે. આના કારણે દસ્તાવેજોની નોંધણીનું પ્રમાણ વધુ અને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની વસૂલાતમાં વધારો થયો છે.

ક્રેડાઈએ જણાવ્યું, “અગ્રણી જિલ્લાઓમાં અન્ય શહેરોની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધુ વ્યવહારો જોવા મળ્યા છે. ગુજરાતનું વધતું શહેરીકરણ અને શિક્ષણ, રોજગાર અને આરોગ્ય સંભાળની તકોની ઉપલબ્ધતા લોકોને નજીકના શહેરોમાં સ્થળાંતર કરવા પ્રેરિત કરે છે.”

ક્રેડાઈ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ ચિત્રક શાહે જણાવ્યું હતું કે, “અમદાવાદ રાજ્યના રિયલ એસ્ટેટ સેક્ટરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ડેટા દર્શાવે છે કે ગુજરાતમાં કુલ દસ્તાવેજ મૂલ્યમાં અમદાવાદનો કમાન્ડિંગ 44 ટકા હિસ્સો છે. આ અમદાવાદના ઝડપી વિસ્તરણને કારણે છે, જેમાં છેલ્લા એક દાયકામાં SP રીંગ રોડ સુધી શહેરનો વિકાસ થયો છે. વિવિધ ક્ષેત્રોમાં ઔદ્યોગિક પ્રગતિએ નોકરીની તકોને વેગ આપ્યો છે, જેના કારણે નોંધપાત્ર સ્થળાંતર થયું છે અને ઘરો અને અન્ય સંપત્તિઓની માંગમાં વધારો થયો છે.”

સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અમદાવાદનું યોગદાન સૌથી વધુ છે. શહેરમાં છેલ્લા એક દાયકામાં એસપી રિંગ રોડ સુધી વિસ્તરણ જોવા મળ્યું છે. વિવિધ ક્ષેત્રોમાં ઔદ્યોગિક વિકાસથી રોજગારીનું સર્જન થયું છે, અને મોટી સંખ્યામાં સ્થળાંતર થઈ રહ્યું છે, મકાનો અને અન્ય સંપત્તિ વર્ગોની માંગ વધી રહી છે.

જો કે, નિષ્ણાતો ચેતવણી આપી છે કે અમદાવાદનું બજાર અપેક્ષિત વૃદ્ધિ દર્શાવી શકશે નહીં. 2017-18માં રૂ. 91,763 કરોડ અને 2020-21માં રૂ. 1 લાખ કરોડના દસ્તાવેજોની નોંધણી કરવા છતાં, શહેરના 2022-23ના રૂ. 1,05,050 કરોડના આંકડા અપેક્ષિત પ્રગતિને પ્રતિબિંબિત કરતા નથી. એક અગ્રણી ડેવલપરે જણાવ્યું હતું કે, “સતત વૃદ્ધિને સુનિશ્ચિત કરવા માટે, અમદાવાદને વધુ સર્વિસ કંપનીઓને આકર્ષવાની જરૂર છે, જેનાથી ઉચ્ચ આવક ધરાવતા લોકોને શહેરમાં રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.”

 

આ પણ વાંચોઃ Gujarat/પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દિકરીને પોર્ટુગલથી સહી સલામત ગુજરાત પરત લવાઈ,રાજ્ય સરકારની મહેનત લાવી રંગ

આ પણ વાંચોઃ Fake Currency/બજારમાં ચલાવવા માટે લઇ જઈ રહ્યા હતા ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ની નોટો, પોલીસે ગુજરાતના 2 લોકોને પકડ્યા

આ પણ વાંચોઃ જાત પ્રસિદ્ધ ભારે પડી/વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીને સુરત પોલીસ કમિશનરને મળ્યા વગર પરત ફર્યા

આ પણ વાંચોઃ ahmedabad civil hospital/અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની અકલ્પનિય સિધ્ધી, બે સફળ અંગદાન દ્વારા 8ને નવજીવન

આ પણ વાંચોઃ bilkisbano case/બિલ્કીસ બાનો કેસમાં છૂટેલા દોષિતોમાંથી એક વકીલ તરીકે કરી રહ્યો છે પ્રેકટીસ! સુપ્રીમ કોર્ટે કરી કડક ટિપ્પણી,જાણો શું કહ્યું…