Not Set/ છત્તીસગઢમાં નકસલીઓ સાથે ઘર્ષણમાં પાંચ જવાન શહીદ

છત્તીસગઢના નકસીઓ અને સુરક્ષા કર્મીઓ વચ્ચે ઘર્ષણ પાંચ જવાનો શહીદ

India
javaan છત્તીસગઢમાં નકસલીઓ સાથે ઘર્ષણમાં પાંચ જવાન શહીદ

છત્તીસગઢના બીજાપુર જીલ્લાના તર્રેમ જંગલમાં આજે નકસીઓ અને સુરક્ષા કર્મીઓ વચ્ચે ઘર્ષણ થતા પાંચ જવાનો શહીદ થયા અને 10 અન્ય લોકો ઘાયલ થયા છે. પાંચ શહીદ જવાનોમાં બે સીઆરપીએફના છે. જ્યારે ત્રણ ડીઆરજીના જવાન પણ શહીદ થયા હતા. આ ઘર્ષણ સ્થળ પર લગભગ 250 નક્શલીઓ હાજર હતા સુરક્ષા કર્મીઓની કાર્યવાહીમાં નવ નકસલીયો પણ માર્યા ગયા છે.

રાજ્યના ડીજીપી દુર્ગેશ માધવ અવસ્થીએ માહિતી આપતા જાણકારી આપી કે ઘર્ષણમાં  ગંભીર રીતે ઘવાયેલા ત્રણ જવાનનોને ઘટના સ્થળથી એયરલીફ્ટ દ્ધારા રાયપુર લાવવામાં આવ્યા છે.

જ્યારે છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલએ ઘાયલ થયેલા જવાનોને સારી સ્વાસ્થય સેવાઓ આપવાનો આદેશ આપ્યો હતો. નવ એમ્બ્યુલન્સને તર્રેમ જીલ્લાના જંગલમાં મોકલવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે નક્સલવાદીઓ સાથે જવાનોનું ઘર્ષણ થયુ એ નવી વાત નથી. પરંતુ આ રીતે આપણા દેશના જવાનો વારંવાર શહીદી વહોરે તે ખરેખર દુઃખદ ઘટના છે.

નક્સલોની ઘટના અવાર નવાર બનતી રહે છે.  દેશમાં નકસલી પ્રભાવીત વિસ્તારોમાં અનેક ઘટનાઓ બની રહી છે 2018માં 833 , 2019માં 670 અને 2020માં 665 ઘટના ઘટી હતી. છત્તીસગઢની વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં 970 ઘટના ઘટી છે.