સંબોધન/ પાંચ વર્ષમાં સરકારે ૧૭૦૦થી વધુ લોકભોગ્ય નિર્ણયો કરી, રાજ્યનાં વિકાસને પૂરપાટ વેગ આપ્યો છે : CM રૂપાણી

અમારી સરકાર ચૂંટાયા પછી સતાનો મોહ નહી પરંતુ પ્રજાની વચ્ચે વિનમ્રતાથી સતા નહી પણ જવાબદારી સંભાળેલ છે. અને માનવી ત્યાં સુવિધા વિવાદ નહી સંવાદ લઘુતમ સાધનો મહતમ ઉપયોગ અને આપણી પોતાની સરકારના ભાવ સાથે સરકારની ધૂરા સંભાળેલ અને તેવુ જ વાતાવરણ પાંચ વર્ષમાં સર્જાયેલ છે.

Top Stories Gujarat
ring road 2 5 પાંચ વર્ષમાં સરકારે ૧૭૦૦થી વધુ લોકભોગ્ય નિર્ણયો કરી, રાજ્યનાં વિકાસને પૂરપાટ વેગ આપ્યો છે : CM રૂપાણી

 કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ  તથા અન્ય મહાનુભાવોના  હસ્તે કરવામાં આવ્યું

રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે “શહેરી જનસુખાકારી દિન”ની ઉજવણી અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ચેક અર્પણ કાર્યક્રમ આજ રોજ સવારે ૦૯:૪૫ કલાકે પ.પૂ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.આ પ્રસંગે  મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, અમારી સરકાર ચૂંટાયા પછી સતાનો મોહ નહી પરંતુ પ્રજાની વચ્ચે વિનમ્રતાથી સતા નહી પણ જવાબદારી સંભાળેલ છે. અને માનવી ત્યાં સુવિધા વિવાદ નહી સંવાદ લઘુતમ સાધનો મહતમ ઉપયોગ અને આપણી પોતાની સરકારના ભાવ સાથે સરકારની ધૂરા સંભાળેલ અને તેવુ જ વાતાવરણ પાંચ વર્ષમાં સર્જાયેલ છે.

સરકાર મુખ્ય ચાર સ્તંભો સાથે પારદર્શકતા અને ઈમાનદારીથી કામ કરી રહી છે. નિર્ણાયકતામાં સત્વરે નિર્ણય લઈ અને અનિરર્ણાયકતામાં વિકાસ રૂધાય નહિ. ભૂતકાળમાં જે નિણર્યનો અભાવ હ્તો. નિર્ણય કરવા માટે ઈમાનદારી જોઈએ. અમારો સ્વાર્થ નથી માટે ઝડપથી નિર્ણય કરી શકાયા છે. કોરોનાકાળમાં પણ રાજ્યનો  વિકાસ થંભવા દીધો નથી. બીજી લહેરમાં સંપૂર્ણ લોકડાઉન વગર કામો આગળ ધપાવ્યા છે. ત્રીજી લ્હે આવે તો તેનો સામનો કરવા માટે સરકાર સજ્જ છે.

ભૂતકાળની સરકારમાં ૨૦ થી ૨૫ વર્ષ પહેલા હાથ ધરેલી સુધી યોજનાઓ સાકાર કરી શકી નહોતી, જેમાં નિર્ણયનો અભાવ હતો. અત્યારની સરકાર સૌ સાથે બેસીને ત્વરિત નિર્ણય કરે છે.અમારી સરકાર જે કામોનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે. અમારી સરકાર લોકોને આંબા આંબલી બતાવતી નથી. અગાઉની સરકારોનું બજેટ ૮૦૦૦ કરોડથી ૯૦૦૦ કરોડ જેટલું રહેતું હતું જ્યારી આજે આપની સ્ર્ક્સ્સ્રનું બજેટ બે લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. પાંચ વર્ષમાં સરકાર દ્વારા ૧૭૦૦ થી વધુ નિર્ણયો કર્યા છે. અમારી સરકાર લોકો સૂચવે એ પહેલા જ, સામે ચાલીને લોકોના કામો કરે છે.

