મહેસાણા/ કૉંગ્રેસી નેતાને ત્યાં લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 1255 લોકોને ફૂડ પોઈઝનિંગ, જાણો વિગત

મહેસાણામાં લગ્ન પ્રસંગમાં 1225 લોકોને ફૂડ પોઈઝનિંગ અસર થઇ છે.જો કે, સવાલામાં લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ ભોજન લેનાર તમામ લોકો ફૂડ પોઈઝનિંગ ભોગ બન્યા છે.

Gujarat Others
ફૂડ પોઈઝનિંગ
  • મહેસાણામાં 1225 લોકોને ફૂડ પોઈઝનિંગ
  • મહેસાણામાં લગ્ન પ્રસંગમાં લોકોને ફૂડ પોઈઝનિંગ
  • વિસનગર અને વડનગર હોસ્પિટલોમાં દર્દીઓ દાખલ
  • લગ્ન પ્રસંગમાં ભોજન લેનાર ભોગ બન્યા
  • કૉંગ્રેસી નેતા વઝીરખાન પઠાણને ત્યાં હતો લગ્ન પ્રસંગ

મહેસાણામાં લગ્ન પ્રસંગમાં 1225 લોકોને ફૂડ પોઈઝનિંગ અસર થઇ છે.જો કે, સવાલામાં લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ ભોજન લેનાર તમામ લોકો ફૂડ પોઈઝનિંગ ભોગ બન્યા છે.જેથી તમામ લોકોને વિસનગર અને વડનગર હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, વિસનગરના સવાલામાં કૉંગ્રેસી નેતા વઝીરખાન પઠાણને ત્યાં લગ્નનો પ્રસંગ હતો.

આ જમણવાર દરમિયાન ભોજન આરોગ્યા બાદ લોકો ફૂડ પોઇઝનિંગનો ભોગ બન્યા હતા.જો કે, આ ભોજન સમારંભ સ્થળનો વીડિઓ સામે આવ્યો છે.જે સ્થળે ભોજન બન્યુ હતું તે સ્થળ ગંદકીથી ખદબદતું હતું.તો લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો આવતા ભારે અવ્યવસ્થા પણ સર્જાઈ હતી.અને લોકો એ ફૂડ પોઇઝનિંગ બાદ ભોજન અધૂરું મૂક્યું હતું.ત્યારે આ અધૂરા મુકેલા ભોજનને પણ હજુ હટાવાયું નથી.

આ બનાવ બાદ જિલ્લા કલેક્ટરે દર્દીઓની મુલાકાત લીધી હતી. તમામ દર્દીઓને મહેસાણા, વિસનગર અને વડનગરની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આટલા લોકોને એકસાથે ફૂડ પોઈઝનિંગ થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. મહેસાણા કલેક્ટરે ઘટનાના અપડેટ આપતા કહ્યું કે, હાલ દર્દીઓની તબિયત સુધારા પર છે. દર્દીઓને 02762-222220/222299 પર સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.

ફૂડ પોઇઝનિંગ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મોડી રાત્રે દર્દીઓ સાથે મુલાકાત કરી હતી.વિસનગર અને વડનગર હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાતની સાથે આરોગ્યમંત્રીએ દર્દીઓ સાથે વાતચીત કરી તેના ખબર અંતર પણ પુછ્યા હતા.તેમજ તબીબોને દર્દીઓની સારવાર અંગેની સુચના પણ આપી હતી.

બીજી તરફ સાબરકાંઠાના ઈડરના પાંજરાપોળમાં પશુઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ફૂડ પોઈઝનિંગથી અસરથી 116 પશુઓના મોત થયા હતા. કુલ 27 ગાય અને 89 વાછરડાના મોત થયા હતા. 300 જેટલા પશુઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. આ સિવાય અનેક પશુઓની સારવાર કરીને તેમને બચાવાયા હતા.

આ પણ વાંચો : નશાના કારોબાર માટેનું એપી સેન્ટર : ખેતરમાંથી મળ્યા 600 જેટલા અફીણના છોડ

આ પણ વાંચો :  ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ અને કૃષિ યુનિવર્સિટી સંબંધિત સુધારા વિધેયક પસાર

આ પણ વાંચો :પશુપાલકો આનંદો, સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો કરાયો વધારો