અમદાવાદ/ લોકગાયિકા રાજલ બારોટ અલ્પેશ સાથે થઇ સગાઇ…..

ગુજરાતની જાણિતી લોકગાયિકા રાજલ બારોટ માટે આજનો દિવસ ખુબ જ ખાસ છે

Gujarat Ahmedabad
YouTube Thumbnail 2024 05 20T122514.974 લોકગાયિકા રાજલ બારોટ અલ્પેશ સાથે થઇ સગાઇ.....

Ahmedabad News: ગુજરાતની જાણિતી લોકગાયિકા રાજલ બારોટ માટે આજનો દિવસ ખુબ જ ખાસ છે, આજે રાજલ એક નવા બંધનમાં બંધાઈ ગઈ છે આજે સિંગરે અલ્પેશ સાથે સગાઇ કરી છે અને હવે ટૂંક સમયમાં લગ્નના તાંતણે બંધાશે,પરીવારની 3 બહેનોના લગ્ન બાદ રાજલ બારોટ હવે લગ્ન કરશે.

રાજલ બારોટનો જન્મ 20 ઓક્ટોબર 1993ના રોજ પાટણથી થોડે દૂર આવેલ બાલવા ગામે થયો હતો. ગુજરાતી સિંગર રાજલ બારોટ યુટ્યુબનું સિલ્વર બટન પણ જીતી ચૂકી છે. રાજલ છેલ્લા 10 વર્ષથી ગીતો ગાય છે અને તેની આલ્બમ્સ ના પાંચ મિલિયનથી વધુ વ્યૂહવર્સ પણ નોંધાયા છે. પિતાના અવસાન બાદ ઘરની નાજૂક આર્થિક સ્થિતિને જોતાં રાજલે સિંગીંગની શરૂઆત કરી હતી અને આજે ગુજરાતની જાણીતી ગાયિકા બની ગઈ છે.

સ્વ. મણિરાજ બારોટની બીજી દીકરી રાજલ બારોટનો જન્મ બાલવા (પાટણ) માં થયો હતો. રાજલને ગાયકીની પ્રથમ તક તેમના પિતાએ જ આપી હતી. તેમના આશીર્વાદથી જ હાલ રાજલ લોક ડાયરામાં અને સ્ટેજ પ્રોગ્રામમાં ખૂબ વ્યસ્ત રહે છે. જુલાઈ 2006માં પ્રથમવાર એક લોકગીત ગાયું હતું. જેના શબ્દો હતા, ‘હેલ ભરીને હું તો હાલું ઉતાવળી’ અને તે લોકગીત માટે રાજલને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારે તે ખૂબ ખુશ હતી. પિતાના પગલે ચાલીને રાજલ અત્યારે ડાયરા ક્વિન તરીકે જાણીતી બની ગઈ છે.

રાજલના જાણીતા સોંગ્સ- 13 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કરનાર રાજલે અત્યાર સુધીમાં 70 કરતા પણ વધુ આલ્બમોમાં પ્લેબેક સિંગિગ કરી ચૂકી છે. જેમાં આઈ જવાની આઈ, જવાની આ જવાની, દશામાની લીમડી, ચુડેલ માંના ધામમાં, લવનો ડેન્ગ્યું, ઢોલો ગુજરાતનો, ઢોલો હાલ્યો પરદેશ, દશામાની પૂજા, અંબેમાંનો ટાઈગર, ગુજરાતની સિંહણ, એકડે એક અંબેમાંની ટેક, ગલોલો, અંબેમાં મોંઘવારી બની ડાકણ, સુરતની ભનજૂરિયુ, આ સિવાય માણીગર ઢોલા અને રાજલ, હિરલની ધમાલ જેવા સોંગ્સનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ત્રાટકશે મોટું વાવાઝોડું, ખેડૂતોની સ્થિતિ વણસશે

આ પણ વાંચો:કેદારનાથમાં હાર્ટએટેક કારણે આણંદની પરિણીતાનું મોત

આ પણ વાંચો:જામજોધપુર તાલુકા ના વીરપર ગામમાં ગઢવી સમાજના બે જૂથ વચ્ચે ધાર્મિક પ્રસંગ દરમિયાન અથડામણ

આ પણ વાંચો:જેની રાહ જોવાતી હતી તે ક્ષણ હવે આવી, વંદે ભારત આ માર્ગ પર કરશે કમાલ