અકસ્માત/ રાજસ્થાનમાં ખાડા ખોદતા સમયે અકસ્માત સર્જાયો એક બાળકી સહિત પાંચ લોકોનાં મોત

આ અકસ્માતમાં  ચાર પુરુષો અને 4 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે.  મૃતકોની ઓળખ વિક્રમ, રાજુ કુમાર, સૌરભ કુમાર, દિનેશ કુમાર રેવત તરીકે થઈ છે.

India
rajasthan 1 રાજસ્થાનમાં ખાડા ખોદતા સમયે અકસ્માત સર્જાયો એક બાળકી સહિત પાંચ લોકોનાં મોત

રાજસ્થાનના જાલોરમાં જિલ્લામાં પાણી માટે ટાંકી ખોદી રહ્યા હતા ત્યારે  અકસ્માત સર્જાયો હતો . માટી ઘસી આવવાના  કારણે એક બાળકી સહિત પાંચ લોકોના મોત થયા છે . આ ઘટના જલોર શહેરની હદમાં ભગલી સિંઘન ગામમાં ગ્રેનાઈટ ફેક્ટરી હાલ મોજુદ છે.

જાલોરના એસપી શ્યામ સિંહે જણાવ્યું કે, કામદારો ફેક્ટરી પરિસરમાં પાણી માટે ટાંકી ખોદી રહ્યા હતા ત્યારે રેતાળ માટી ઘસી આવતા અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માતમાં  ચાર પુરુષો અને 4 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે.  મૃતકોની ઓળખ વિક્રમ, રાજુ કુમાર, સૌરભ કુમાર, દિનેશ કુમાર રેવત તરીકે થઈ છે. તેમની સાથે એક નાની બાળકીએ પણ જીવ ગુમાવ્યો હતો.

ગ્રેનાઈટ એસોસિયેશનના વડા લાલસિંહે જણાવ્યું હતું કે નવી ફેક્ટરીમાં પાણીની ટાંકી બનાવવામાં આવી રહી હતી જે ટૂંક સમયમાં ચાલુ થવા જઈ રહી છે. માટી ઘસી આવતા  મજૂરો તેમાં દટાયા હતા. 15-20 મિનિટમાં બે જેસીબી બોલાવવામાં આવ્યા અને તેમને બહાર કાઢવામાં આવ્યા હતાં પરંતુ ત્યાં સુધીમાં બધા મૃત્યુ પામ્યા હતા.