ગરીબ, પીડિત, શોષિત,વંચિત લોકોને ધ્યાનમાં રાખી સર્વાંગી વિકાસ કરેલ છે.ગુજરાત વિશ્વ કક્ષાની સ્પર્ધામાં ઉણું ન ઉતરે તે દિશામાં કામ કરી રહી છે.રાજકોટ મહાનગરપાલિકામાં હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો ત્યારે રાજકોટ શહેરમાં પીવાના પાની સહિતની અનેક સમસ્યાઓ હતી. ત્યારે ટેન્કરો અને ટ્રેનથી પાણી મંગાવવું પડતું હતું. આ સમસ્યા ઉકેલવા એલ.આઈ.સી. અને હુડકો પાસેથી લોન લઈ કામ કરવામાં આવતું. ત્યારની સરકાર દ્વારા ફૂટી કોડી પણ મળતી ન્હોતી. આજની અમારી સરકાર દ્વારા ગામડા, નગરો અને શહેરોના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ત્વરિત ફાળવવામાં આવે છે. બે દસકામાં રાજ્યની કાયાપલટ થયેલ છે તેમ અંતમાં  મુખ્યમંત્રી  વિજયભાઈ રુપાણીએ જણાવ્યું હતું.

રાજયના શહેરો “લીવેબલ” અને “લવેબલ” બન્યા છે : ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

આ પ્રસંગે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોતાના ઉદ્દબોધનમાં જણાવેલ કે, છેલ્લા પાંચ વર્ષમાં શહેરી વિકાસ બાબતે ગુજરાતે અમાપ સિધ્ધિ પ્રાપ્ત કરી છે. સને-૨૦૦૧માં જયારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમને ગુજરાતનાં વિકાસનું લક્ષ્યાંક રાખેલ હતું. તેઓ કહેતા કે, ગુજરાત મારો આત્મા છે તેમજ ભારત મારો પરમાત્મા છે. અને ગુજરાતને મારે શ્રેષ્ઠ સુવિધા આપવી છે. જે તેઓએ સાકાર કરી બતાવ્યુ છે. તેમણે કંડારેલ વિકાસની કેડીના કારણે રાજયમાં ૪૨૪ ટી.પી.સ્કીમો ફાઈનલ થઈ, ૧૦૦થી વધુ બ્રિજ બનાવ્યા છે, લોકોની સલામતી અને સુખાકારી માટે અશાંતધારો, લવ જેહાદ, ગૌ હત્યા અટકાવ, ગુંડા નાબૂદી  જેવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા તેમજ વિશાળ સીસીટીવી નેટવર્ક કરવામાં આવ્યુ છે, ૪.૧૭ લાખ આવાસો જરૂરીયાતમંદ લોકોને ફાળવવામાં આવ્યા છે. રાજયના શહેરો લીવેબલ અને લવેબલ બન્યા છે. અમદાવાદનો રીવરફ્રન્ટ દેશ અને દુનિયામાં અમદાવાદની ઓળખ સમાન બન્યો છે. સ્માર્ટ સિટી, સફાઈ તથા “સીટી ઈઝ ઓફ લિવીંગ” ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. અમે ફકત ઉજવણી નથી કરતા પરંતુ વિકાસ માટે પ્રતિબધ્ધતા દર્શાવી, રાષ્ટ્રીય ઈચ્છાશકિત દર્શાવી છે.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવેલ કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલની સરકાર છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. અને પ્રથમ દિવસથી જ રાજયના મહાનગરો, નગરો અને ગામડાઓની સતત ચિંતા કરી રહી છે. શહેરોની સાથે ગામડાનો પણ સમાંતર વિકાસ થાય તે પરત્વે પૂરતુ ધ્યાન આપેલ છે. શહેરી વિકાસ માટે વાર્ષિક રૂ.૧૩,૪૪૦ કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે. છેલ્લા ૫-વર્ષમાં ૧૫૬-નગરપાલિકા અને ૮-મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર દ્વ્રારા પૂરતો પ્રયાસ કરવામાં આવેલ છે. અને આશરે રૂ.૬૧,૮૪૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયમાં ચાલતા કામોનો નિયમિત રીતે રીવ્યુ કરવામાં આવે છે અને જે વર્ષમાં બજેટ જોગવાઈ કરવામાં આવેલ હોય તે વર્ષમાં જ ગ્રાંટની રકમ વપરાય તેની સતત ચિંતા કરવામાં આવે છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી યોજના શરૂ કરવામાં આવેલ જે હજુ પણ ચાલુ રાખેલ છે. આજે રૂ.૫૦૦૦ કરોડનાં ૪૭૧ જેટલા વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત થનાર છે તેમજ રાજયની નગરપાલિકા અને મહાનગરપાલિકાને રૂ.૧૦૦૦ કરોડનાં ચેકો અર્પણ કરવામાં આવનાર છે.

