આત્મહત્યા/ અમદાવાદમાં એકજ દિવસમાં પાંચ આત્મહત્યાના બનાવ, મહિલાવર્ગમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોનો આત્મહત્યાને લગતો રિપોર્ટ ચિંતાજનક છે. રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૦માં દેશમાં ૧,૫૩,૦૫૨ લોકોએ આત્મહત્યા કરી.

Ahmedabad Gujarat
Untitled 156 અમદાવાદમાં એકજ દિવસમાં પાંચ આત્મહત્યાના બનાવ, મહિલાવર્ગમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું
  • અમદાવાદ એકજ દિવસ માં જુદા જુદા વિસ્તાર માં પાંચ આત્મહત્યા ના બનાવ
  • બેરોજગારીના કારણે આત્મહત્યાના બનાવામાં વધારો
  • કૃષિ અને શ્રમિકવર્ગમાં આત્મહત્યાના મામલા વધ્યાં
  • કોટુંબિક સમસ્યાઓના કારણે સૌથી વધારે આત્મહત્યા
  • મહિલાવર્ગમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું

કોરોનાકાળમાં આત્મહત્યાના બનાવોમાં ૧૦ ટકાનો ઉછાળો આવ્યો અને કૌટુંબિક સમસ્યાઓથી લઇને બેરોજગારી અને ગરીબી જેવા પરિબળોના કારણે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું જે દર્શાવે છે કે મહામારીએ માત્ર સ્વાસ્થ્ય જ નહીં, સમાજના અનેક ક્ષેત્રોમાં હાહાકાર મચાવ્યો છે.

અમદાવાદ માં એકજ દિવસ માં અલગ અલગ વિસ્તારમાં પાંચ આત્મહત્યાના બનાવ સામે આવ્યા છે. અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં રહતા અને મંથન અશોક ભાઇ રાઠોડ ઉમર વર્ષ 22ના એ પોતાના ઘરે તીક્ષ્ણ વસ્તુના હાથ પર ઘા મારી આત્મ હત્યા કરી જ્યારે બીજો બનાવ રિવર ફ્રન્ટ ખાતે બન્યો છે.  નદીમાં પડતું મૂકીને વીમાબેન ભરતભાઈ ડાભી કોટડા વિસ્તારના રેહવાસીએ અગમ્ય કારણોસર નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે. એવોજ એક બનાવ મધુપુરા વિસ્તાર માં કામ કરતાં જિગ્નેશ ભાઈ પંચાલ દ્વારા લિફ્ટ ઉપર લોખંડની સી ચેનલ પર ચાદર બાંધી ગળે ફાંસો  ખાઈ જીવન ટુકવ્યું હતું. જયારે  ચોથો બનાવ નિકોલ વિસ્તારના રેહવાસી રાજેશ ભાઈ પચાસરા પોતાના નિકોલ ખાતે આવેલ ફ્લેટ માં પંખા ના હૂક માં દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુકવ્યું હતું અને તેવોજ આત્મહત્યાનો એક બનાવ બાપુનગર ના ચાર માળીયા ખાતે રહતા અને સોનું ઉર્ફે ગિરિરાજ કંડેરે પોતાના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

આમ સમગ્ર અમદાવાદમાં આત્મહત્યાના પાંચ બનાવ બન્યા હતા. જેમાં સમગ્ર મામલે પોલીસે કાયદેસરની ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોનો આત્મહત્યાને લગતો રિપોર્ટ ચિંતાજનક છે. રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૦માં દેશમાં ૧,૫૩,૦૫૨ લોકોએ આત્મહત્યા કરી. રોજના સરેરાશ ૩૮૧ લોકોએ આત્મહત્યા કરી. આંકડા અનુસાર ૨૦૧૯ની સરખામણીમાં કોરોનાકાળમાં આત્મહત્યાના બનાવોમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો જે દર્શાવે છે કે દેશમાં આત્મહત્યા કરનારા લોકોનું પ્રમાણ વધી રહ્યું છે. આત્મહત્યાનો દર એટલે કે દર એક લાખ લોકોએ આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા ૮.૭ ટકા વધી ગઇ.

ગુજરાત / ગ્રામ પંચાયતની ચૂંટણી 21 કે 26 ડિસેમ્બરના ?

અમદાવાદ / રસીના બીજા ડોઝમાં ઉદાસીનતા,બીજો ડોઝ નહિ લીધો હોય તો મ્યુનિ.કોર્પો. સંચાલિત જગ્યાઓ પર પ્રવેશ નહિ

નવાબ મલિકનો ભાજપને ટોણો / ડ્રગ્સ ગુજરાતમાંથી જ સપ્લાય થાય છે, BJPના નેતાઓ ડ્રગ્સ પેડલર્સ સાથે ધરાવે છે સંબંધો

વડોદરા / 5 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવેલ જીમ આજદિન સુધી લોકો માટે ખુલ્લો નથી મુકાયો, જાણો કેમ ?