સુરેન્દ્રનગર/ સીએનજી ગેસના ભાવમાં ફરી વધારાના પગલે સુરેન્દ્રનગર જીલ્લાના 20 હજાર રીક્ષાચાલકોને અસર

જિલ્લા કલેક્ટરને રજુઆત કરી અને ભાવ વધારો પરત ખેંચવા રીક્ષા ચાલકો માંગણી કરશે

Gujarat
Untitled 282 13 સીએનજી ગેસના ભાવમાં ફરી વધારાના પગલે સુરેન્દ્રનગર જીલ્લાના 20 હજાર રીક્ષાચાલકોને અસર

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે તેવા સંજોગોમાં પેટ્રોલ અને ડીઝલ 95 રૂપિયા બહાર પહોંચી ચૂક્યું છે તેવા સંજોગોમાં સીએનજી ગેસ વપરાશકર્તા વાહનચાલકોની સંખ્યામાં વધારો થતો જોવા મળતા ની સાથે જ સરકાર દ્વારા સીએનજી ગેસના ભાવોમાં પણ રૂપિયા 9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રિક્ષા ચાલકો તથા સીએનજી કાર ચાલક માં રોષ વ્યાપી જવા પામ્યો છે

ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસ માં 9 રૂપિયાનો સરકાર દ્વારા સીએનજી ગેસ વધારો કરવામાં આવતાની સાથે જ સીએનજી વાહનચાલકોમાં પણ રોષની લાગણી વ્યાપી જવા પામી છે કારણકે હવે લોડિંગ વાહનો પણ સીએનજી બનાવવાની કંપનીઓ શરૂ કરવામાં આવી છે તેવા સંજોગોમાં સીએનજી ગેસના ભાવો પણ હવે આસમાનને અડી રહ્યા છે. પહેલાથી પેટ્રોલ-ડીઝલના ભાવ હાલ ભડકે બળી રહ્યા છે.

આ પણ વાંચો ;ગુજરાત / કિસાન આંદોલને સાબિત કર્યું કે સરકાર ઉપર લોકતંત્ર છે : ધારાસભ્ય વિરજી ઠુમર

તેવા સંજોગોમાં પેટ્રોલ-ડીઝલનો વિકલ્પે સીએનજી ગેસ પૂરો પાડી રહ્યો છે તેવા સંજોગોમાં સીએનજી ગેસના ભાવોમાં પણ વહેલી સવારથી વધારો ઝીંકવામાં આવતા સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે સીએનજી ગેસના ભાવો પરત ખેંચવામાં આવે તેવી સીએનજી વાહન ચાલકો તથા રીક્ષા યુનિયનો દ્વારા માંગણી કરવામાં આવી છે.સરકાર પણ પોતે હાલમાં અડીખમ હોય અને કોઈ પણ ભોગે સીએનજી ગેસના ભાવો પરત ખેંચી શકાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી કારણકે પેટ્રોલ અને ડીઝલ પણ 95 રૂપિયા ને બહાર પહોંચી ચૂક્યા છે ત્યારે આ મામલે અનેક વિરોધ પ્રદર્શન બાદ પણ સરકાર દ્વારા ભાવ વધારો પરત ખેંચવામાં આવ્યો નથી તો સીએનજી ગેસ માં પણ સરકાર મક્કમ રહે તેવી શક્યતાઓ વર્તવામાં આવી રહી છે.

સીએનજીના ભાવ વધારો પાછો ખેંચવા રાજ્યના મુખ્યમંત્રી, વાહન વ્યવહારમંત્રી, કમિશનર વગેરેને રૂબરૂ મળીને રજુઆતો કરીને આવેદનપત્રો આપયા પરંતુ હજુ સુધી કોઈના પેટનું પાણી હલતું નથી સીએનજીના ભાવ વધારાના કારણે ફક્ત રિક્ષા ચાલકો જ નહી પરંતુ લાખો નાગરિકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા ચાર વર્ષથી વધુ સમય થવા છતાં હજુ સુધિ એકપણ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી આથી સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષોથી કામ કરતા રિક્ષાનાં સંગઠનો અને સંસ્થાઓ આપણા પ્રાણ પ્રશ્નોને ઉકેલવા માટે સીએનજી ભાવ વધારા વિરોધી સમિતીની રચના કરવામાં આવી છે. આ સમિતી દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને આપણા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે તમામ રિક્ષા ચાલકોએ તારિખ 20/11/2021 શનીવાર ના રોજ સવારે 10 વાગે કલેકટર કચેરીના પટ્ટાગણમાં તમામ રિક્ષા ચાલકોએ હાજરી આપીને મજદુર એકતાની એક તાકાત પ્રદર્શન કરીને હાજર રહેવા હાકલ કરાઇ છે.

આ પણ વાંચો ;વર્લ્ડ મીડિયા / કૃષિ કાયદાના પરત ખેચતા વિશ્વ મીડિયાએ કહ્યુ,- PM મોદી નરમ પડ્યા, સરકાર ઝૂકી