શહેરી ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ હળવો થયો : ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ જણાવ્યુ કે, એક સમય એવો હતો કે, રૂપિયા એક કરોડની ગ્રાંટ માટે પણ ગાંધીનગર સુધી અનેક ધકકા ખાવા પડતા હતાં. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. સરકારશ્રી દ્વારા તમામ ગ્રાંટની રકમ સત્વરે ફાળવવામા આવે છે. ભારતીય જનતા પક્ષની સરકાર દ્વારા જકાત નાબૂદી કરવામા આવી ત્યારે વિરોધ પક્ષ દ્વારા એ પ્રશ્ન ઉઠાવવામાં આવેલ હતો અને લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવેલ કે રાજયની નગરપાલિકા તથા મહાનગરપાલિકાનો વહીવટ કેવી રીતે ચાલશે.? વિકાસ કામો કેવી રીતે થશે.? પરંતુ, સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાને કરોડોની સહાય આપી છે. જકાતની ગ્રાંટ સમયસર આપી છે. જેના કારણે રાજયનો વિકાસ અવિરત ચાલુ રહ્યો છે. રૂડા દ્વારા  રીંગરોડ-૨ નું અધૂરૂ કામ ખૂબ જ ઝડપથી હાથ ધરવામાં આવ્યુ. જેના કારણે શહેરી ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ હળવો થયો છે.

અગાઉ રાજકોટમાં ફકત એક જ કોમ્યુનિટી હોલ હતો. જેમાં સૌરાષ્ટ્ર વિધાનસભા બેસતી તે કોનોટ હોલ કે જે હાલ અરવિંદભાઈ મણીઆર હોલ તરીકે પ્રખ્યાત છે. ત્યારબાદ કોંગ્રેસના સમયમાં સરકાર દ્વારા હેમુગઢવી હોલ બનાવવામાં આવેલ. જયારે ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા દાયકામાં ત્રણ-ત્રણ નવા ઓડીટોરીયમ બનાવવામાં આવેલ છે. તેમજ એક નવા આધુનિક ઓડીટોરીયમનાં નિર્માણનું કામ ચાલુ છે. અગાઉ રાજકોટની પાણી કટોકટીના સમયમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા ભાદર પાઈપ લાઈન નાંખવામાં આવેલ. જેનું આશરે રૂ.૫.૨૫ કરોડનું બીલ તાત્કાલીન કોંગ્રેસી રાજય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવેલ. બાદમાં, કેશુભાઈ પટેલએ ગુજરાત રાજયના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા આ રકમ માફ કરવામાં આવેલ હતી. આજે ભારતીય જનતા પક્ષની સરકાર દ્વારા રાજયની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને રૂ.૧૦૦૦ કરોડની સહાયના ચેક અર્પણ કરવામાં આવનાર છે. અગાઉ વિકાસકામોના ખર્ચમાં અનેક છીદ્રો હતા જેથી અંતિમ જરૂરીયાત સુધી ગ્રાંટની પૂરી રકમ પહોંચતી ન હતી. આજે સંપૂર્ણ પારદર્શક વહીવટ છે. કોરોના કાળમાં સરકારે લોકોના જીવ બચાવ્યા છે અને સાથોસાથ વિકાસના કામો પણ કર્યા છે. આજે રાજયભરમાં રૂ.૫૦૦૦ કરોડનાં કામોના લોકાર્પણ તથા ખાર્તમૂહુર્ત થનાર છે. અગાઉ  ગુજરાતનું બજેટ રૂ.૮૦૦૦ કરોડનું હતું. જયારે આજે ગુજરાત વિશ્વના વિકસિત રાષ્ટ્રોની હરીફાઈ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે સપના ઉંચા જુઓ અને તે સાકાર કરવા માટે કામ કરો આપણે તે ઉક્તિ ચરિતાર્થ કરવા ઉંચા સપના સાકાર કરીશું.

majboor str 2 પાંચ વર્ષમાં સરકારે ૧૭૦૦થી વધુ લોકભોગ્ય નિર્ણયો કરી, રાજ્યનાં વિકાસને પૂરપાટ વેગ આપ્યો છે : CM રૂપાણી